Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેતીની ઉત્તમ પદ્ધતિ સાથે મૂળાનું ઉત્પાદન કેવી રીતે કરશો ? તે જાણો

ક્રૂસીફેરી પરિવાર સાથે જોડાયેલ મૂળાની પ્રજાતિ મૂળ ધરાવતી શાકભાજી છેકે જે ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને લાભદાયક હોય છે. મૂળામાં વિટામીન, કૉપર, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને રાઇબોફ્લેવિન જેવા તત્વ મુખ્યત્વે જોવા મળે છે. આ એક સદાબહાર શાકભાજી છે કે જે દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ બને છે. યૂપી, બંગાળ, બિહાર, પંજાબ અને કર્ણાટકમાં મૂળાની ખેતી વિશેષ રીતે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ મૂળાની ઉન્નત ખેતી કરવાની પદ્ધતિ.

KJ Staff
KJ Staff
Radish Cultivation
Radish Cultivation

ક્રૂસીફેરી પરિવાર સાથે જોડાયેલ મૂળાની પ્રજાતિ મૂળ ધરાવતી શાકભાજી છેકે જે ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને લાભદાયક હોય છે. મૂળામાં વિટામીન, કૉપર, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને રાઇબોફ્લેવિન જેવા તત્વ મુખ્યત્વે જોવા મળે છે. આ એક સદાબહાર શાકભાજી છે કે જે દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ બને છે. યૂપી, બંગાળ, બિહાર, પંજાબ અને કર્ણાટકમાં મૂળાની ખેતી વિશેષ રીતે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ મૂળાની ઉન્નત ખેતી કરવાની પદ્ધતિ.

મૂળાની ખેતી માટે ઉપયુક્ત માટી (Soil for radish cultivation)

મૂળાની ખેતી માટે 5.5થી 6.8 પીએચ પ્રમાણની રેતાળ દોમટ અને ભુરભુર માટી સૌથી યોગ્ય માનવામાં આવે છે. મૂળાની ખેતી ભારે અને ઠોસ માટીમાં કરવી જોઇએ નહીં.

મૂળાની મુખ્ય જાતો આ પ્રકારે છે (Major varieties of Radish)

જાપાની વ્હાઇટ મૂળા- આ જાત જાપાન સાથે સંકળાયેલી છે કે જેને ભારતના મેદાની વિસ્તારોમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઉગાડવામાં આવે છે. તેના મૂળ સફેદ અને વેલ આકારના હોય છે. આ જાત પ્રતિએકર જમીનમાં આશરે 160 ક્વિંટલ ઉત્પાદન આપે છે.

પૂસા ચેતકી- પંજાબ રાજ્ય માટે સંશોધિત આ જાત એપ્રિલ અને ઑગસ્ટ મહિનામાં ઉગાડવામાં આવે છે. મધ્યમ લાંબા આકારના આ મૂળ જોવામાં સફેદ અને ભીના મૂળ ધરાવે છે. પ્રતિ એકર જમીનમાં તેની 105 ક્વિંટલ ઉત્પાદન મેળવી શકાય છે.

પૂસા હિમાની- 60થી 65 દિવસમાં તૈયાર થતી આ જાત જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વાવેતર કરવામાં આવે છે. આ જાતથી પ્રતિ એકર જમીનમાં 160 ક્વિંટલનુ ઉત્પાદન મેળવી શકાય છે. આ જાત જોવામાં આમ તો સફેદ હોય છે, પણ શિખર પર તે લીલો રંગ ધરાવે છે.

પૂસા દેશી- 50થી 55 દિવસમાં તૈયાર થતી મૂળાની આ જાત ઉત્તર મેદાની ક્ષેત્રોમાં અનુકૂળ છે. તે જોવામાં સફેદ રંગ ધરાવે છે.

પૂસા રેશી- આ મૂળની અગેતી જાતો છે કે જે 50થી 60 દિવસમાં તૈયાર થઈ જાય છે.

અર્કા નિશાંત- 50થી 55 દિવસમાં તૈયાર થતી મૂળાની આ જાત જોવામાં ગુલાબી અને લાંબી હોય છે.

રૅપિડ રેડ વ્હાઇટ- આ મૂળા ફક્ત 25થી 30 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ મૂળાની યૂરોપિયન જાત છે કે જેના મૂળ નાના અને લાલ રંગના હોય છે, પણ અંદર સફેદ રહે છે.

મૂળાની ખેતી માટે ખેતર કેવી રીતે તૈયાર કરશો (Preparation of field for radish cultivation)

ખેતરની બેથી ત્રણ વખત સારી રીતે ખેડાણ કરી માટીને ઝીણી કરી લો. તેમાં આશરે 5થી 10 ટન પ્રતિ એકર હિસાબથી છાણિયું ખાતર નાંખવું જોઇએ.

મૂળાના વાવેતરની પદ્ધતિ (Method of sowing radish)

 મૂળા માટે લાઇનનું અંતર 45 સેંટીમીટર અને છોડથી છોડનું અંતર 7.5 સેંટીમીટર રાખવું જોઇએ. જ્યારે બીજનું 1.5 સેંટીમીટરની ઉંડાઈ પર વાવેતર કરવું જોઇએ. મૂળાના બિયારણનું વાવેતર છંટકાવ વિધિથી કરી શકાય છે. પ્રતિ એકર હિસાબથી મૂળામા 4થી 5 કિલો બીજ લેવા જોઇએ. સારા ઉત્પાદન માટે મૂળાનું વાવેતર યોગ્ય ક્યારીઓ કરીને કરવું જોઇએ.

મૂળાની ખેતી માટે ખાતર અને પોષક તત્વો (Compost and fertilizer for radish cultivation)

 છાણિયા ખાતર ઉપરાંત પ્રતિ એકર નાઇટ્રોજન 25 કિલો અને ફૉસ્ફરસ 12 કિલો લેવું જોઇએ. તે માટે ખેતરમાં 55 કિલો યૂરિયા અને 75 કિલો સિંગલ સુપર ફૉસ્ફેટ નાંખવું જોઇએ.

મૂળાની ખેતી માટે સિંચાઈ (Irrigation for radish cultivation)

પહેલી સિંચાઈ બિયારણ બાદ કરો. ગરમીના દિવસોમાં 6થી 7 દિવસના અંતરે સિંચાઈ કરવી, જ્યારે ઠંડીમાં 10થી 12 દિવસના અંતરે સિંચાઈ કરવી જોઇએ. મૂળાના પાકમાં વધારે સિંચાઈ કરવાથી બચવું જોઇએ, કારણ કે તેનાથી મૂળાના મૂળ પર ઝીણા રેસા વધારે થઈ જાય છે.

મૂળાની લણણી (Harvesting of radish)

પ્રજાતિ પ્રમાણે મૂળા 25થી 60 દિવસમાં તૈયાર થઈ જાય છે. હાથ વડે મૂળા ઉખાડી મૂળને ધોવા જોઇએ અને બાદમાં બજારમાં મોકલવા જોઇએ.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More