લાલ મરચા, લીલા મરચા, પીળા મરચા, કાળા મરચા, શિમલા મરચા જેવા અનેક પ્રકારના મરચાના પ્રકાર બજારમાં આવી ચુક્યા છે. દરેક મરચાના સ્વાદ અને વિશેષતા અલગ-અલગ રહેલી હોય છે.
લાલ મરચા, લીલા મરચા, પીળા મરચા, કાળા મરચા, શિમલા મરચા જેવા અનેક પ્રકારના મરચાના પ્રકાર બજારમાં આવી ચુક્યા છે. દરેક મરચાના સ્વાદ અને વિશેષતા અલગ-અલગ રહેલી હોય છે. દરેક મરચા વિવિધ વ્યંજનોનો સ્વાદ વધારે છે. આ લેખમાં આપણે કેટલાક હાઈબ્રિડ પ્રકારના મરચા વિશે વિશેષ માહિતી મેળવશું.
હાઈબ્રિડ મરચાની જાત
હાઈબ્રિડ મરચાનું વર્ગીકરણ મસાલા વાળી જાત, અથાણા વાળી જાત, શાકભાજી વાળી મરચાની જાત વગેરે સ્વરૂપમાં કરવામાં આવે છે.
મસાલાવાળી જાતો
આ મરચાનો ઉપયોગ મસાલા તૈયાર કરવા માટે થાય છે. બજારમાં આ મરચાની માંગ વધારે રહે છે. આ મરચામાં મુખ્યત્વે નીચે પ્રમાણેની જાતનો સમાવેશ થાય છે.
- પૂસા જ્વાલા,
- પંત સી-1
- એનપી-46એ,
- જહવાર મરચા-148,
- કલ્યાણપુર ચમન,
- ભાગ્ય લક્ષ્મી,
- આર્કો લોહિત,
- પંજાબ લાલ,
- આંધ્રા જ્યોતિ
- જહવાર મરચા-283
અથાણા માટેની જાતો
આ મરચાનો ઉપયોગ અથાણા તૈયાર કરવા માટે થાય છે, જેમાં મુખ્યત્વે નીચે પ્રમાણેની જાતનો સમાવેશ થાય છે.
- કેલિફોર્નિયા વંડર,
- ચાયનીઝ જાયંટ,
- યેલ્લો વંડર,
- હાઈબ્રિડ ભારત,
- અર્કો મોહિની
- અર્કા ગૌરવ,
- અર્કા મેઘના,
- અર્કા વસંત,
- સિટી,
- કાશી અર્લી,
- તેજસ્વિની,
- અર્કા હરિત અને
- પૂસા સદાબહાર (એલજી-1)
શાકભાજીના મરચા
આ મરચાનો ઉપયોગ મુખ્યત્વેઃ શાકભાજી તૈયાર કરવામાં થાય છે, તેના પ્રકાર નીચે પ્રમાણે છેઃ
- અર્કા મોહિની,
- અર્કા વસંત,
- આર્કો ગૌરવ
- ઈન્દિરા
વિશેષ હાઈબ્રિડ મરચાં
હાઈબ્રિડ મરચા વિશે કેટલીક વિશેષ જાણકારી આ પ્રકારે છે
પુસા જ્વાલ
સામાન્ય રીતેઃ તેનાથી સૂકા મરચા પ્રાપ્ત કરવામાં આવે છે. તેના છોડ મધ્યમ તીક્ષ્ણતાવાળા સામાન્ય લીલા ફળ ધરાવે છે, 9થી 10 સેન્ટીમીટર લાંબા હોય છે. સામાન્ય રીતે તે પાક્યાં બાદ લાલ રંગમાં તબદિલ થઈ જાય છે. તેનો ઉપયોગ સૂકા મરચા સ્વરૂપમાં કરવામાં આવે છે.
Share your comments