આજે અમારા આ લેખમાં ખેડૂતોએ કરવા પડતા ખેતી કાર્યોની માહિતી આપવા જઈ રહ્યા છીએ, ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
જરૂરી છે સમય-સમય પર ખેતી કાર્યો
ખેડૂતો સીઝન મુજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી અને તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા ફળોના પાકોમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
કેળના પાકમાં ખેતી કાર્યો
- દક્ષિણ સૌરાષ્ટ્રના જોડિયા હાર પદ્ધતિથી કેળાની ખેતી કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે કેળના પાકમાં નાઈટ્રોજન અને પોટાશ બંને 150 ગ્રામ પ્રતિ છોડ ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે 30 અઠવાડિયામાં 7 દિવસના અંતરે તેમજ રોપણી સમયે 5 કિ.ગ્રા./છોડ છાણીયું ખાતર અને 90 ગ્રામ ફોસ્ફરસ એક સરખા ત્રણ હપ્તામાં રોપણી બાદ ત્રીજા, ચોથા અને પાંચમાં મહિને આપવાથી વધુ ઉત્પાદન અને આવક મળે છે.
- કેળમાં ટપક પદ્ધતિ દ્વારા સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ 50 ગ્રામ પ્રતિ છોડ દીઠ સરખા અઠવાડિયામાં રોપણી બાદ 10 અને 40 દિવસે જમીનમાં આપવુ જરૂરી છે.
- કેળના સારા વિકાસ માટે ફળો બેસી ગયા બાદ પુષ્પ વિન્યાસ દૂર કરવો.
- કેળની લુમને ઢાંકવા માટે સુકા પાન અથવા કંતાનથી લુમને ઢાંકી દો.
ચીકુના પાકમાં ખેતી કાર્યો
- કળી કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ 36% એસ.એલ. 12 મિ.લિ. દવાનો 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
બોરના પાકમાં ખેતી કાર્યો
- પાક પૂરો થયા બાદ બોરના પાકને પિયત બંધ કરી આરામ આપવો.
- દેશી બોરડીની સુધારણા માટે શેઢાપાળા ઉપર દેશી બોરડીને જમીનથી બરાબર કાપી નાખવી.
- પિયત પાક માટે કરકસર પૂર્વક 15 થી 20 દિવસે પિયત આપવું જોઈએ.
આ પણ વાંચો : Soil Test : માટી પરીક્ષણથી ખેડૂતોને થશે જોરદાર ફાયદો, વાંચો સંપૂર્ણ લેખ
દાડમના પાકમાં ખેતી કાર્યો
- પાણીની અનિયમિતતાના કારણે ફળ ફાટી જતાં હોય છે. જેમાં નિયમિત 7 થી 8 દિવસે પાણી આપવું અત્યંત જરૂરી છે.
પપૈયાના પાકમાં ખેતી કાર્યો
- થડને કોહવારો ન લાગે તે રીતે ડબલ રીંગ કરી 4 થી 5 દિવસે પિયત આપવું.
- થડ ઉપર એક મીટર ઊંચાઈ સુધી બોર્ડોપેસ્ટ લગાડવી.
આ પણ વાંચો : એપ્રિલ પાક: એપ્રિલમાં વાવેતર કરેલા સૌથી વધુ નફાકારક પાક, મળશે બમ્પર ઉપજ
Share your comments