ટામેટાની ખેતી ભારતમાં મોટાપાયે થાય છે, પણ અનેક પ્રકારની બીમારીઓના પ્રકોપને લીધે ખેડૂતોને ઓછા પ્રમાણમાં ઉત્પાદન પ્રાપ્ત થાય છે. તેના પાકમાં વિવિધ પ્રકારના રોગો ઉપરાંત સૂત્રકૃમિયોને પણ ખૂબ જ અસર કરે છે. જો સમયસર આ રોગોને અટકાવવામાં ન આવે તો અનેક વખત સમગ્ર પાકોનો નાશ થઈ જાય છે. તો ચાલો જાણીએ ટામેટાના પાકમાં લાગતી મુખ્ય બીમારી અને તેનું નિદાનઃ
આર્દ લગન રોગ
આ રોગને લીધે ટામેટાના છોડ અચાનક સુકાઈ ખરવા લાગે છે અને પછી સડવા લાગે છે. આ રોગ ફૂગ રાઈઝોક્ટોનિયા અને ફાઈન્ફથોરા કવક જેવા સંક્રમણને લીધે ફેલાય છે. તેની સીધી અસર છોડના નીચેના ભાગમાં થાય છે. અચાનક છોડ સુકાઈ જાય છે અને ભૂરા રંગના ધબ્બા પડવા લાગે છે તથા કેટલાક દિવસ બાદ પાંદડા પીળા પડી જાય છે. શરૂઆતમાં તેની અસર કેટલાક છોડો પર થાય છે, પણ બાદમાં આ પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે.
નિયંત્રણના ઉપાય
આ રોગથી છૂટકારો મેળવવા માટે ટામેટાના બીજોને કેપ્ટન અથવા થાયરમથી ઉપચારિત કર્યાં બાદ વાવેતર કરવું જોઈએ. આ માટે 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ દરથી ઉપચારિત કરવા જોઈએ.
અગેતી ઝુલસા રોગ
આ રોગ ટામેટાના પાકમાં અલ્ટરનેરિયા સોલેનાઈ નામના કવકને લીધે થાય છે. આ રોગના લક્ષણની વાત કરો તો પાંદડા પર નાના-નાના અને કાળા રંગના ધબ્બા દેખાય છે. જે બાગમાં વધીને છેલ્લાના આકાર વધાર વધે છે, આમ પાંદડા ગળીને તૂટી જાય છે.
નિયંત્રણના ઉપાયો
જે છોડો આ રોગથી ગ્રસિત દેખાઈ રહ્યા હોય તેને ખેતરની બહાર કાઢી નાંખવા જોઈએ. તેનો ઈલાજ કરવા માટે બીજોને કેપ્ટન 75 ડબ્લ્યુપીથી 2 ગ્રામ પ્રતી કિલો બીજ દરથી ઉપચારિત કર્યાં બાદ વાવેતર કરવું જોઈએ, જ્યારે ઉભા પાકમાં જ્યારે આ રોગ દેખાય તો મેકોજેબ 75 ડબ્લ્યુપી પ્રત્યેક 10 દિવસના અંતરે છંટકાવ કરતા રહેવું જોઈએ.
ઝુલસા રોગ
આ રોગો ફાઈરોફ્થોરા ફનફેસ્ટેન્સ નામના કવકને લીધે ફેલાય છે,જેને લીધે ટામેટાના પાંદડા પર અનિયમિત અને જલીય આકારના ધબ્બા બને છે, જોકે બાદમાં આ ધબ્બા ભૂરા અને કાળા રંગમાં તબદિલ થઈ જાય છે. તેની અસર પાંદડા ઉપરાંત ડાળખીઓ પર થાય છે. વધારે ભેજના સંજોગોમાં આ રોગ વધારે ફેલાય છે.
નિયંત્રણના ઉપાય
સૌથી પહેલા જે છોડમાં આ રોગ દેખાય છે ત્યાં તેને ખેતરની બહાર કાઢી દેવા જોઈએ. ત્યારબાદ મેટાલેક્સિલ 4%+મેકોજેબ 64%ડબ્લ્યુપીના 25 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણમાં સ્પ્રે કરો.
ઉકઠા રોગ
ટામેટાના પાકમાં આ રોગને લીધે પાંદડા પીળા પડીને સુકાઈ જાય છે,જે ફ્યુરિયમ ઓક્સિસ્પોરમ લાઈકોપર્સિકી નામના કવકને લીધે થાય છે. છોડ મુરઝાવાને લીધે વૃદ્ધિ અટકી જાય છે. પાકનું ઉત્પાદન ઓછું થાય છે.
નિયંત્રણના ઉપાય
આ રોગથી બચવા માટે છોડની રોપણીના એક મહિના બાદ કાર્બેન્ડાઝીમ 25 ટકા+મેકોજેબ 50 ટકા ડબ્લ્યુએસના 0.1 ટકા પ્રમાણ લઈ છંટકાવ કરવો જોઈએ.
પર્ણ કુંચન રોગ
તે મુખ્યત્વે એક વિષાણુજનિત રોગ છે,જે સફેદ માખીથી ફેલાય છે. તેમાં છોડોના પાંદડા કરમાઈને વળી જાય છે અને ઉત્પાદન ઓછું થાય છે. આ રોગની અસરને લીધે પાંદડા સંકોચાવા લાગે છે.
નિયંત્રણના ઉપાય
તેનાથી છૂટકારો મેળવવા માટે રોગવાહક કીટ સફેદ માખીનો નાશ કરવો જોઈએ, આ માટે ઈમિડાક્લોપ્રિડ 17.8નો છંટકાવ કરવો જોઈએ.
મૂળ ગ્રન્થિ રોગ
સૂત્રકૃમિ મેલિડોગાયની જેવેનિકાને લીધે તે ટામેટાના પાકમાં ફેલાય છે,જે છોડોના મૂળની ગાંઠોમાં ફેરફારમાં પરિવર્તન લાગે છે. જેથી છોડ પીળા થઈ કરમાઈ જાય છે અને વૃદ્ધિને અટકાવે છે.
નિયંત્રણના ઉપાય
આ રોગના નિદાન માટે ટામેટાના છોડને કાર્બોસલ્ફાન 25 EC થી યોગ્ય ઉપચારિત કરી રોપણી કરવી જોઈએ. આ ઉપરાંત ટ્રેપ પાકના રૂપમાં સનઈ અને હજારીગલ ફૂલ લગાવી શકે છે.
ચક્ષુ સડાનો રોગ
આ રોગની અસર ટામેટાના કાચા પાકો પર હોય છે. તેને લીધે પાક પર અગાઉથી જ કાળા ધબ્બા દેખાય છે,જે બાદમાં આકારમાં મોટા થઈ જાય છે. પાકની આજુબાજુ ગોળ આકારના ભૂરા રંગના વલણ બની જાય છે.
નિયંત્રણના ઉપાય
તેનું નિયંત્રણ કરવા માટે પ્રોપીનેબ 70 ડબ્લ્યુપી 0.21 ટકા સ્પ્રે કરતા રહેવું જોઈએ.
Share your comments