Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સંકલિત ખેતી મોડલ ! ખેડૂતોની આવક વધારવા મળશે મદદ

દેશના વિકાસ અને પ્રગતિમાં કૃષિ અને તેને સંલગન પ્રવૃતિઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. અંદાજે ૫૩% લોકોને કૃષિક્ષેત્રે રોજગારી પૂરૂં પાડતું હોવાથી ગ્રામ્ય પ્રજા માટે તે જીવાદોરી સમાન છે, ઉપરાંત દેશની આર્થિક, સામાજીક સંસ્કૃતિ અને જીવનશૈલીનો અરીસો પણ છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Integrated Farming
Integrated Farming

દેશના વિકાસ અને પ્રગતિમાં કૃષિ અને તેને સંલગન પ્રવૃતિઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. અંદાજે ૫૩% લોકોને કૃષિક્ષેત્રે રોજગારી પૂરૂં પાડતું હોવાથી ગ્રામ્ય પ્રજા માટે તે જીવાદોરી સમાન છે, ઉપરાંત દેશની આર્થિક, સામાજીક સંસ્કૃતિ અને જીવનશૈલીનો અરીસો પણ છે. વર્તમાન સમયમાં જમીન ઉપર વસ્તીનું ભારણ ઝડપથી વધી રહ્યુ છે. જયારે વ્યકિત દીઠ જમીનનો વિસ્તાર ઘટી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મનુષ્યો અને પ્રાણીઓની રોજીંદી જરૂરિયાતને પહોંચી વળવા એકમ વિસ્તારમાં ખેત ઉત્પાદન વધારવું ઘણું જરૂરી છે. હાલમાં ખેડૂતોએ વધુમાં વધુ પાક ઉત્પાદન મેળવવા જ પોતાનું ધ્યાન કેંન્દ્રિત કરેલ છે અને તેના માટે ખેત સામગ્રી જેવી કે રાસાયણિક ખાતરો, જંતુનાશક, ફૂગનાશક, નીંદણનાશક દવાઓ, વૃધ્ધિ-નિયંત્રકો અને પિયત પાણીનો વધુ પડતો ઉપયોગ કરતો થયો છે જેને લીધે ઉત્પાદન વધ્યું છે, પરંતુ સાથે સાથે ખેડૂત બ્રાહ્ર્ય ખેત સામગ્રી પર વધુ આધાર રાખતો થવાથી ખેતી ખર્ચ વધ્યો છે. તેથી આવકમાં અને રોજગારીની તકોમાં અચોકકસતા ઊભી થઈ જેના લીધે ખેડૂતોનું શહેર તરફ સ્થળાંતર વધ્યું. વળી જમીન અને વાતાવરણમાં પ્રદૂષણ વધ્યું છે. મનુષ્ય અને પ્રાણીઓની તંદુરસ્તીના પ્રશ્નો પણ ઉદભવ્યા છે. આ બધા પ્રશ્ર્નોનું નિરાકરણ સંકલિત ખેત પધ્ધતિ સારો વિકલ્પ બની શકે છે અને તે આજના સમયની માંગ પણ છે. વિવિધ કૃષિ વ્ય્વસાયો દા.ત. પાક ઉત્પાદન, બાગાયત, પશુપાલન, મત્સય ઉછેર, વનીકરણ વગેરેના સમન્વયની કૃષિ અર્થતંત્રમાં વિપુલ તકો રહેલી છે. આ વ્યવસાયો ખેડૂતની આવક વધારવા ઉપરાત કુટુંબને રોજગારી પણ પુરી પાડે છે. 

સંકલિત ખેતી પધ્ધતિઓની સફળતાપૂર્વક વયવસ્થા કરી શકાય છે, કારણકે

  • ખેતીનું જોખમ ઘટે છે.
  • જુદી જુદી ખેત પધ્ધતિઓના વૈજ્ઞાનિક સમન્વય કરી શકાય છે.
  • ઉત્પાદનમાં વૈવિધ્યતા મેળવી શકાય છે.
  • બદલાતા વાતાવરણ સામે ટકી શકે તેવી અનુરૂપ ટેકનોલોજી
  • કુદરતી સ્ત્રોતોનું નફાકારક સફળ વ્યવસ્થાપન
  • ખેડૂતનું જીવંત એ.ટી.એમ.
  • કુપોષણ સામે સમતોલ આહાર આપતી પાક પધ્ધતિ.
  • ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટેનો કુદરતી ઉપચાર
  • પાક ઉત્પાદનની આડપેદાશોનો પુન:ઉપયોગ
  • અદ્યતન કૃષિ ટેકનોલોજીઓનો સમન્વય
  • બાયોગેસ થકી ઊર્જાની બચત
  • પશુઓ માટે સતત લીલો ઘાસચારો આપતી એક માત્ર ખેતી પધ્ધતિ.

સંકલિત ખેત પધ્ધતિ માટે ઘટકોની પસંદગી અને તેનાં માપને અસર કરતા અનેક પરિબળોનો સમાવેશ થાય છે, જે ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેવાં કે,

  • જે તે વિસ્તારની જમીન અને હવામાનની લાક્ષણિકતા, ધિરાણ મળવાની સગવડતા
  • ખેડૂત પાસે જમીન, પિયત અને અન્ય સંસાધનોની ઉપલબ્ધતા
  • ખેડૂતના કુટુંબની સભ્ય સંખ્યા
  • ધિરાણ મળવાની સગવડતા
  • ખેડૂતની વ્યવસ્થાપન ક્ષમતા, જ્ઞાન, કૌશલ્ય અને આવડત
  • પરિવહન, સંગ્રહ અને બજાર વ્યવસ્થા
  • કુદરતી સંસાધનોનો પ્રવર્તમાન ઉપયોગ
  • ખેત મજુર, ખેત સામગ્રી અને મશીનરીની ઉપલબ્ધતા

સંકલિત ખેતીના ફાયદાઓ

(૧) ઉત્પાદકતામાં વધારો: પાકમાં ઉત્પાદન સાથે પશુપાલન, મરઘાંપલન વગેરે અપનાવવાથી તેમાંથી મળતાં સેન્દ્રિય ખાતરનો વપરશ થવાથી એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વધુ ખાધ ઉત્પાદન દ્રારા દેશની વધતી જતી વસ્તીની માંગ સંતોષી શકાય.

(૨) નફામાં વધારો: એક ઘટકની આડપેદાશનો બીજા ઘટકમાં ઉપયોગ થવાથી ઉત્પાદન ખર્ચ ઘટાડી નફામાં વધારો કરી શકાય છે.

(૩) લાંબા ગાળા સુધી પાક ઉત્પાદન જાળવી  શકાય: પશુપાલન, મરઘા-બતકા પાલનમાંથી મળતાં સેન્દ્રિય પદાર્થો તેમજ પાક અવશેષોનો અસરકારક પુન: ઉપયોગ કરી પાક ઉત્પાદન વધારવાની સાથે લાંબા ગાળા સુધી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા જાળવી શકાય છે.

(૪) સમતોલ આહાર: સંકલિત ખેત પધ્ધતિમાં જુદા જુદા એકમોનો સમન્વય કરાતો હોવાથી જુદા જુદા ઘટકોમાંથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેસ, ચરબી, મિનરલ્સ, વિટામિન્સ વગેરેથી સમૃધ્ધ પોષણયુકત સમતોલ આહાર મળી રહે છે.

(૫) પર્યાવરણ બગડતું અટકાવી શકાય: એક ઘટકમાંથી નીકળતી આડપેદાશનો બીજા ઘટક માટે પુન: ઉપયોગ થવાથી પર્યાવરણ બગડતું અટકાવી શકાય છે. છાણીયા ખાતરના વપરાશથી રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો થવાથી મિથેન વાયુનું હવામાં ઉત્સર્જન થતું અટકે છે. સેન્દ્રિય પદાર્થો અને પાક અવશેષોનો ઉપયોગ થવાથી કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ઓછું કરી શકાય છે. આમ, ઉષ્મિકરણ અટકાવી શકાય છે.

(૬) આડ પેદાશનો પુન: ઉપયોગ: એકબીજાના ઘટકની આડ/ગૌણ પેદાશનો અસરકારક પુન: ઉપયોગ કરી શકાય છે.

(૭) સમગ્ર વર્ષ દરમ્યાન આવક: ખેત પેદાશ, ફળ-શાકભાજી, દૂધ ઈંડા, માંસ, માછલી, મશરુમ, મધ વગેરેના વેચાણ દ્રારા જુદા જુદા ઘટકોમાંથી આખુ વર્ષ આવકનો પ્રવાહ સતત ચાલુ રહે છે.

(૮) આધુનિક ટેકનોલોજી અપનાવી શકાય: સમગ્ર વર્ષ દરમ્યાન આવકનો પ્રવાહ ચાલુ રહેવાથી નાનાં અને સિમાંત ખેડૂત પણ નવિનતમ આધુનિક ખેતીની ટેકનોલોજી જેવી કે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, નીંદણનાશક દવાઓ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, મશીનરી વગેરેની ભલામણો અપનાવી શકે છે.

(૯) ઊર્જાની બચત: બાયોગેસના ઉત્પાદન થકી બળતણ અને ઊર્જાની સમસ્યા હલ કરી શકાય છે.

(૧૦) ચારાની અછત નિવારી શકાય: સંકલિત ખેત પધ્ધતિમાં ખેતરની દરેક એકમ વિસ્તારનો અસરકારક ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં બહુવર્ષાયુ તથા વિવિધલક્ષી  ઝાડ, ખેતી પાકોની ગૌણ પેદાશ, ધાન્ય તથા કઠોળનો ચારો, શેઢાપાળા અને તળાવડા ઉપર ચારો આપે તેવા ઝાડાનું વાવેતર કરી ચારાની અછત નિવારી શકાય છે.

(૧૧) બળતણ: ખેતવન દ્રારા બળતણ અને ઇમારતી લાકડાની અછત નિવારી શકાય છે.

(૧૨) રોજગારી તકોમાં વધારો: ખેતી સાથે પશુપાલન અને બીજા ઘટકોના સમન્વય કરવાથી નાનં તથા સિમાંત ખેડૂતના કુટુંબના દરેક સ્ભ્યો તેમજ બહારના માણસોને સમગ્ર વર્ષ દરમ્યાન રોજગારી તકો ઊભી થઈ શકે છે.

(૧૩) કૃષિ સંલગ્ન ઉધોગોનો વિકાસ: ખેતી સાથે સંકાળાયેલ ઉધોગોનો સારી રીતે વિકાસ થઈ શકે છે. દા.ત. ડેરી ઉધોગ, ખાંડ ઉધોગ, મધમાખી ઉછેર(મધ ઉત્પાદન), રેશ્મ ઉત્પાદન વગેરે

(૧૪) ખેડૂતોનું જીવન ધોરણ ઊંચુ લાવી શકાય: રોજગારીની પુરતી તકો તેમેજ સમગ્ર વર્ષ દરમ્યાન આવકને કારણે જીવન જરૂરીયાત ચીજવસ્તુની લભ્યતાને કારણે ખેડૂતોનું જીવનધોરણ ઊંચુ આવેછે.

ખેત આબોહવાકીય પરિસ્થિતિ મુજબ ઉપયોગમાં લેવામાં આવતા જુદા-જુદા ઘટકોનું સંકલન:

સંકલિત ખેત પધ્ધતિમાં પાક, પશુધન, પક્ષીઓ અને ઝાડ એ મુખ્ય ઘટકો છે. પાકના પેટા ઘટકોમાં એકલ પાક, મિશ્ર પાક, આંતરપાક, રીલે પાક, બહુમાળી પાક પધ્ધતિ, પાક ફેરબદલી, પાક વૈવિધ્યતા, ધાન્ય, કઠોળ, તેલીબીયાં, મરી મસાલા, શાકભાજી, કિચન ગાર્ડન, ઘાસચારાના પાકો વગેરેનો સમાવેશ થાય છે. પશુધનના પેટા ઘટકોમાં દુધાળ ગાયો, ભેસો, બકરાં, ઘેટાં, ઘોડા અને સસલા નું સમાવેશ થાય છે. પક્ષી ના પેટા ઘટકોમાં બતકાં, કબૂતર, મરઘાં વગેરે, જયારે ઝાડ ના પેટા ઘટકોમાં ઈમારતી, જલાઉ, ચારો તથા ફળ આપતા ક્ષુપો-વૃક્ષોનો સમાવેશ થાય છે. આ સિવાય ખાસ ઘટકોમાં રેશમ કીડા ઉછેર, મત્સ્યઉછેર, મશરૂમ, મધમાખી પાલન, વર્મીકોમ્પોસ્ટનો સમાવેશ થાય છે.

            આ જુદા જુદા ઘટકો નો ખેત આબોહવાકિય પરિસ્થિતિ મુજબ યોગ્ય સંકાલનનું જ્ઞાન ખુબ જ જરૂરી છે કે જેથી એક ઘટકની આડ પેદાસ બીજા ઘટકની આવશ્યક જરૂરીયાત બની રહે. જેથી કોઇપણ જાતનો નકામો કચરો નીકળે નહિ અને પર્યાવરણ બગાડે નહિ. સંકલિત ઘટકો એકબીજા પરસ્પર પુરક હોવા જોઈએ. સામાન્ય રીતે ત્રણ પ્રકારની ખેત આબોહવાકીય પરિસ્થિતિ જોવા મળે છે. (૧) સુકી ખેતી (૨) પિયત ખેતી (૩) વધારે વરસ વાળી ખેતી. જે તે વિસ્તાર ની આબોહવા, જમીન અને બજાર ની માંગ પ્રકારે જુદા જુદા ઘટકો નો સમન્વય કરવામાં આવે છે.

વધારે વરસાદવાળો વિસ્તાર

પિયત ખેતી

સૂકી ખેતી

પાક પધ્ધતિ

પાક પધ્ધતિ

પાક પધ્ધતિ

મરઘાંઉછેર

દૂધાળ ગાયો

ખેતવન

મત્સ્યઉછેર

ભેંસ

બાગાયત

કબૂતર

બાયોગેસ

ઝાડ

બકરાં

મત્સ્યઉછેર

ખેત તલાવડી

બતકાં

રેશમ કીડા ઉછેર

બકરાં, ઘેટાં

ઘાસચારો

પાક અને ઝાડનો સમન્વય

કબૂતર

મશરૂમ

મધમાખી પાલન

સસલાં

મધમાખી પાલન

હોમ્સ્ટેડ ગાર્ડન

મત્સ્યઉછેર

Integrated Farming System
Integrated Farming System

 વધુ વરસાદવાળા વિસ્તારમાં સંકલિત ખેત પધ્ધતિનું મોડલ (૦.૪ હે.)

પાક પધ્ધતિ ( ડાંગર + સોયાબીન + મકાઈ )

                ૦.૩૬ હે.

મત્સ્ય ઉછેર

                           ૦.૦૪ હે.

મરઘાંપાલન

                                   ૨૦ નંગ

મશરૂમ

-

                               એક હેકટર વિસ્તાર માટે સંકલિત ખેત પધધતિ મોડેલ

ક્રમ

ઘટક

ફાળેવેલ વિસ્તાર (હે.)

માવજત

જુદી જુદી પાક પધ્ધતિ

૦.૭૦

પાક પધ્ધતિ

ફાળવેલ વિસ્તાર (હે.)

(૧) દિવેલા+ મગ

૦.૩૨

(૨) મગફળી-ઘઉં-રજકા બાજરી

૦.૦૮

(૩) મગ-રાયડો-બાજરી

૦.૨૪

(૪)હાઈબ્રિડ નેપિયર+ઘાસચારાની ચોળી-રજકો+ ઘાસચારાની ચિકોરી

૦.૦૬

બાગાયત યુનિટ શાકભાજીના આંતરપાક સથે

૦.૨૫

બાગાયતી ઝાડ

(૧) આંબા: ૮ મીટર x ૮ મીટર (૮૪૦ છોડ)

(૨) લીંબુ: આંબાના ૪ છોડ વચ્ચે (૨૭ છોડ)

(૩) સીતાફળ: આંબાના ૨ ઝાડ વચ્ચે (૩૬ છોડ)

(૪) પપૈયા: લીંબુ ના ૨ ઝાડ વચ્ચે ૨ છોડ (૫૪ છોડ)

(૫) સીઝનલ શાકભાજી જેવી કે ભીંડા, ચોળી, ગુવાર, ડુંગળી, ફલાવર મુળા, કોબીજ વહેરે આંતરપાક તરીકે

શેઢા પાળે ઝાડ

-

અ.નં.

ઝાડનું નામ

સંખ્યા

અ.નં.

ઝાડનું નામ

સંખ્યા

(૧)

અરડૂસા

૧૦૧

(૬)

સરગવો

૧૫

(૨)

નિલગિરિ

૧૦

(૭)

આમળી

૦૩

(૩)

ખારેક

૧૦

(૮)

વાંસ

૦૧

(૪)

સીતાફળ

૧૦

(૯)

સાગ

૩૫

(૫)

જાંબુ

૦૪

(૧૦)

શેતુર

૦૩

ફેન્સિંગના આધારે દુધી, ગીલોડી, વાલોળ

શેઢા પર નેપિયર/ધામણ જેવા ઘાસ

પશુપાલન

૦.૦૨૫

બે મહેસાણી ભેંસો

વર્મિકમ્પોસ્ટ અને ધરૂવાડીયું

૦.૦૧૦

Ø  ખેતરના નકામા કચરામાંથી ખાતર બનાવવું.

Ø  ફાર્મ માટે વરિયાળી, ફુલેવર, કોબીજ, રીંગણ વગેરેનું ધરૂ બનાવવું.

પાણી સંગ્રહ

૦.૦૧૫

Ø  પાણી સંગ્રહ અને પાણી જમીનમં પચાવવું

કુલ વિસ્તાર

૧.૦૦૦

 

                    આમ સંકલિત ખેત પધ્ધતિ જુદા જુદા પ્રકરના ૬ વિભાગોમાં વહેંચાયેલ છે. ઉપરોકત બધા જ એકમોમાંથી દર વર્ષે આવકમાં વધારાની સાથે ખેત સામ્રગ્રીનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે.

આ પણ વાંચો:Fish-Rice Farming:માછલી-ભાતની ખેતી તમને બનાવશે ધનવાન, બસ કરવું પડશે આ કામ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More