Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મગફળી-સોયાબીન અને બાજરીની બાયોફોર્ટિફાઇડ જાતોની માહિતી

બાજરીની બાયોફોર્ટિફાઇડ જાત જાતનું નામ: AHB 1269Fe આ જાત વર્ષ 2018માં ICAR-All India Coordinated Research Project on Pearl Millet હેઠળ Vasantrao Naik Marathwada Krishi Vidyapeeth, પરભાણી દ્વારા બહાર પાડવામાં આવી હતી.

Sukhadev Thakor
Sukhadev Thakor
millet
millet

બાજરીની બાયોફોર્ટિફાઇડ જાત

જાતનું નામ: AHB 1269Fe

આ જાત વર્ષ 2018માં ICAR-All India Coordinated Research Project on Pearl Millet હેઠળ Vasantrao Naik Marathwada Krishi Vidyapeeth, પરભાણી દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં લોહ (91.0 ppm) અને ઝીંક (43.0 ppm)નું પ્રમાણ બાજરાની અન્ય જાત કરતાં વધારે છે. આ જાતમાં દાણાનું ઉત્પાદન 31.7 ક્વિન્ટલ અને સુકાચારાનુ ઉત્પાદન 74.0 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. આ જાતમાં પાકવાના દિવસો 82 છે.

જાતનું નામ:

RHB 233 આ જાત વર્ષ ૨૦૧૯માં ICARAll India Coordinated Research Project on Pearl Millet હેઠળ Sri Karan Narendra Agricultural University, જોબનેર દ્વારા બહાર પાડવામાં આવી હતી.આ જાતમાં લોહતત્વનું પ્રમાણ 83.0 ppm અને ઝીંક નું પ્રમાણ 46.0 ppm જોવા મળે છે. આ જાતમાં દાણાનું ઉત્પાદન 31.6 ક્વિન્ટલ અને સુકાચારાનુ ઉત્પાદન 74.0 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. આ જાતમાં પાકવાના દિવસો 80 છે.

જાતનું નામ: RHB 234

આ જાત વર્ષ ૨૦૧૯માં ICAR-All India Coordinated Research Project on Pearl Millet હેઠળ Sri Karan Narendra Agricultural University, જોબનેર દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં લોહતત્વનું પ્રમાણ 84.0 ppm અને ઝીંક નું પ્રમાણ 46.0 ppm જોવા મળે છે. આ જાતમાં દાણાનું ઉત્પાદન 31.17 ક્વિન્ટલ અને સુકાચારાનુ ઉત્પાદન 70.0 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. આ જાતમાં પાકવાના દિવસો 81 છે.

મગફળીની બાયોફોર્ટિફાઇડ જાત:

જાતનું નામ: Girnar 4 આ જાત વર્ષ 2020માં Directorate of Groundnut Research, જૂનાગઢ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં ઓલેઈક એસિડનું ઓઇલમાં પ્રમાણ 78.5% જોવા મળે છે જે મગફળીની અન્ય જાત કરતાં વધારે છે. આ જાતમાં ઓઇલનું પ્રમાણ 53.0% અને પ્રોટીનનું પ્રમાણ 27.0% છે. આ જાતમાં શિંગોનું ઉત્પાદન 32.2 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને પાકવાના દિવસો 112 છે.

જાતનું નામ: Girnar 5

આ જાત વર્ષ 2020માં Directorate of Groundnut Research, જૂનાગઢ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં ઓલેઈક એસિડનું ઓઇલમાં પ્રમાણ 78.04% જોવા મળે છે. આ જાતમાં ઓઇલનું પ્રમાણ 53.0% અને પ્રોટીનનું પ્રમાણ 26.0% છે. આ જાતમાં શિંગોનું ઉત્પાદન 31.2 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને પાકવાના દિવસો 113 છે.

soybean
soybean

સોયાબીનની બાયોફોર્ટિફાઇડ જાત:

જાતનું નામ: NRC 127

આ જાત વર્ષ 2018માં ICAR-Indian Institute of Soybean Research, ઈન્દોર દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં ઓઇલનું પ્રમાણ 19.1% અને પ્રોટીનનું પ્રમાણ 39.0% છે. આ જાતમાં દાણાનું ઉત્પાદન 18.0 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને પાકવાના દિવસો 104 છે.

આ પણ વાંચો - ઘઉં, મકાઈ અને બાજરીની ફોર્ટિફાઈડ જાતોની ઉપયોગી માહિત

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More