મૂળા એક એવો પાક છે કે જેના મારફતે ખેડૂતો ઓછા સમયમાં વધારે કમાણી કરી શકે છે. મૂળાનું સારું ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી જરૂરી છે. મૂળો એક એવી ખાદ્ય મૂળવાળી શાકભાજી છે કે જે જલ્દીથી ઉગી નિકળે છે અને સદાબહાર (એવરગ્રીન) પાક છે. મૂળામાં વિટામિન બી, કૅલ્શિયમ, કૉપર, મૅગ્નેશિયમ, રિબોફલેવિન, એસકૉર્બિક એસિડ, ફૉલિક એસિડ અને પોટેશિયમ મુખ્ય સ્રોતો છે. તેની ખેતી સમગ્ર ભારતમાં કરવામાં આવે છે. તે ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન આપનાર અને સલાડ માટે ઉત્તમ પાક છે. મૂળાનું સેવન લીવર અને કમળાના દર્દી માટે લાભદાયક છે.
મૂળાની ખેતી માટે જળવાયુ
મૂળા માટે ઠંડી જળવાયુ (આબોહવા) ઉપયોગી હોય છે. સારી વાત એ છે કે તેને વધારે તાપમાન ધરાવતા વિસ્તારોમાં પણ ઉગાડી શકાય છે. મૂળાની ખેતી માટે 10-15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સર્વોત્તમ ગણાય છે. વધુ તાપમાનની સ્થિતિમાં મૂળા સ્વાદમાં કડવા થઈ જાય છે.
મૂળાની પસંદગી
મૂળાનું વાવેતર મેદાની વિસ્તારોમાં સપ્ટેમ્બરથી જાન્યુઆરી મહિનાઓ દરમિયાન કરવામાં આવે છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ઑગસ્ટ સુધી તેનું વાવેતર કરવામાં આવે છે. મૂળાની ખેતી માટે તમામ પ્રકારની માટી/જમીન ઉપયુક્ત છે. જોકે સારા ઉત્પાદન માટે જીવાંશયુક્ત ઝીણી રેતીનું મિશ્રણ ધરાવતી માટી ખૂબ જ ઉપયોગી છે. તેના વાવેતર માટે માટીનો પી.એચ. માપદંડ 5.5થી 6.8 હોવો જોઇએ. ચિકણી અને ભારે માટીમાં તેના મૂળ યોગ્ય સ્થિતિમાં વિકસતાં નથી.
મૂળાની ઉન્નત જાતો
મૂળાની ઉન્નત જાતો આ પ્રકારે છે-
પૂસા ચેતકીઃ આ જાત એપ્રિલ-ઑગસ્ટમાં વાવેતર કરવા માટે અનુકૂળ છે. તે જલ્દી પાકનારી નરમ, બરફ જેવી સફેદ અને મધ્યમ લાંબી હોય છે. તેનું સરેરાશ ઉત્પાદન એકરદીઠ 105 ક્વિંટલ. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં વાવેતર માટે પૂસા ચેતકીનો ઉપયોગ કરવો જોઇએ.
પૂસા હિમાનીઃ આ જાતોનું વાવેતર જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવે છે. વાવેતર બાદ આ જાત 60-65 દિવસમાં લણણી માટે તૈયાર કરવાની હોય છે. તેનું સરેરાશ ઉત્પાદન હૅક્ટરદીઠ 160 ક્વિંટલ છે.
પૂસા રેશમીઃ આ અગેતી જાત ગણાય છે કે જે 50-60 દિવસમાં તૈયાર થઈ જાય છે.
પૂસા દેશીઃ આ જાતો ઉત્તરી મેદાનોમાં વાવેતર કરવા માટે અનુકૂળ છે. મૂળાની આ જાત 50-55 દિવસમાં તૈયાર થઈ જાય છે.
અર્કા નિશાંતઃ આ લાંબા અને ગુલાબી મૂળો વાળી જાતો કે જે વાવેતરના 50-55 દિવસ બાદ તૈયાર થઈ જાય છે.
જાપાનીઝ વ્હાઇટઃ આ જાતો નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વાવેતર માટે અનુકૂળ છે. આ જાતો પછેતી વાવેતર તરીકે માનવામાં આવે છે. તેનું સરેરાશ ઉત્પાદન એકરદીઠ 160 ક્વિંટલ રહે છે.
આ ઉપરાંત પંજાબ પસંદ, પંજાબ સફેદ મૂળા-2 પણ ઉન્નત જાતો છે
વાવેતર/રોપણીની પદ્ધતિ
વાવેતર કરતા પહેલા બીજને 2.5 ગ્રામ થીરમ અથવા 2 ગ્રામ કૅપ્ટન પ્રતિ કિલો બીજનું વિલંબથી ઉપચાર કરો. મૂળાનું વાવેતર કરતા પહેલા ખેતરનું 5-6 વખત ખેડાણ કર્યા બાદ ચોક્કસપણે પાટો ચલાવવો. મૂળાનું વાવેતર કરવા માટે ઊંડું ખેડાણ કરવું જરૂરી હોય છે કે જેથી તેના મૂળ સરળતાથી વિકસિત થઈ શકે. ખેતરની તૈયારીના સમયે સારું સડેલું છાણ ખાતર તરીકે ઉપયોગ કરો. આ ખાતર હૅક્ટરદીઠ 5-10 ટનના દરે અંતિમ ખેડાણ બાદ માટીમાં મિશ્રિત કરો. મૂળા માટે બીજ દર એકરદીઠ 4-5 કિલોની સ્થિતિમાં યોગ્ય રહે છે.
મૂળાનુ વાવેતર યોગ્ય ક્યારામાં સમતલ રીતે કરવામાં આવે છે. હરોળથી હરોળ વચ્ચે યોગ્ય અંતર રાખવું જોઇએ. લાઇનથી લાઇનનું અંતર 45થી 50 સેંટીમીટર હોવું જોઇએ. છોડથી છોડનું અંતર 5-8 સેમી પર અને વાવેતર 3થી 4 સેંટીમીટર ઊંડાઈએ વાવેતર કરવું જોઇએ.
છોડ સંરક્ષણ
મૂળાના પાકમાં કેટલાક જંતુઓ/કીટકો અને રોગોનો પ્રકોપ જોવા મળે છે. તની સમયસર ઓળખ કરી ઉકેલ લાવવો જરૂરી છે કે જેથી પાકને નુકસાન ન થાય.
એફિડ/માખીઃ તે સફેદ રંગના નાના-નાના કીટક સ્વરૂપમાં હોય છે. જે પાંદડાનો રસ ચૂસી જાય છે. તેને લીધે પાક નબળો પડી જાય છે. તેને લીધે ઉત્પાદન ઘટી જાય છે. એફિડના પ્રકોપથી બચવા માટે થાયોમૅથોક્સોમ 25 ડબ્લ્યૂજી 100 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8 ટકા પ્રતિ એકર 200 લીટર પાણી સાથે છંટકાવ કરવો.
રોયદાર ઈયળઃ આ કીટક પ્રકારની ઈયળ ભૂરા રંગની રોયદાર હોય છે કે જે પાંદડાને ખાય છે. કીટકના ઇલાજો માટે ઇમામૅક્ટિન બેંજોએટ 5 ટકા એસજી@100 ગ્રામ+બિવેરિયા 250 ગ્રામ પ્રતિ એકર દરથી 200 લીટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવો.
અલ્ટરનેરિયા ઝુલસાઃ આ રોગ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બીજ ઉત્પાદન વાળા પાક પર વધારે લાગે છે. પાંદડા પર નાના ઘેરાવાદાર ઘેરા ડાઘા/ધબ્બા બની જાય છે. જો આ રીતે ધબ્બા દેખાય, તો નીચેના પાંદડા તોડીને સળગાવી દેવા અને પાંદડા તોડ્યા બાદ મૅંકોજેબ 75ટકા ડબ્લ્યૂપી 2.5 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવો.
ખાતર અને પોષક તત્વો
મૂળાનું સારું ઉત્પાદન મેળવવા માટે 150 ક્વિંટલ સડેલા સારા છાણનું ખાતર અંતિમ ખેડાણ સમયે માટીમાં મિશ્રિત કરવું જોઇએ. સાથે જ નાઇટ્રોજન 25 કિલો (યૂરિયા 55 કિલો), ફૉસ્ફરસ 12 કિલો (સિંગલ સુપર ફૉસ્ફેટ 75 કિલો) પ્રતિ એકર ઉપયોગ કરવો જોઇએ. નાઇટ્રોજનનું અડધુ પ્રમાણ ફૉસ્ફરસ અને પોટાશનું સંપૂર્ણ પ્રમાણ વાવેતર અગાઉ તથા નાઇટ્રોજન બે ભાગમાં વાવેતરના 15 અને 30 દિવસ બાદ આપવું જોઇએ.
સિંચાઈ વ્યવસ્થા
મૂળાના પાકમાં પહેલી સિંચાઈ ત્રણ-ચાર પાંદડાની અવસ્થામાં કરવી જોઇએ. ઠંડીમાં 10થી 15 દિવસના અંતરે તથા ગરમીમાં દર સપ્તાહે સિંચાઈ કરવી જોઇએ. સામાન્ય સિંચાઈ તથા વધારે પ્રમાણમાં સિંચાઈથી બચવું, કારણ કે વધારે સિંચાઈ કરવાથી માટી સખત થઈ જાય છે અને મૂળાના મૂળ-કંદ પણ બરાબર જામી શકતા નથી. ગરમીની સીઝનમાં કાપણી અગાઉ સામાન્ય સિંચાઈ જરૂરી છે કે જેથી મૂળાની તાજગી જળવાઈ રહે.
નિંદણ સંચાલન અને અંતરશ્સ્યન પ્રક્રિયા
મૂળાના સારા ઉત્પાદન માટે ખેતરમાં નિંદણ ન હોવું જોઇએ. હાથ વડે નિંદણનો નિકાલ કરવો, તે વધારે યોગ્ય રહેશે. જરૂર પડે, તો કૃષિ ઓજારથી પણ નિંદણને દૂર કરી શકાય છે, જોકે ધ્યાન રહે કે મૂળને કોઈ જ નુકસાન ન પહોંચે. મૂળાના મૂળમાં નિંદણના નિયંત્રણ માટે સંપૂર્ણ પાકમાં 2થી 3 નિંદામણની જરૂર હોય છે. રાસાયણિક વિધિથી નિંદણને નિયંત્રિત કરવા માટે વાવેતરના તરત બાદ 2થી 3 દિવસમાં 1.3 લીટર પેંડામેથલીન 30 ટકા ઈસી@200 લીટર પાણી સાથે મિશ્રણ પ્રતિ એકર પ્રમાણે છંટકાવ કરવો જોઇએ.
મૂળાની ખેતીમાં નિંદણ બાદ મૂળમાં માટી ચડાવી દેવી જોઇએ. મૂળાના જામી ગયેલા મૂળ ક્યારીઓમાં દેખાય, તો તેને માટીથી ઢાંકી દેવા જોઇએ. તડકાથી તેના મૂળ લીલા પડી જાય છે. તેને લીધે મૂળાનો સ્વાદ કડવો થઈ જાય છે.
Share your comments