Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

વિશ્વના સૌથી મોંધા ફળોની યાદી, એક નાશપતિની કીમત છે 700 રૂપિયા

કેરી, કેળા, સફરજન, દાડમ દ્રાક્ષ એવા કેટલાક ફળ છે જે અમારા શરીરને શક્તિ આપે છે અને સાથે જ તે ફળોના પોત-પોતાના રંગ અને સ્વાદ હોય છે. પણ ક્યારે તમે ચકોર કલિંગર જોયુ છે કે પછી લાલ રંગનો દ્રાક્ષ, શાયદ નથી

સેંબિકિયા સ્ટ્રોબેરી
સેંબિકિયા સ્ટ્રોબેરી

કેરી, કેળા, સફરજન, દાડમ દ્રાક્ષ એવા કેટલાક ફળ છે જે અમારા શરીરને શક્તિ આપે છે અને સાથે જ તે ફળોના પોત-પોતાના રંગ અને સ્વાદ હોય છે. પણ ક્યારે તમે ચકોર કલિંગર જોયુ છે કે પછી લાલ રંગનો દ્રાક્ષ, શાયદ નથી, તો ચાલો આજે અમે તમને એવા જ કઈક ફળોના વિષયમાં બાતાવિશું જે આપણા જુદા આકારના સાથે જ પોતાના દામથી પણ બીજા ફળોથી જુદા છે.

કેરી, કેળા, સફરજન, દાડમ દ્રાક્ષ એવા કેટલાક ફળ છે જે અમારા શરીરને શક્તિ આપે છે અને સાથે જ તે ફળોના પોત-પોતાના રંગ અને સ્વાદ હોય છે. પણ ક્યારે તમે ચકોર કલિંગર જોયુ છે કે પછી લાલ રંગનો દ્રાક્ષ, શાયદ નથી, તો ચાલો આજે અમે તમને એવા જ કઈક ફળોના વિષયમાં બાતાવિશું જે આપણા જુદા આકારના સાથે જ પોતાના દામથી પણ બીજા ફળોથી જુદા છે. તે ફળોનો દામ એટલો છે કે તેને સામાન્ય માણસ તો ખરીદી પણ નથી શકતા.

ખબર મુજબ મધ્યપ્રદેશના જબલપુરમાં થોડાક સમય પહેલા એક આંબાવાડી ખુબ જ વાયરલ  થઈ હતી. કેમ કે ત્યાં ટાઈયો નો ટમૈંગો નામક જાપાની કેરી માટે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે એટલા માટે કરવામાં આવ્યુ હતું કેમ કે તે કેરીની કીમત 2.5 લાખ રૂપિયા હતી. એવાજ પાંચ ફળોના વિષયમાં આજે અમે તમને બતાવાવા જઈ રહ્યા છીએ..

કાશ્મીરની આ ચેરી દુબઈની છે શાન, જાણે કેમ છે ખાસ

ગૌતમ બુદ્ધ નાશપતિ
ગૌતમ બુદ્ધ નાશપતિ

ગૌતમ બુદ્ધ નાશપતિ

ભગવાન ગૌતમ બુદ્ધ જેને વિશ્વને અહિંસાનો સંદેશ આપ્યો, તે જ ગૌતમ બુદ્ધના નામથી ચીનનો એક ફળનો નામ છે. અને તે ફળ આમારા ત્યાં નાશપતિના નામથી ઓળખાએ છે. બુદ્ધા નાશપતિ ફળની વાત કરીએ તો તેની શેપ ભગવાન બુદ્ધનો ધ્યાન લગી મુદ્રામં છે. તે ફળને ઉગાડવાનો સૌથી પહેલો આઈડિયા ચીનના એક ખેડૂતને આવ્યો હતો અને તેને તે ફળને પોતાના ખેતરમાં ઉગાડયું હતું. એક નાશપતિની કિંમત 700 રૂપિયા છે અને બુદ્ધ શેપ હોવાના કારણે કેટલીક વખત લોકો તેની મો માગી કિંમત પણ આપે છે.

રુબી રોન દ્રાક્ષ
રુબી રોન દ્રાક્ષ

રુબી રોન દ્રાક્ષ

રુબી રોન દ્રાક્ષને તેની સાઈઝ અને ટેસ્ટને ધ્યાનમાં રાખીને લક્ઝરી ફ્રૂટ તરીકે ગણવામાં આવે છે. આ જાપાની દ્રાક્ષ પિંગપોંગ બોલ્સ જેટલી મોટી હોય છે પણ તેનો સાઇઝ અને ટેક્સર બીજા દ્રાક્ષ કરતા જ હોય છે. આ જાપાની દ્રાક્ષની વાત કરીએ તો તેનો સ્વાદ ઘણે મીઠો હોય છે. ખબર મુજબ તે દ્રાક્ષને જાપાનની ઈશિકાવા પ્રી ફ્રેક્ચરલે તૈયાર કરી છે અને કેટલાક વર્ષો પહેલા જ ઑક્શનમાં 24 દ્રાક્ષને 8 લાખ 17 હજાર રૂપિયામાં વેચવામાં આવ્યા હતા.

સેકાઈ ઈચી

સેકાઈ ઈચીને દુનિયાના સૌથી મોંઘા અને સૌથી પૌષ્ટિક સફરજનોમાં સામેલ કરવામાં આવે છે. વર્ષ 1974માં જાપાનના માર્કેટમાં આ સફરજન સૌથી પહેલા જોવા મળ્યા હતા, સેકાઈ ઈચી એટલે કે જાપાની ભાષામાં દુનિયાનો સર્વશ્રેષ્ઠ સફરજન.આ સફરજન ઉગાડનારા ખેડૂતો તેને મધથી ધોવે છે અને તેના માટે હેન્ડ પૉલિનેશનનો ઉપયોગ કરે છે.આ સફરજનની કિંમત 1600 રૂપિયા છે.

સક્વેર તરબૂચ
સક્વેર તરબૂચ

સક્વેર તરબૂચ

ક્યૂબ અને સ્ક્વેર શેપના આ તડબુચને દુનિયાના સૌથી મોંઘા તડબુચોમાં સામેલ કરવામાં આવ્યું છે. જાપાનમાં આ તડબુચોને સ્ક્વેયર વુડ બૉક્સમાં ઉગાવવામાં આવે છે. જેના કારણે તડબુચનો આવો શેપ થઈ જાય છે. તડબુચનો ખાસ શેપ અને ટેસ્ટના કારણે તે ખુબ મોંઘા છે અને 5 કિલો ક્યૂબ તડબુચની કિંમત લગભગ 60 હજાર રૂપિયાની આસપાસ છે.

સેંબિકિયા સ્ટ્રોબેરી

સેંબિકિયા સ્ટ્રોબેરી ને દુનિયાની સૌથી મોંઘી સ્ટ્રોબેરના રૂપમાં ગણવામાં આવે છે.આનો તે નામ ટોક્યોની એક ફ્રૂટ શોપ પર રાખવામાં આવ્યું હતું. વર્ષ 1834માં બનેલી સેંબિકિયા શોપ જાપાનની સૌથી વધુ જૂની ફ્રૂટ શોપમાં સામેલ છે. આ સ્ટ્રોબેરી ખાલી જાપાનમાં જ મળે છે. થોડાક સમય પહેલા તેની 12 સ્ટ્રોબેરી ને 6 હજાર રૂપિયામાં વેંચવામાં આવ્યુ હતુ.

 

Related Topics

Fruits Ecpensive Japan World China

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More