Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કાજુ ના વૃક્ષ માં દેખાતા મુખ્ય રોગો તેમજ તેને નિયંત્રિત કરવાની રીત

કાજુ મુખ્યત્વે ફુગ અને શેવાળના રોગોથી સંક્રમિત થાય છે. કાજુની ખેતી કરતાં વિસ્તારોમાં મુખ્યત્વે ડાયબેક, કાલવ્રણ, ઇન્ફ્લોરેસેન્સ બ્લાઇટ, રેડ રસ્ટ અને પાનનો ભૂખરો ઝાળ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય રીતે, કાજુ પાકને નુકશાન કરતા જીવાતોની સરખામણીમાં રોગોથી થતા નુકશાનની તીવ્રતા ગંભીર હોતી નથી.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

કાજુ મુખ્યત્વે ફુગ અને શેવાળના રોગોથી સંક્રમિત થાય છે. કાજુની ખેતી કરતાં વિસ્તારોમાં મુખ્યત્વે ડાયબેક, કાલવ્રણ, ઇન્ફ્લોરેસેન્સ બ્લાઇટ, રેડ રસ્ટ અને પાનનો ભૂખરો ઝાળ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  સામાન્ય રીતે, કાજુ પાકને નુકશાન કરતા જીવાતોની સરખામણીમાં રોગોથી થતા નુકશાનની તીવ્રતા ગંભીર હોતી નથી. થોડા મહત્વપૂર્ણ રોગો, તેમના નુકસાનના લક્ષણો અને વ્યવસ્થાપનના પગલાં અહીં નીચે આપવામાં આવ્યા છે.

૧. ડાયબેક / ગુલાબી રોગ :

  • કાજુનો આ ખૂબજ સામાન્ય રોગ છે. અસરગ્રસ્ત ડાળીઓ પર સફેદ અથવા ગુલાબી ફૂગ વિકસતી જોવા મળે છે. ફૂગ ડાળીની પેશીમાં દાખલ થાય છે જેથી ડાળીઓ ટોચથી નીચેની તરફ સૂકાતી જાય છે.
  • શરૂઆતમાં ડાળીની છાલ છૂટી પડે છે અને સમય જતાં ડાળી પીળી પડી સુકાઇજાય છે.
  • આ રોગ શરૂઆતની અવસ્થાએ કુમળી ડાળીઓ પર જોવા મળે છે.ત્યાર બાદ પરિપકવ ડાળી પર જોવા મળે છે. રોગની શરૂઆતમાં ડાળીની છાલ પર સફેદ રંગનુ આવરણ જોવા મળે છે. જે સમય જતા સંપૂર્ણ કાળો રંગ ધારણ કરે છે.
  • રોગિષ્ટ ડાળીઓને ફાડતા વચ્ચેના ભાગમાં બદામી રંગના પટૃા જોવા મળે છે
  • આ રોગને પરિણામે વૃક્ષને આગથી સળગાવી દીધુ હોય તેવુ દેખાય છે.
કાજુનું વૃક્ષ
કાજુનું વૃક્ષ

સાનુકૂળ પરિબળો :

  • ભારે વરસાદ, ગરમ અને ભેજવાળુ વાતાવરણ.
  • જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમ્યાન આ રોગનો ફેલાવો ઝડપથી થાય છે.
  • જમીનનું સખતપણુ, ભાસ્મીક જમીન અને ઓછી નિતારશકિત ધરાવતી જમીનોમાં આ રોગનુ પ્રમાણ વધારે દેખાય છે.

 નિયંત્રણ :

  • આરોગના નિયંત્રણ માટે અસરગ્રસ્ત ડાળીઓની છટણી કરી કાપેલા ભાગ પર ૧ % સાન્દ્રતા મુજબની બોર્ડેક્ષ પેસ્ટની માવજત આપવી તેમજ ૧ % બોર્ડેક્ષ મીશ્રણનો મે-જૂન અને ઓકટોબર માસમાં છંટકાવ કરવો.
  • રોગિષ્ટ ડાળીઓને નીચેના ૭ સે. મી. ભાગ રહેવા દઈ બાકીના ભાગને કાપી એકત્રિત કરી બાળીને નાશ કરવો અને ત્યારબાદ કાર્બેન્ડેઝીમ પ૦% વે.પા. પ ગ્રામ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
કાજુના છોડનું પાંદડુ
કાજુના છોડનું પાંદડુ

૨. કાલવ્રણ :

  • કાલવ્રણ આ રોગ મુખ્યત્વે કુમળી ડાળીઓ, મોટી ડાળીઓ, પુષ્પગુચ્છ તેમજ નાના ફળો ઉપર જોવા મળે છે.
  • શરૂઆતમાં કથ્થઈ રંગના પાણીપોચા ટપકાં કુમળા પાનની ઉપરની સપાટીતેમજ ડાળી ઉપર જોવા મળે છે. અસરગ્રસ્ત પાન અને ફળ ચીમળાઈને અંતે સુકાઈ જાય છે.
  • અનુકૂળ વાતાવરણમાં કુંપળ સાથે કુમળી ડાળીઓ પણ ચીમળાઈ જઈ ટોચથી સુકાઈ જાય છે.

સાનુકૂળ પરિબળો :

  • હુંફાળુ ભેજવાળુ વાતાવરણ ખૂબ અનુકુપ આવે છે.
  • ગીચઅંતરે વાવેતર કરેલી વાડીમાં તેમજ જયાં વધુ પડતુ પિયત આપવામાં આવતુ હોય અથવા નીચાણવાળી કે ઓછી નિતાર શકિત ધરાવતી જમીનમાં આ પ્રશ્ન વધુ રહે છે.

નિયંત્રણ :

  • આરોગના નિયંત્રણ માટે અસરગ્રસ્ત તમામ ડાળીઓને કાપી બાળીને નાશ કરવો તેમજ મેન્કોઝેબ ૦.રપ %  મુજબનો છંટકાવ કરવો.
  • વાડી ખુબ જૂની હોય અને ડાળીઓ એકબીજામાં મળી ગઈ હોય તો છંટણી કરી બોર્ડેક્ષ પેસ્ટ લગાડવી.
કાજુમાં દેખાતા રોગ
કાજુમાં દેખાતા રોગ

૩. ઇન્ફ્લોરેસેન્સ બ્લાઇટ :

  • ખાસકરીને ચોમાસાના સમયગાળા દરમિયાન જોવા મળતો આ એક સામાન્ય રોગ છે. 
  • આરોગના લક્ષણ નવી નીકળતી કુમળી ડાળી પર તથા પુષ્પગુચ્છ પર જોવા મળે છે. રોગની શરુઆતમાં ડાળી પર પાણીપોચ ટપકા જોવા મળે છે જે સમય જતા ભુખરા રંગના થાય છે. 
  • વધારે નુક્શાન હોયતો ડાળી તથા પુષ્પગુચ્છ સુકાઇ જાય છે. 

સાનુકૂળ પરિબળો :

  • મધ્યમ તાપમાન અને વરસાદવાળુ વાતાવરણ આ રોગને વધુ માફક આવે છે.

નિયંત્રણ :

આ રોગનો ફેલાવો ટી મોસ્કિટો બગ દ્વારા થાય છે જેથી આ રોગના નિયંત્રણ માટે ફૂગનાશક અને જંતુનાશક દવાના મિશ્રણની ભલામણ કરવામાં આવે છે.

૪. તામ્ર ગેરૂ (રેડ રસ્ટ)
રોગની ઓળખ :
• આ રોગની શરૂઆતમાં પાન ઉપર પાણી પોચા ટપકા જોવા મળે છે. જે તારા આકારના સફેદ ટપકામાં પરિણમે છે. સમય જતા લાલ નારંગી રંગ ધારણ કરે છે અને અંતે સફેદ કે રાખોડી ડાઘ તરીકે રહે છે.

સાનુકૂળ પરિબળો :

  • આ રોગ મુખ્યત્વે વરસાદના પાણીથી ફેલાય છે.
  • રોગને ભેજમય વાતાવરણ વધુ માફક આવે છે.

  નિયંત્રણ :

  • બે ઝાડ વચ્ચે યોગ્ય અંતર રાખવુ.
  • અપૂરતા પોષણને લીધે ફૂગની તીવ્રતા વધતી હોવાથી યોગ્ય પ્રમાણમાં ખાતર અને પિયત આપવુ.
ફૂલ આવવાની જગ્યા
ફૂલ આવવાની જગ્યા

૫. પાનનો ભૂખરો ઝાળ 

રોગની ઓળખ :

  • આ રોગમાં પાનની ધાર ઉપર ઝાંખા બદામી રંગના ખૂણા પડતા ટપકાં જોવા મળે છે જેની કિનારી ઘાટા બદામી રંગની હોય છે.
  • જખમો ભેગા થતા ધાબા ઘાટા રાખોડી રંગનાં બને છે.
  • આખુ પાન રોગગ્રસ્ત થવાથી સુકાઈ જઈ ખરી પડે છે.

સાનુકૂળ પરીબળો :

  • મધ્યમ તાપમાન અને વરસાદવાળુ વાતાવરણ આ રોગને વધુ માફક આવે છે.

નિયંત્રણ :

  • કાલવ્રણ તેમજ ભૂકીછારાના નિયંત્રણ માટેના પગલા આ રોગને કાબુમાં રાખવા માટે મદદરૂપ થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More