રાજકોટમાં 700 ગુણીનાં વેપાર હતા. ભાવ ટીજે 37માં રૂ.1130 થી 1240, 24 નં. રોહીણીમાં રૂ.1120થી 1230, 39 નં.માં રૂ.1120થી 1200. જી-20માં રૂ.1250થી 1375, 66 નંબરમાં રૂ.1080થી 1250નાં ભાવ હતાં. ઉનાળુનાં ભાવ રૂ.1130થી 1240નાં ભાવ હતાં. ગોંડલમાં માર્કેટ યાર્ડની વાત કરીએ તો ત્યાં મગફળીમાં ભાવ 3500થી 4000 ગુણીની આવક હતી અને ભાવ જી- 20માં રૂ.1200થી 1350નાં હતાં. જ્યારે 39માં રૂ.1000થી 1150નાં હતાં.
વરસાદ ખેંચાયો હોવાથી હાલ સીંગદાણામાં ઘરાકી નથી અને સીંગખોળ ઘટ્યો હોવાથી તમામ સેન્ટરમાં સરેરાશ બજારો નરમ રહ્યાં છે. મગફળીનાં ભાવ આગામી દિવસોમાં હજી પણ મણે રૂ.10થી 20 ઘટે તેવી ધારણાં છે. ગોંડલમાં ગત શનિવારની તુલનાએ આજે હરાજી થત્તા ભાવમાં મણે રૂ.20થી 25 નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી કેટલા નીચા રહેશે તેનો આધાર સીંગખોળનાં ઘટાડા ઉપર પણ રહેલો છે. ખોળનાં ભાવ રૂ35-38 હજારથી સીધા વધીને રૂ.55,000 થયા બાદ હવે રૂ.45,000 પર આવ્યાં છે. આ દરમિયાન મગફળીનાં ભાવ પણ મણે રૂ.50થી 75 વધ્યાં હતાં, જે હવે ફરી નીચા આવે તેવી સંભાવનાં છે.
રાજકોટમાં ભાવ (Rate in Rajkot)
રાજકોટમાં 700 ગુણીનાં વેપાર હતા. ભાવ ટીજે 37માં રૂ.1130 થી 1240, 24 નં. રોહીણીમાં રૂ.1120થી 1230, 39 નં.માં રૂ.1120થી 1200. જી-20માં રૂ.1250થી 1375, 66 નંબરમાં રૂ.1080થી 1250નાં ભાવ હતાં. ઉનાળુનાં ભાવ રૂ.1130થી 1240નાં ભાવ હતાં. ગોંડલમાં માર્કેટ યાર્ડની વાત કરીએ તો ત્યાં મગફળીમાં ભાવ 3500થી 4000 ગુણીની આવક હતી અને ભાવ જી- 20માં રૂ.1200થી 1350નાં હતાં. જ્યારે 39માં રૂ.1000થી 1150નાં હતાં.
ત્યાં ઉનાળુનાં ભાવ રૂ.1150થી 1300નાં હતાં.મગફળીની ડીસામાં આજે 370 ગુણીની આવક હતી અને ભાવ રૂ.1040થી 1231 હતાં. મગફળીનાં પાકમાં હવે લેડી બર્ગ સહિતનાં રોજ-જીવાતો પણ આવવા લાગ્યાં છે. વરસાદનાં અભાવે મગફળીમાં કેટલાક ખેતરોમાં પાન ખાતી ઈયળો પણ આવી છે. જો આગામી એકાદ સપ્તાહમાં વરસાદ નહીં આવે તો ચીત્ર વધારે વરવું સાબિત થાય તેવી ધારણાં છે અને ઉતારા ઉપર અસર થવાની ભીતિ છે. હાલ વેધર એનાલિસ્ટો 18 ઓગસ્ટ આસપાસ વરસાદની આગાહી કરી રહ્યાં છે, પરંતુ એ દરમિયાન કેવો વરસાદ આવે છે તેનાં ઉપર પણ સૌની નજર છે. સારો વરસાદ આવશેતો પાકને ફાયદો થઈ શકે છે.
સોયાબીન (soybean)
સોયાબીન વાયદામાં તેજીના દિવસો પૂરા થઈ ગયા છે. સોયાબીન વાયદો તાજેતરમાં વધીને રૂ.10,000ની ઊંચી સપાટીને પાર કર્યાં બાદ હવે સરકારે 15 લાખ ટન સોયાખોળની આયાત છૂટ આપતા અને વાયદામાં સટ્ટો ખેલાયો છે. જે સરકારની નજરમાં આવતા હવે વાયદામાં વેચવાલીનો દોર ચાલુ થયો છે. બજારમાં પોલ્ટ્રી સેકટરવાળા સોયાબીન વાયદો ઘટીને રૂ.6000 થવાની ચર્ચા અત્યારથી કરવા લાગ્યા છે.
સોયાબીન ઓગસ્ટ વાયદો મંગળવારે રૂ.284 ઘટીને રૂ.9000 સુધી પહોંચ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર વાયદામાં મંદીની સર્કિટ લાગીને ભાવ રૂ.468નાં ઘટાડા સાથે રૂ.8104 હતાં. જ્યારે નવી સિઝનનો નવેમ્બર વાયદો આજે ઈન્ટ્રાડે ઘટીને રૂ.5800 સુધી પહોંચ્યો હતો. જોકે છેલ્લે રૂ.5987 આસપાસ પહોંચ્યો હતો. સોયાબીન સાથે સંકળાયેલા ટ્રેડરો કહે છે સોયાખોળની આયાત પડતર જોત્તા સોયાબીનનાં ભાવ દિવાળી પહેલા જ રૂ.6000નાં આસપાસ આવી જાય તેવી સંભાવના છે.
સોયાબીનમાં તેજીને પગલે સોયાખોળનાં ભાવ પણ એક લાખ પ્રતિ ટનની નજીક પહોંચ્યાં હતાં, જેમાં પણ હવે ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. સોયાખાળનાં ભાવ કંડલા ખાતે આજે એક જ દિવસમાં ટને રૂ.11,000 ઘટીને રૂ.80,500ની નીચી સપાટી પરપહોંચ્યોં છે.
Share your comments