પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વોથી ભરપુર હોવાને કારણે બદામ સામાન્ય રીતે મોંઘા વેચાય છે. વિશ્વના દેશોમાં હંમેશા તેમની માંગ રહી છે અને લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. પરંતુ આજે અમે એક વિશેષ બદામની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે વિશ્વનો સૌથી મોંઘો બદામ છે. તેની કિંમત દર વર્ષે રેકોર્ડ તોડે છે. આ બદામનું નામ છે મૈકડામિયા બદામ.
એક કિલો મૈકડમિયા બદામની કિંમત 5000થી 7000 રૂપિયા સુધીની હોય છે, જે અન્ય બદામના ભાવની સરખામણીએ બેગણા ભાવથી પણ વધુ છે. તેનો માખણ જેવો સ્વાદ અને ઉચ્ચ ગુણવત્તાને કારણે ચીન અને અમેરિકા જેવા દેશોમાં તેની વધુ માંગ છે.
ડૉ.જ્હોન મેકડામના નામ પર રખાયું છે આ બદામનું નામ
બિઝનેસ ઇન્સાઇડરના એક અહેવાલ મુજબ, તેના મોંઘા થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તે ખૂબ જ લાંબા સમયે પાકતું ફળ છે. એક વૃક્ષ લગભગ 7થી 10 વર્ષ પછી જ ફળ આપવાનું શરૂ કરે છે. આ સિવાય તેના મોંઘા હોવાનું બીજું કારણ એ પણ છે કે મૈકડામિયા બદામની કુલ 10 પ્રજાતિઓ છે, પરંતુ ફક્ત બે પ્રકારના વૃક્ષો જ આ બદામનું ઉત્પાદન કરે છે. આને કારણે માંગ પૂરી કરવા માટે પુરતો પુરવઠો મળતો નથી.
મૈકડમિયા બદામના ઝાડ સૌપ્રથમ ઉત્તર- પૂર્વ ઓસ્ટ્રેલિયા માં જોવા મળ્યા હતા. તે વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો તેનું સેવન કરતા હતા અને તેનું નામ કિન્ડલ- કિન્ડલ રાખ્યું હતું. પરંતુ બ્રિટિશરોએ આ વિશેષ બદામનનું નામ ડૉ. જ્હોન મૈકડામના નામ પરથી મૈકડમિયા બદામ રાખ્યું.રાખ્યું, જેનું નામ મકાડામિયા નટ્સ છે. સ્કોટિશ મૂળના ડૉ. મેકડામ એક રસાયણશાસ્ત્રી, તબીબી શિક્ષક અને ઔસ્ટ્રેલિયાના નેતા હતા. ખૂબ જ નાની ઉંમરે તેમનું અવસાન થયું હતુ.
અમેરિકાના હવાઇમાં પ્રથમ વખત વ્યાપારી ખેતીની શરૂઆત થઈ
આ ઝાડની ઉત્પત્તિ ભલે ઔસ્ટ્રેલિયામાં થઈ હોય પરંતુ તેની વ્યાપારી વાવેતરની સૌપ્રથમ શરૂઆત અમેરિકાના હવાઈમાં થઈ હતી. ઉપરાંત હવાઈનું વાતાવરણ પણ મૈંકડામિયા બદામ માટે અનુકૂળ હતું. તેની ખેતી માટે અતિશય વરસાદ, સમૃદ્ધ જમીન અને ગરમ હવામાનની જરૂર પડે છે. એટલે જે વિસ્તારમાં હવાઈ જેવું વાતાવરણ હોય ત્યાં મૈકડમિયા બદામ ઉગાડી શકાય છે.
હવાઈ સિવાય ઔસ્ટ્રેલિયા, લેટિન અમેરિકા અને દક્ષિણ આફ્રિકાથી સમગ્ર વિશ્વમાં મૈકડમિયા બદામની નિકાસ થાય છે. મૈકડામિયા બદામનાં ઝાડ પર અલગ -અલગ સમયે ચારથી છ મહિનામાં ખીલે છે. જેના કારણે બદામ પાકાવાની પ્રક્રિયા આખા વર્ષ દરમિયાન ચાલુ રહે છે અને આખા વિશ્વમાં એક જ રીતે નિકાસનું કામ ચાલુ રહે છે.
શરૂઆતમાં તેને અનહેલ્ધી માનીને લોકો તેને ખાવાનું ટાળતા
ચરબીયુક્ત માત્રાને કારણે મૈકડામિયા બદામ વધુને વધુ લોકપ્રિય થયા. એક કિલો બદામમાં 45 ગ્રામ જેટલી ચરબી હોય છે, જે અન્ય બદામની તુલનામાં ઘણી વધારે હોય છે. આ કારણોસર, લોકો શરૂઆતમાં મૈકડામિયા બદામને અનહેલ્ધી માનતા હતા. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તેની ચરબી કોલેસ્ટરોલ મુક્ત હોય છે. મૈકડામિયા બદામમાં પાલિમોટોલિક એસિડ હોય છે, જે તમારી પાચક શક્તિને સુધારે છે અને તમારા શરીરમાં ઇન્સ્યુલિનના સ્વસ્થ સ્તરને જાળવવામાં મદદ કરે છે.
મૈકડડામિયા બદામમાં 80 ટકા ચરબી અને 4 ટકા ખાંડ હોય છે. વધુ ચરબી અને ઓછી ખાંડને લીધે, તે આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે અને લોકો વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. આ કારણોસર વિશ્વભરના દેશોમાં તેની ખૂબ માંગ છે. ખાસ કરીને વિકસિત દેશોમાં લોકો તેનો વધુ વપરાશ કરે છે.
2022થઈ ચીનમાં મોટાપાયે ઉત્પાદન થશે
હવાઈમાં મૈકડામિયા પાકનું કૃષિ મૂલ્ય 4 અબજ રૂપિયાથી વધુ છે. અન્ય દેશો પણ નિકાસની સંભાવનાને કારણે મૈકડામિયા બદામના ઝાડ ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બદામની મોટી માત્રામાં આયાત કરનાર ચીન પણ આ દિશામાં કામ કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે મૈકડમિયા બદામનું ઉત્પાદન ચીનમાં 2022થી કરવામાં આવશે. કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે હવે એકલા ચીન વિશ્વના અડધાથી વધુ મૈકડામિયા બદામનું ઉત્પાદન કરશે અને તેના કારણે તે નિકાસના સંદર્ભમાં પણ આગળ નીકળી જશે.
Share your comments