Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઉધાઈના પ્રકોપથી પાકને બચાવવા માટે સંકલિત કીટ નિયંત્રણ પદ્ધતિ

ખેતીવાડીમાં પાકનું વાવેતર કરવામાં આવે, ત્યારથી લઈ કાપણી સુધી ઉધાઈનું આક્રમણ જોવા મળે છે. ઉધાઈ છોડને મૂળમાંથી કાપી 20 થી 50 ટકા સુધી પાકને નુકસાન પહોંચાડે છે. આ સાથે જ આ કીટ ફળદાર અને ઉપયોગી છોડને પણ નુકસાન પહોંચાડે છે. જે ક્ષેત્રમાં ઉધાઈ વધારે નુકસાન પહોંચાડે છે, ત્યાં વિવિધ પ્રકારની પદ્ધતિ અપનાવીને કીટનું નિયંત્રણ કરવું ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ વિધિને સંકલિત કીટ નિયંત્રણ કહેવામાં આવે છે.

KJ Staff
KJ Staff
Integrated Pest Control
Integrated Pest Control

ખેતીવાડીમાં પાકનું વાવેતર કરવામાં આવે, ત્યારથી લઈ કાપણી સુધી ઉધાઈનું આક્રમણ જોવા મળે છે. ઉધાઈ છોડને મૂળમાંથી કાપી 20 થી 50 ટકા સુધી પાકને નુકસાન પહોંચાડે છે. આ સાથે જ આ કીટ ફળદાર અને ઉપયોગી છોડને પણ નુકસાન પહોંચાડે છે. જે ક્ષેત્રમાં ઉધાઈ વધારે નુકસાન પહોંચાડે છે, ત્યાં વિવિધ પ્રકારની પદ્ધતિ અપનાવીને કીટનું નિયંત્રણ કરવું ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ વિધિને સંકલિત કીટ નિયંત્રણ કહેવામાં આવે છે.

તો ચાલો જાણીએ ઉધાઈથી બચવા તથા નિયંત્રણના યોગ્ય ઉપાયો-

ખેતરોની સફાઈ કરીને

ઉધાઈ સૌથી વધારે ખેતરમાં રહેલા પાકના અવશેષોને ખાય છે. જો પાક કાપણી બાદ બાકી રહેલા અવશેષોને ભેગા કરી તેનું કમ્પોસ્ટ અથવા ખાતર તૈયાર કરી લેવામાં આવે, તો ખેતરમાં ઉધાઈને કંઇક અંશે નિયંત્રિત કરી શકાય છે.કાચા છાણયુક્ત

ખાતરનો ઉપયોગ ટાળો
છાણના સડ્યા વગરનું ખાતર ઉધાઈ માટે સૌથી પ્રિય ભોજન છે. તેને ખાવાથી ઉધાઈમાં પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે કે જેને લીધે તેની સંખ્યા વધે છે. મોટાભાગના ખેડૂતો છાણના ખાતરને સડેલી અવસ્થામાં જ ખેતરમાં નાંખે છે કે જેથી અનિયંત્રિત રીતે ઉધાઈની વૃદ્ધિ થઈ શકે. આ માટે છાણના ખાતરથી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરીને અથવા ખાતર તૈયાર કરીને ખેતરમાં નાંખવું.

લીંબોળીનો ઉપયોગ કરવો

 25 કિલો લીંબોળીનો વીઘાદીઠ પ્રમાણે ખેતરમાં ઉધાઈના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય છે. લીંબોળીને ખેતરમાં નાંખી ઉપયોગ કરવાથી ખેતરમાં ઉધાઈને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે.

જૈવિક કીટનાશીથી કરો બચાવ

જૈવિક ફૂગનાશક બુવેરિયા અથવા એક કિલો મેટારીજિયમ એનિસોપલી એક કિલો પ્રમાણમાં એક એકર ખેતરમાં 100 કિલો છાણીયા ખાતરમાં નાંખી ખેતરમાં તેને વિખેરી દો. માટી જનિત રોગોથી પાકને બચાવવા માટે ટ્રાઇકોડર્મા વિરિડના એક કિલો પ્રમાણને એક એકર ખેતરમાં 100 કિલો છાણના ખાતરમાં મિશ્રિત કરીને ખેતરમાં અંતિમ ખેડાણ સાથે માટીમાં મિશ્રિત કરો. જૈવિક માધ્યમ અપનાવતી વખતે ખેતરમાં પૂરતા પ્રમાણમાં ભેજ ચોક્કસપણે રાખો.

રાસાયણિક નિયંત્રણ દ્વારા

ઉધાઈના અસરકારક નિયંત્રણ માટે બીજના ઉપચાર ક્લોરોપાયરીફોસ, ઇમિડાક્લોપ્રિડ, ફિપ્રોનિલ અથવા થાયોમેથોક્સામ જેવી દવાઓથી કરવા જોઇએ કે જેથી શરૂઆતી અવસ્થામાં પાકને નુકસાનથી બચાવી શકાય. ઊભા પાકમાં ઉધાઈથી થતા નુકસાન પર સિંચાઈ જળ સાથે ક્લોરોપાયરીફોર્સ 2.5 લીટર પ્રતિ એકર દરથી ઉપયોગ કરવો જોઇએ.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More