Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડૂતોએ જુદા-જુદા ફળોના પાકોમાં કરવા જોઈએ તેવા ખેતી કાર્યોની માહિતી

આજે અમારા આ લેખમાં ખેડૂતોએ કરવા પડતા ખેતી કાર્યોની માહિતી આપવા જઈ રહ્યા છીએ, ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Himanee Chauhan
Himanee Chauhan
Farming Activities Do In Different Fruit Crops
Farming Activities Do In Different Fruit Crops

આજે અમારા આ લેખમાં ખેડૂતોએ કરવા પડતા ખેતી કાર્યોની માહિતી આપવા જઈ રહ્યા છીએ, ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

જરૂરી છે સમય-સમય પર ખેતી કાર્યો

ખેડૂતો સીઝન મુજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી અને તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા ફળોના પાકોમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

કેળના પાકમાં ખેતી કાર્યો

  • દક્ષિણ સૌરાષ્ટ્રના જોડિયા હાર પદ્ધતિથી કેળાની ખેતી કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે કેળના પાકમાં નાઈટ્રોજન અને પોટાશ બંને 150 ગ્રામ પ્રતિ છોડ ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે 30 અઠવાડિયામાં 7 દિવસના અંતરે તેમજ રોપણી સમયે 5 કિ.ગ્રા./છોડ છાણીયું ખાતર અને 90 ગ્રામ ફોસ્ફરસ એક સરખા ત્રણ હપ્તામાં રોપણી બાદ ત્રીજા, ચોથા અને પાંચમાં મહિને આપવાથી વધુ ઉત્પાદન અને આવક મળે છે.
  • કેળમાં ટપક પદ્ધતિ દ્વારા સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ 50 ગ્રામ પ્રતિ છોડ દીઠ સરખા અઠવાડિયામાં રોપણી બાદ 10 અને 40 દિવસે જમીનમાં આપવુ જરૂરી છે.
  • કેળના સારા વિકાસ માટે ફળો બેસી ગયા બાદ પુષ્પ વિન્યાસ દૂર કરવો.
  • કેળની લુમને ઢાંકવા માટે સુકા પાન અથવા કંતાનથી લુમને ઢાંકી દો.

ચીકુના પાકમાં ખેતી કાર્યો

  • કળી કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ 36% એસ.એલ. 12 મિ.લિ. દવાનો 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

બોરના પાકમાં ખેતી કાર્યો

  • પાક પૂરો થયા બાદ બોરના પાકને પિયત બંધ કરી આરામ આપવો.
  • દેશી બોરડીની સુધારણા માટે શેઢાપાળા ઉપર દેશી બોરડીને જમીનથી બરાબર કાપી નાખવી.
  • પિયત પાક માટે કરકસર પૂર્વક 15 થી 20 દિવસે પિયત આપવું જોઈએ.

આ પણ વાંચો : Soil Test : માટી પરીક્ષણથી ખેડૂતોને થશે જોરદાર ફાયદો, વાંચો સંપૂર્ણ લેખ

 

દાડમના પાકમાં ખેતી કાર્યો

  • પાણીની અનિયમિતતાના કારણે ફળ ફાટી જતાં હોય છે. જેમાં નિયમિત 7 થી 8 દિવસે પાણી આપવું અત્યંત જરૂરી છે.

પપૈયાના પાકમાં ખેતી કાર્યો

  • થડને કોહવારો ન લાગે તે રીતે ડબલ રીંગ કરી 4 થી 5 દિવસે પિયત આપવું.
  • થડ ઉપર એક મીટર ઊંચાઈ સુધી બોર્ડોપેસ્ટ લગાડવી.

આ પણ વાંચો : એપ્રિલ પાક: એપ્રિલમાં વાવેતર કરેલા સૌથી વધુ નફાકારક પાક, મળશે બમ્પર ઉપજ

 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More