સૌરાષ્ટ્રમાં ત્રણ પ્રકારની શેરડીનું કાયમ વાવેતર થાય છે. મોટા શહેરોની આજુબાજુના ગામોમાં એક સફેદ અને બીજી નાની કાતરીવાળી કાળી શેરડી કે જેનું મકર સંક્રાંતને ધ્યા ને લઇ વાવેતર થાય છે. ત્રીજી ખેડૂતો જેને કાહડી કહે છે, તે 555 નંબરની શેરડી ઉનાળે રસના ચીચોડા માટે વવાય છે
સૌરાષ્ટ્રમાં ત્રણ પ્રકારની શેરડીનું કાયમ વાવેતર થાય છે. મોટા શહેરોની આજુબાજુના ગામોમાં એક સફેદ અને બીજી નાની કાતરીવાળી કાળી શેરડી કે જેનું મકર સંક્રાંતને ધ્યા ને લઇ વાવેતર થાય છે. ત્રીજી ખેડૂતો જેને કાહડી કહે છે, તે 555 નંબરની શેરડી ઉનાળે રસના ચીચોડા માટે વવાય છે. ચોથી શેરડી ગીર સોમનાથ બેલ્ટમાં ગોળના રાબડા માટે મોટું વાવેતર કરાય છે.
સફેદ, કાળી અને રસની દેશી શેરડી વાવેતરના ગઢ તરીકે નામના હતી, એવા પડધરી અને ધ્રોલ પંથકના ખોખરી, ખાખરા, જાબીડા, સણોસરા જેવા ગામોમાં માત્ર ગણ્યા ગાંઠિયા ખેડૂતોએ શેરડીના વાવેતર કર્યા હોવાની વાત પડધરી તાલુકાના ઘનશ્યા મગઢ (ખોખરી) ગામના શક્તિસિંહ જાડેજા કહે છે કે છેલ્લા ચારેક વર્ષથી શેરડીના પાકમાં સૂકારો વકરતો હોવાથી ખેડૂતોએ શેરડીના વાવેતરમાં જબ્બર કાપ મુક્યો છે.
ગીર સોમનાથ જિલ્લાની ત્રણેય ખાંડસરી ફેકટરીઓ બંધ છે. હવે ખેડૂતો પાસે માત્ર ગોળના રાબડામાં જ શેરડી આપવાનો વિકલ્પ બચ્યો છે. તેથી ભાવનો નેઠો ન રહેતા ખેડૂતો માપે-મેળે વાવેતર કરવા લાગ્યા છે. ગત વર્ષે ગોળના રાબડાની શેરડી પ્રતિ ટન રૂ.2000 થી શરૂ થઇને છેલ્લે રૂ.3000 સુધી ભાવ પહોંચ્યો હતો.
કોડીનાર તાલુકાના વિજયભાઇ રાવલિયાકહે છે કે અમારા વિસ્તારમાં ઘણા સમયથી સિંચાઇ વીજળી આવી ગઇ છે. વરસાદની ખેંચના સમયમાં શેરડીના પાકમાં ખેડૂતોએ પાણીની ખેંચ ઉભી થવા દીધી નથી. હાલ શેરડીના પાકની સ્થિતિ સારી કહી શકાય એવી છે
Share your comments