Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જાણો કેવુ છે કેવુ છે ? મગફળી કપાસ અને ડુગળીનું બજાર

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો.ન્યુયોર્ક રૂ વાયદો સુધરતાં અને વાવેતર ઘટાડા સાથે મધ્યપ્રદેશમહારાષ્ટ્રમાં કપાસના ઊભા પાકને ભારે વરસાદથી નુકશાની થયાના સમાચારે પંજાબ-હરિયાણામાં ખુલતામાં જ કપાસમાં મણે રૂા.૧૫ થી ૨૦ સુધર્યા હતા.ડુંગળીમાં પાંખી લેવાલીને પગલે ઓછી આવકો છત્તા ભાવમાં નરમાઈનો માહોલ

Sukhadev Thakor
Sukhadev Thakor
મગફળી
મગફળી

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો.ન્યુયોર્ક રૂ વાયદો સુધરતાં અને વાવેતર ઘટાડા સાથે મધ્યપ્રદેશમહારાષ્ટ્રમાં કપાસના ઊભા પાકને ભારે વરસાદથી નુકશાની થયાના સમાચારે પંજાબ-હરિયાણામાં ખુલતામાં જ કપાસમાં મણે રૂા.૧૫ થી ૨૦ સુધર્યા હતા.ડુંગળીમાં પાંખી લેવાલીને પગલે ઓછી આવકો છત્તા ભાવમાં નરમાઈનો માહોલ ડુંગળીની બજારમાં પાંખી લેવાલીને પગલે ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળીરહી છે.

મગફળીનું બજાર

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં વરસાદની કમી હોવાથી મગફળીનાં ઊભાપાક ઉપર હવે ખતરો છે. જૂનાગઢ-કેશોદ પંથકનાં વેપારીઓ અને ખેડૂતો કહે છે કે મગફળીનાં પાકને હવે વરસાદની તાતી જરૂર છે. હાલ વરસાદનાં અભાવે અનેક ખેતરમાં સુકારાનો રોગ લાગુ પડી ગયો છે. જો હજી એકાદ સપ્તાહ વરસાદ નહીં આવે તો ઊભા પાકને અસર થાય તેવી સંભાવનાં છે.

મગફળીની વેચવાલી ઓછી હોવાથી ભાવસરેરાશ સ્ટેબલ છે

મગફળીની વેચવાલી ઓછી હોવાથી ભાવસરેરાશ સ્ટેબલ છે. નાફેડનાં પણ ઊંચા ભાવ હોવાથી પીઠાઓમાં ભાવ નીચા આવે તેવી સંભાવનાં ઓછી છે. સીંગદાણાનાં ભાવમાં આજે ટને રૂ.૫૦૦થી ૧૦૦૦નો સુધારો હતો, જેનો પણ ટેકો મળી રહ્યો છે.ગોંડલમાં ચાર હજાર ગુણીનાં વેપાર હતાં. જી-૨૦માં પિલાણમાં રૂ.૧૧૦૦થી ૧૩૭૦, ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦નાં ભાવ હતાં. ઉનાળુ મગફળીનાં ભાવ રૂ.૧૧૦૦થી ૧૩૦૦-૧૩૦૦નાં હતાં.રાજકોટમાં મગફળીની આજે હરાજી થઈ નહોંતી. ડીસામાં પણ માત્ર ૨૮૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૨૫થી ૧૨૧૫નાં હતા.

coton
coton

કપાસમાં સતત બીજે દિવસે મણે રૂા.૧૫ થી ૨૫નો ઉછાળો

ન્યુયોર્ક રૂ વાયદો સુધરતાં અને વાવેતર ઘટાડા સાથે મધ્યપ્રદેશમહારાષ્ટ્રમાં કપાસના ઊભા પાકને ભારે વરસાદથી નુકશાની થયાના સમાચારે પંજાબ-હરિયાણામાં ખુલતામાં જ કપાસમાં મણે રૂા.૧૫ થી ૨૦ સુધર્યા હતા. સીસીઆઇ દ્વારા છેલ્લા બે દિવસથી રૂના ભાવ ટકેલા રાખવામાં આવતાં હોઇ તેની અસરે કપાસમાં સુધારો મર્યાદિત હતો. વાવેતર ઘટાડો અને ઊભા પાકમાં નુકશાન થયાના સમાચારે કપાસમાં મણે રૂા.૩૫ થી ૪૦ વધવા જોઇએ પણ વધારે ઓછો થયો હતો. દેશાવરમાં એવરેજ કપાસમાં મણે રૂા.૧૦ થી ૨૦ વધ્યા હતા.

રૂ ના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે

દેશાવરમાં કપાસના ઊભા પાકમાં બગાડ અને વાવેતર ઘટાડાના સમાચારને પગલે કપાસમાં ખેડૂતો મક્કમ બન્યા હતા. રૂના ભાવ સતત વધી રહ્યા હોઇ જીનર્સોની ડીમાન્ડ હજુ ચાલુ હોઇ કપાસ ઊંચા ભાવે ખપી જાય છે. આજે સતત બીજે દિવસે કપાસના ભાવમાં મણે રૂા.૨૫ વધ્યા હતા. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ કપાસના ઊંચામાં વધીને રૂા.૧૫ થી ૨૫ વધીને રૂા.૧૭૩૫ થી ૧૭૫૦ બોલાતા હતા. ગામડે બેઠા પણ હવે ખેડૂતો આજે રૂા.૧૭૫૦ બોલવા લાગયા હતા. સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે રાજકોટ,અમરેલી અને સાવરકુંડલા કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક ૧૨૧૫ મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં રૂા.૧૭૮૯, અમરેલીમાં રૂા.૧૭૫૦ અને સાવરકુંડલામાં ઊંચામાં રૂા.૧૭૭૫ હતો.

ડુંગળી
ડુંગળી

ડુંગળીમાં પાંખી લેવાલીને પગલે ઓછી આવકો છત્તા ભાવમાં નરમાઈનો માહોલ

ડુંગળીની બજારમાં પાંખી લેવાલીને પગલે ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળીરહી છે. ગુજરાતમાં ડુંગળીનાં ભાવ સારી ક્વોલિટીમાં રૂ.૩૫૦થી ૪૦૦ વચ્ચે જ બોલાય રહ્યાં છે. નાશીકમાં બજારો ઘટ્યાં હોવાથી લોકલ બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા છે. જોકે કેટલાક વેપારીઓ કહેછે કે ડુંગળીમાં બહુ ઘટાડો થાય તેવા સંજોગો હાલ ઓછા છે, પંરતુ આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ ઉપર બજારનો આધાર રહેલો છે. મધ્યપ્રદેશમાં ડુંગળીનાં પાકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે નુકસાન થયું હોવાના પણ અહેવાલ મળી રહ્યાં છે, જો નુકસાન ખરેખર વધારે થયું હશે તો ત્યાંનો પાક કપાય જશે.

વિવિધ બજારોમાં ડુંગળીના ભાવ

ગોંડલમાં લાલ ડુંગળીની ૬૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૩૧થી ૩૪૬નાં ભાવ હતાં.જ્યારે સફેદ ડુંગળી ૧૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૦૧થી ૨૫૬નાં ભાવ હતાં. નાશીકમાં ડુંગળીનાં ભાવ રૂ.૭૦૦થી ૧૬૦૦ની વચ્ચે પ્રતિ ક્વિન્ટલ બોલાય રહ્યાં છે. આગામી દિવસોમાં ભાવ હજી થોડા નીચા આવે તેવી સંભાવનાં કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે, પરંતુ તેનો આધાર વરસાદ ઉપર વધારે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More