Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

તુવેરની શીંગમાખી તેમ જ શીંગોને કોરી ખાનારી ઇયળોનું સંકલિત વ્યવસ્થાપન

તુવેરનો પાક કઠોળ પાકોમાં અને ગુજરાતની ખેતીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આપણા રોજિંદા આહારમાં પ્રોટીનના (૨૨.૩%) સ્રોત તરીકે તુવેર આગવુ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં આ પાકનું વાવેતર આશરે બે લાખ હૅક્ટર વિસ્તારમાં કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે તુવેર હેઠળનો વિસ્તાર વધવા પામેલ છે. ગુજરાતમાં મુખ્યત્વે ભરૂચ, વડોદરા, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં આ પાકનું વાવેતર થાય છે. છેલ્લા થોડા વર્ષોમાં ધીમે ધીમે આ પાકનું વાવેતર સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વધી રહ્યુ છે. કઠોળ ઉત્પાદન વધારવાના પ્રયત્નોના ભાગ રૂપે વર્ષ-૨૦૧૬ આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.

KJ Staff
KJ Staff
Integrated Management of Tuwer
Integrated Management of Tuwer

 તુવેરનો પાક કઠોળ પાકોમાં અને ગુજરાતની ખેતીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આપણા રોજિંદા આહારમાં પ્રોટીનના (૨૨.૩%) સ્રોત તરીકે તુવેર આગવુ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં આ પાકનું વાવેતર આશરે બે લાખ હૅક્ટર વિસ્તારમાં કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે તુવેર હેઠળનો વિસ્તાર વધવા પામેલ છે. ગુજરાતમાં મુખ્યત્વે ભરૂચ, વડોદરા, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં આ પાકનું વાવેતર થાય છે. છેલ્લા થોડા વર્ષોમાં ધીમે ધીમે આ પાકનું વાવેતર સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વધી રહ્યુ છે. કઠોળ ઉત્પાદન વધારવાના પ્રયત્નોના ભાગ રૂપે વર્ષ-૨૦૧૬ આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.

તુવેર પાકનું સરેરાશ ઉત્પાદન તેની ઉત્પાદન ક્ષમતા કરતાં ઘણું જ ઓછુ આવે છે. જેના મુખ્ય કારણોમાં નબળી જમીનમાં વાવેતર, પાકના સમયગાળા દરમ્યાન પ્રતિકૂળ વાતાવરણિય પરીબળો,પાકને નુકસાન કરતી જીવાતો તથા રોગોનું આક્રમણ વગેરેનો સમાવેશ થાય છે. તુવેરના પાકમાં શીંગમાખી, લીલી ઇયળ,ચીક્ટો અને પાનકથીરી એ અગત્યનીજીવાતો છે. ગુજરાત રાજ્યમાં શીંગમાખી તથા શીંગો કોરી ખાનાર ઇયળો તુવેરના પાકને ફૂલ અવસ્થાથી કાપણી સુધી ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આવી ખૂબ જ મહત્વની જીવાતોને સમયસર સર્વે આધારીત નિયંત્રણના પગલાં ભરી કાબૂમાં રાખવામાં આવે તો તુવેરનું ઉત્પાદન વધારી શકાય. આવા ઉમદા હેતુથી તુવેરમાં ફૂલ અવસ્થાથી કાપણી દરમ્યાન આ જીવાતોને કાબુમાં લેવાના સંકલિત ઉપાયો દર્શાવવામાં આવેલ છે. જે તુવેરની ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોને ઉપયોગી નિવડશે.

() શીંગમાખી:

બદલાતી વાતાવરણીય પરિસ્થિતિમાં છેલ્લા બે વર્ષથી તુવેરના પાકમાં આ જીવાતનું આક્રમણ વધ્યુ છે. આ જીવાતની માખી રંગે કાળી, ચળકતી ઉપસેલી આંખોવાળી તથા ઘરમાખી કરતાં કદમાં નાની અને પાછળના ભાગે અંડાકાર હોય છે. માદામાખી કુમળી શીંગોના દાણા નજીક એકલ દોકલ ૩૫ થી ૪૦ ઇંડા મૂકે છે. ઇંડા સેવાતા તેમાંથી નીકળેલ સૂક્ષ્મ ઇયળ (કીડો) દાણામાં દાખલ થઇ બોગદુ (ગૅલેરી) બનાવીને ખોરાક લેતી હોય છેઆ પ્રકારના નુકસાનથી અવિકસિત, કોકડાઇ, કોહવાઇ અને દાણા સુકાઇ જાય છે. આવા નુકસાનવાળા દાણાને ખેડૂતો ભુના/ કવા/ કૌવા આવ્યો તેમ કહે છે. ઇયળ શીંગની અંદર પાકેલી ઇટના રંગ જેવો કોશેટો બનાવે છે. ઉપદ્રવિત શીંગો ફોલ્લીને નિરીક્ષણ કરતા તેમાં કીડા, કોશેટા કે બોગદુ બનાવેલ દાણા જણાય આવે છે. સામાન્ય પરિસ્થિતિમાં આ જીવાતનું આક્રમણ જાન્યુઆરી માસમાં વધુ રહે છે.

() લીલી ઇયળ

બહુભોજી જીવાતો પૈકી લીલી ઇયળ તુવેરની અગત્યની જીવાત ગણાય છે. આ જીવાતનું ફૂદું લીલાશ પડતા ભુરા રંગનું, અગ્ર પાંખો ઝાંખી બદામી રંગની અને આગળની ધારની મધ્યમાં ગોળ ટપકુ હોય છે. આ જીવાતની ઇયળ વિવિધ રંગની જોવા મળે છે. જેના શરીરની બંન્ને બાજુ જોઇ શકાય તેવા ઉભા સફેદ પટ્ટા હોય છે. આ જીવાતની માદા ફૂદીંએ મૂકેલ ઇંડામાંથી નિકળતી પ્રથમ અવસ્થાની ઇયળ સૌપ્રથમ પાન કે શીંગો ઉપર ઘસરકા પાડે છે. આ ઇયળો ઝડપથી વિકાસ પામી કળી, ફૂલ અને શીંગ પર ખાવાનું શરૂ કરી દે છે. તુવેરની શીંગોમાં કાણું પાડી શરીરનો અર્ધોભાગ શીંગોમાં દાખલ કરીને નુકસાન કરવાની ખાસિયત ધરાવે છે. આ જીવાતનો ઉપદ્રવ વાતાવરણમાં ભેજના ટકા અને તાપમાન વધુ હોય ત્યારે અને પાકની અવસ્થા દરમ્યાન વધુ સમય સુર્યપ્રકાશ રહે તો વધે છે.

સંકલિત વ્યવસ્થાપન:

લીલી ઇયળ બહુભોજી હોવાથી શેઢા-પાળાનાં નિંદણ તથા અન્ય વનસ્પતિ ઉપર પાકોની ગેરહાજરીમાં નભતી હોય આવા નિંદણોનો નાશ કરવો.

લીલી ઇયળની ફૂદીં પીળા રંગ તરફ આકર્ષાતી હોય છે. જેથી તુવેરનાં ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે છુટા છવાયા ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઇયળની માદા ફૂદીં પીળા ફૂલ તરફ આકર્ષાઇને ત્યાં ઇંડા મૂકવાનું વધુ પસંદ કરે છે.

તુવેરના પાકમાં લીલી ઇયળના ફેરોમેન ટ્રેપ ગોઠવવાથી તેમાં નર ફૂદાં પકડાય છે. ખેતરમાં નરફૂદીંની સંખ્યામાં ઘટાડો થવાથી માદા દ્રારા જે ઇંડા મૂકાય તે અફલિત રહે છે. આ પધ્ધતિનો અમલ સામુહિક ધોરણે કરવાથી સારા પરીણામો મેળવી શકાય.

તુવેરની લીલી ઇયળની ફૂદીં નિશાચર હોવાથી તે પ્રકાશ તરફ આકર્ષાય છે. ખેતરમાં જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળા ગોઠવી તેની નીચે પાણી ભરેલ પાત્ર મૂકવાથી રાત્રી દરમ્યાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂદીંઓ પાણીમાં પડતા તેનો નાશ થશે.

ગુચ્છાવિહીન જાતોમાં ગુચ્છાવાળી જાતો કરતા લીલી ઇયળનો ઉપદ્રવ ઓછો રહે છે. આથી જ્યા ઉપદ્રવ વધારે હોય ત્યા ગુચ્છા વગરની જાતોની વાવેતર માટે પસંદગી કરવી.

લીમડાની લીંબોળીના મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક)૧૦ લીટર પાણીમાં ઉમેરી ૨ થી ૩ છંટકાવ કરવાથી શીંગમાખી તથા લીલી ઇયળનું અસરકારક નિયંત્રણ મળવી શકાય.

લીલી ઇયળનાં ઉપદ્રવની શરૂઆતમાંન્યુકિલયર પોલી હેડ્રોસીસ વાયરસ (એનપીવી) ૨૫૦ પીઓબી પ્રતિ હૅક્ટરે જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો.

બેસીબસ થુરીન્જીન્સીસ નામનો જીવાણુયુક્ત પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ફેન્વાલેરેટ ૨૦ ઇસી ૧૦ મિલી અથવા ડાયક્લોરવોસ ૭૬ ઇસી ૭ મિલી અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા ઇંડોક્ઝાકાર્બ૧૫.૮ ઇસી ૪ મિલી અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૨૦ મિલી અથવા થાયોમેથોક્ઝામ૨૫ વેગ્રે ૪ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલી અથવા એમામેક્ટીન બેંઝોએટ ૫ વેગ્રે ૩ ગ્રામ અથવા ફ્લુબેંડીયામાઇડ ૪૮૦ એસસી ૨ મિલી અથવા સ્પીનોસાડ ૪૫ એસસી 3 મિલી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શીંગમાખી તથા શીંગો કોરી ખાનારી ઇયળો સામે રક્ષણ મેળવી શકાય. બીજો છંટકાવ ૧૫ થી ૨૦ દિવસે કરવો અને તે વખતે કીટનાશક બદલવી.

તુવેરનું શાકભાજી તરીકે વાવેતર કરેલ હોય ત્યારે મોનોક્રોટોફોસનો ઉપયોગ કરવો નહીં.

તુવેરની કાપણી બાદ અવશેષોનો યોગ્ય રીતે નિકાલ કરવો તથા જમીનને સારી ખેડી ઉનાળામાં તપવા દેવી. ખેડવાથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવવાથી ઉનાળાની સખત ગરમીથી નાશ પામશે તથા પરભક્ષી પક્ષીઓથી ભક્ષણ થશે.

Related Topics

Tuwer Horn Flies Tuwer Crop

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More