જો તમે ખેતીમાં રસ ધરાવતા હોવ અને તેનાથી સારો નફો રળવા ઇચ્છતા હોલ, તો અમે તમને એક એવો આઇડિયા આપવા જઈ રહ્યા છીએ કે જેના મારફતે તમે ઓછા ખર્ચે લાખો રૂપિયાની કમાણી કરી શકશો. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ લેમન ગ્રાસની ખેતી વિશે. તેનો બિઝનેસ કરવા માટે તેની ખેતીને લગતી થોડી માહિતી હોવી જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ લેમન ગ્રાસની ખેતીને સતત ઉત્તેજન આપવામાં રસ લેવામાં આવે છે.
શું છે લેમન ગ્રાસની ખેતી ?
લેમન ગ્રાસ એક એવો ઔષધીય છોડ છે કે જેનો ઉપયોગ મેડિસીન, કૉસ્મેટિક અને ડિટર્જંટમાં કરવામાં આવે છે. વર્તમાન સમયમાં લેમન ગ્રાસની ખેતી કરીને સારી કમાણીનું સાધન કહી શકાય છે. અમે તમને લેમન ગ્રાસની ખેતી વિશે માહિતી આપી રહ્યા છીએ. સૌથી ખાસ વાત એ છે કે તેની ખેતીમાં ખાતરની જરૂર પડતી નથી તેમ જ જંગલી જાનવર પણ તેને નુકસાન કરી શકતા નથી.
કયો છે લેમન ગ્રાસની ખેતીનો સમય ?
લેમન ગ્રાસની ખેતી કરવાનો સૌથી સારો સમય ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચેનો હોય છે. જો તમે એક વખત લેમન ગ્રાસને લગાડો છો, તો ઓછામાં ઓછા 6થી 7 વખત કાપણી કરી શકો છો. આ માટે આશરે 3થી 5 મહિના અગાઉથી કાપણી કરી શકાય છે.
લેમન ગ્રાસની કિંમત કેટલી ?
લેમન ગ્રાસનો ઉપયોગ તેલ કાઢવામાં થાય છે. લેમન ગ્રાસની ખાસ વાત એ છે કે આ ગ્રાસના એક લીટર તેલની કિંમત રૂપિયા 1000થી 1500 સુધી હોય છે.
લેસમ ગ્રાસ ક્યારે તૈયાર થાય છે ?
જો તમે લેમન ગ્રાસ તૈયાર થયુ છે કે નહીં તે જાણવા માંગતા હોવ, તો તમારે તેને તોડીને સૂંઘવું જોઇએ. જો તેને સૂંઘવાથી લિંબુ જેવી તેજ સુગંઘ આવે છે, તો તમજી જવું કે તમારાં લેમન ગ્રાસની ખેતી તૈયાર થઈ ગઈ છે.
લેમન ગ્રાસની કાપણી
તેની કાપણી જમીનથી આશરે 5થી 8 ઇંચ ઉપરથી કરવી જોઇએ, જ્યારે બીજી બાજુ કાપણીમાં કટ્ટાદીઠ 1.5થી 2 લીટર તેલ નિકળે છે. તેની ઉત્પાદન ક્ષમતા ત્રણ વર્ષ સુધી વધે છે.
લેમન ગ્રાસની ખેતીમાં કેટલો ખર્ચ ?
જો તમે લેમન ગ્રાસની ખેતી કરવા ઇચ્છો છો, તો આશરે રૂપિયા 30થી 40 હજાર સુધી ખર્ચ આવી શકે છે. આ સાથે તેનું વાવેતર પણ મેંથાની માફક જ થાય છે.
લેમન ગ્રાસ કારોબારથી કમાણી કેટલી ?
તેની ખેતીના કારોબારથી એક વર્ષે આશરે 1 લાખથી રૂપિયા 1.50 લાખ સુધી કમાણી કરી શકાય છે. આ રીતે ખર્ચમાં કાપ મૂક્યા બાદ આશરે 70 હજારથી 1.20 લાખ રૂપિયા સુધી સારો નફો મળી શકે છે.
Share your comments