ઘઉંના પાકની વાવણી કરતા પહેલા જમીનની તૈયારી તેનો મુખ્ય પરિબળ હોય છે. ઘઉંની વધુ ઉપજ મેળવવા માટે ખેડૂતો જમીનની તૈયારી કરતી વખતે હેક્ટરે 10 થી 15 ટન છાંણીયું ખાતર જમીનમાં ભેળવું જોઈએ. વાવણી વખતે હેક્ટેર 30 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફોરસ આપવાથી તથા 60 કિલો નાઈટ્રોજન વાવણી પછી 20 થી 25 દિવસે અંતરે પાણી સાથે આપવાથી તેમજ 35 થી 40 દિવસે 30 કિલો નાઇટ્રોજન પૂર્તી ખાતર તરીકે આપવાથી પાકની ઉપજમાં વધારો થાય છે. જમીનમાં પોટાશ અને સૂક્ષ્મ તત્વોની ઊણપ જણાય તો જમીન ચકાસણીના અહેવાલ મુજબ ખાતર આપવું. જૂનાગઢ ખાતેના સંશોધનના પરિણામોના આધારે તારણ કાઢેલ છે કે. મધ્યમ કાળી પોટાશ મગફલી અને ઘઉં પાક પદ્ધતિમાં ધઉંના પાકને હેક્ટર 60 કિલો પોટાશ 30 દિવસના અંતરે આપવાથી વધુ ઉત્પાદન મળે છે.
જમીનમાં લોહ અને જસતનું પ્રમાણ ખામીયુક્ત અથવા મધ્યમ હોય તો 15 કિલો ફેરસ સલ્ફેટ અને 8 કિલો ઝીંક સલ્ફેટ પાયાના ખાતર તરીકે વાવણી વખતે દર વર્ષે જમીનમાં આપવું. સરદાર કૃષિનગર ખાતે લેવામાં આવેલ અખતરાના પરિણામો પરથી જણાયેલ છે કે એઝેટોબેક્ટર અને ફોસ્ફોબેકટેરીયમ ક્લચરના 15 પેકેટ (200 ગ્રામ) ઘઉંના (120 કિલો) બીજને પટ આપીને વાવેતર કરવાથી 25 ટકા નાઈટ્રોજન અને 50 ટકા ફોસ્ફરસ યુક્ત ખાતરની બચત કરી શકાય છે.
ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘઉંનું વાવેતર
ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘઉંનું વાવેતર કરતી વખતે જમીનમાં ભલામણ કરેલ ખાતરની સાથે ઝીંક સલ્ફેટ 20 કિલો પ્રતિ હેકટરે પાયામાં આપવું તેમજ ડૂંડી નીકળવાનો અને દૂધિયા દાણા અવસ્થાને 0.5 ટકા પ્રમાણે છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને મહત્તમ ફાયદો થાય છે.
આ પણ વાંચો:ગુજરાતના હવામાન મુજબ શ્રેષ્ઠ છે ઘઉંની આ જાત, ખેડૂતો કરશે વાવેતર તો મળશે અઢળક ઉત્પાદન
સંકલિક પોષણ વ્યવસ્થા અન્વયે રાસાયણિક ખાતરના બચાવ સબબ 50 ટકા નાઈટ્રોજન છાંણિયા ખાતર અને એરંડીના ખોળ દ્વારા આપવો જોઈએ. સૂકા અઝોલા (4 ટકા નાઈટ્રોજન) પાયાના ખાતર તરીકે આપવાથી 50 ટકા નાઈટ્રોજનની બચત કરી શકાય છે. જે ખોળ કરતાં પણ સસ્તો પડે છે.
લીંબોળીના તેલનો પટ આપવાનું ફાયદા
નાઈટ્રોજન ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે યુરીયા ખાતરને માટી (5:1) સાથે મિશ્રણ કરીને આપવું અથવા તેલનો લીબોંળીના તેલનો પટ આપવાથી પણ યુરીયાની કાર્યક્ષમતા વધારો કરી શકાય છે. બિન પિચત ઘઉં વાવેતર વિસ્તારમાં હેકટરે 20 કિલો નાઈટ્રોજન વાવણી સમય જમીનમાં ઓરીને આપવો જોઈએ. ક્ષરિયા તથા ભાસ્મિક જમીનની નિતારશક્તિ વધારવા માટે દર વર્ષે ચોમાસામાં હેકટરે એક ટન જીપ્સમ પણ ઉમેરવું જોઈએ.
Share your comments