Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઇઝરાયલના નિષ્ણાતો ભારતીય ખેડૂતોને શીખવાડશે ખેતીની નવી પદ્ધતિ

ઇઝરાયલના કૃષિ નિષ્ણાતો ભારતના ખેડુતોને હાઇટેક ખેતીની યુક્તિઓ શીખાવશે ઇઝરાઇલી નિષ્ણાતો ભારત આવશે અને અહીંના જુદા જુદા ગામોમાં આધુનિક ટેકનીકની ખેતી કરવામાં મદદ કરશે.ઇઝરાઇલના આધુનિક ટેકનીક ખેતીમાં મોટું નામ છે. ત્યાં પરંપરાગત રીતે ઓછી ખેતી થાય છે, જ્યારે ભારતમાં જૂની પદ્ધતિથી ખેતકામ વધુ કરવામાં આવે છે.

ઇઝરાયલના કૃષિ નિષ્ણાતો ભારતના ખેડુતોને હાઇટેક ખેતીની યુક્તિઓ શીખાવશે ઇઝરાઇલી નિષ્ણાતો ભારત આવશે અને અહીંના જુદા જુદા ગામોમાં આધુનિક ટેકનીકની ખેતી કરવામાં મદદ કરશે.ઇઝરાઇલના આધુનિક ટેકનીક ખેતીમાં મોટું નામ છે. ત્યાં પરંપરાગત રીતે ઓછી ખેતી થાય છે, જ્યારે ભારતમાં જૂની પદ્ધતિથી ખેતકામ વધુ કરવામાં આવે છે. શરૂઆતમાં ઇઝરાઇલના નિષ્ણાંતો દેશના 75 ગામોમાં પોતાનો અભિપ્રાય આપશે તેમાંથી 30 ગામો હરિયાણાના હશે.

તાજેતરમાં ઇન્ડો-ઇઝરાઇલી વિલેજ ઓફ એક્સેલન્સ યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત ઇઝરાઇલી નિષ્ણાંતો દેશના જુદા જુદા જિલ્લાના ખેડુતો સાથે મળીને ખેતી વિશેની નવીનતમ માહિતી જણાવશે.આ માટે હરિયાણાના 30 ગામો ઉપરાંત કર્ણાટક અને મહારાષ્ટ્રના 10 ગામોની પસંદગી કરવામાં આવી છે. બાકીના જિલ્લાઓ ગુજરાત, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશના છે. આ વિચારનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવાનો છે. શરૂઆતમાં આ યોજના 75 ગામોના ગામડાઓમાં શરૂ કરવામાં આવી રહી છે અને મશીન આધારિત આધુનિક ખેતી પર કામ કરવામાં આવશે.

ઇન્ડો-ઇઝરાઇલ સેન્ટર ઓફ એક્સીલેંન્સ યોજના

હાલમાં ભારતમાં 29 ઇન્ડો-ઇઝરાયલી સેન્ટર ઓફ એક્સીલેંન્સ સ્કીમ્સ ચાલી રહી છે. આ ઉપરાંત અનેક વધુ યોજનાઓ પર તૈયારી ચાલી રહી છે. ભવિષ્યમાં આવી યોજનાઓની સંખ્યા 42 થઈ જશે.બિઝનેસ લાઇનના એક અહેવાલ મુજબ આવી યોજના હેતુ ભારતમાં વિવિધ પ્રકારની શાકભાજી અને ફળો ઉગાડવાનો છે.  શાકભાજી અને ફળોના વાવેતરમાં વધારો કરીને ખેડૂતોની આવક વધારવાની તૈયારી ચાલી રહી છે. હાલમાં ખેડુતો પરંપરાગત ખેતી કરે છે જેમાં મજૂરી અને ખર્ચ વધુ હોય છે.આનાથી નફા પર અસર પડે છે.જો ખેડુતો મશીનો અને આધુનિક પદ્ધતિઓથી ખેતીકામ કરશે તો ઉત્પાદન વધશે અને સાથો સાથ તેમની આવક પણ વધશે.

આ રાજ્યોના ગામોને આવરી લેવામાં આવશે

ઇઝરાઇલના નિષ્ણાંતો હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશના ખેડૂતોને શિક્ષા આપશે અને તેમને જણાવશે કે ઉત્પાદન વધારવા માટે ખેતીમાં કઈ પદ્ધતિ અપનાવવી જઈએ. આ માટે સિંચાઈ, પોષણ અને પાક વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તેમાં જૈવિક ખેતી પણ શામેલ છે. ભૂતકાળમાં આવી કેન્દ્રીય યોજના ઘણા ખેડુતોને ખેતીમાં મદદ કરી છે.  ઇઝરાઇલમાં હાઇટેક ટેકનોલોજીથી બાગાયતની અનેક જાતો તૈયાર કરવામાં આવે છે, જેનાથી હજારો ખેડૂતોને લાભ થયો છે.

ભારત સરકારની તૈયારી

પ્રથમ ઇન્ડો-ઇઝરાઇલ કૃષિ સહકાર પ્રોજેક્ટ વર્ષ 2008માં શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે-વર્ષની એક્શન પ્લાન પર કરાર થયો હતો. બાદમાં આ યોજના વર્ષ 2012-15 સુધી લંબાઈ હતી. આ યોજના હેઠળ ઇઝરાઇલ સરકારને આધુનિક ખેતીની ટેકનીકો સૂચવવામાં મદદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ અંતર્ગત ભારતના કૃષિ મંત્રાલયે રાષ્ટ્રીય બાગાયતી મિશન શરૂ કર્યું અને ઇઝરાઇલના વિદેશ મંત્રાલયે MASHAVની શરૂઆત કરી હતી. હવે આ બંને યોજનાઓ એક્સીલેંન્સ સેન્ટર તરીકે એક સાથે ચલાવવામાં આવી રહી છે.

ભારતને આ પ્રયાસથી ઘણી મદદ મળશે. કારણે કે, ઇઝરાયલના કૃષિ નિષ્ણાતો ભારતના ખેડુતોને હાઇટેક ખેતીની યુક્તિઓ શીખવશે. ઇઝરાઇલી નિષ્ણાતો ભારત આવશે અને અહીંના જુદા જુદા ગામોમાં આધુનિક ટેકનીકની ખેતી કરવામાં મદદ કરશે.ઇઝરાઇલનું આધુનિક ટેકનીક સાથે ખેતીમાં મોટું નામ છે. ત્યાં પરંપરાગત રીતે ઓછી ખેતી થાય છે, જ્યારે ભારતમાં જૂની ખેત પદ્ધતિથી વધુ કામ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં ઇઝરાઇલના નિષ્ણાંતો દેશના 75 ગામોમાં પોતાનો અભિપ્રાય આપશેતેમાંથી 30 ગામો હરિયાણાના હશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More