ફળોના રાજા કેરીના અનેક લોકોમાં ખુબ લોકપ્રીય છે.તમે અલગ અલગ નામથી ઓળખાતી કેરીઓ ખાધી હશે,પરંતુ તમે જાણો છો એ કેરીઓના નામ કેવી રીતે પડયા. દરેક પ્રદેશમાં જુદી જુદી પ્રજાતીની કેરી થાય છે. સૌરાષ્ટ્રની કેસરથી લઈને મહારાષ્ટ્રની હાફુસ સુધી અને ઉત્તર પ્રદેશની લંગડોથી લઈને તોતાપુરી સુધી દરેક કેરીના નામ પાછળ એક રસપ્રદ કહાણી છે. કેરીના નામ સાથે રંગ, આકાર, વજનની પણ કહાણી છે. કેરીની આ સિઝનમાં જાણો જુદા જુદા નામની કહાણી.
કેસર
સૌરાષ્ટ્ર,કચ્છમાં થતી કેસર કેરીનું નામ રંગના કારણે પડ્યું છે. મુખ્યત્વે તાલાળા ગીરની આ કેરી ઉપરથી લીલી અને અંદરથી કેસરી હોવાના કારણે તેનું નામ કેસર પડ્યું છે. ગુજરાતમાં કેસર કેરીના ખાસ ચાહકો છે.કેસર કેરી એટલીતો પ્રખ્યાત છે કે દેશ વિદેશમાં પણ તેમના ચાહકો છે.
લંગડો
લંગડો કેરીની જાત 250 વર્ષ જૂની કેરી માનવામાં આવે છે. આ નામ પાછળ પણ રસપ્રદ કહાણી છે. 250 વર્ષ પહેલાં બનારસના શિવ મંદિરમાં એક લંગડા પુજારી હતા. એક દિવસ મંદિરમાં એક સાધુએ કેરીના બે છોડા રોપ્યા હતા. વર્ષો પછી જ્યારે તેના પર મોર આવ્યા તો પુજારીએ તે ભગવાન શિવને અર્પણ કરી. હકીકતે સાધુએ પુજારીને આદેશ આપ્યો હતો કે કેરી કોઈને આપવામાં ન આવે પરંતુ કાશીના રાજાએ સાધુ પાસેથી કેરી લઈ લીધી ધીમે ધીમે આ કેરીની પ્રજાતિ સમગ્ર બનારસમાં ફેલાઈ ગઈ અને કેરીનું નામ લંગડો પડી ગયું.
દશહરી
દશહરી કેરીનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. આ કેરીનું વાર્ષીક 20 લાખ ટન ઉત્પાદન થાય છે. કહેવાય છે કે દશહરી કેરીનું સૌથી પહેલું ઝાડ કાકોરી સ્ટેશન નજીક આવેલા દશહરી ગામમાં લગાડવામાં આવ્યું હતું. આ ગામના નામે જ કેરીનું નામ દશહરી પડી ગયું છે. દશહરી 200 વર્ષ જૂની છે અને તેને મધર ઑફ મેંગો ટ્રી કહેવામાં આવે છે.
આ પણ વાંચો:ડિફોલ્ટર ખેડૂતને નવી લોન કેવી રીતે મળશે?
હાથીઝૂલ
હાથીઝુલ કેરી તેમના નામ મુજબજ ખુબ વઝનદાર છે.કેરીના આકાર મુજબ તેની વાર્તા પણ એટલી જ દિલચસ્પ છે. સહારનપુરની હાથીઝુલ કેરી સૌથી વધુ વજનદાર કેરી હોય છે. આ કેરીનું એક નંગ 3.5 કીલો વજન હોય છે. એની થિકનેસ જોઈને એવું લાગે કે ઝાડ પર હાથી ઝુલી રહ્યો છે.
હાફુસ સૌથી મોંઘી
વિશ્વમાં સૌથી વધુ ભારતની કોઈ કેરી ઓળખાતી હોય તો તે રત્નાગીરી હાફુસ છે. આ કેરીને યૂરોપમાં અલફાન્સોના નામથી ઓળખાય છે અને સૌથી વધુ તેનો એક્સપોર્ટ યુએસએમાં થાય છે. લંગડા પછી સૌથી વધુ મીઠી કોઈ કેરી હોય તો તે હાફુસ છે.
રાજા પુરી
રાજાપુરી કેરી ઉપયોગ મોટેભાગે અથાણા બનાવામાં થાઇ છે.ફળની મોટી સાઇઝના કારણે તેને રાજાપુરી કરીકે ઓળખવામાં આવે છે.
કેરી ના અન્ય આવા નામ પણ
તમને જાણીને આશ્ચર્ય થશે કે વડાપ્રધાન મોદીના નામ પર પણ એક કેરીની જાત વિકસાવવામાં આવી છે. કેરીની સૌથી વધુ 300 જાત વિકસાવનારા લખનઉના ખેડૂતો કલીમુલ્લાહ સાહેબે 13 જાતના નામ જાતે રાખ્યા છે. તેમણે નરેન્દ્ર મોદી, અખિલેશ , સચિન, એશ્વર્યા, અનારકલી, નૈનતારાના નામે કેરીના નામ વિકસાવ્યા છે.
Share your comments