વર્લ્ડ મેટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ ભારતના કૃષિ ક્ષેત્રને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ડબ્લ્યૂએમઓ દ્વારા ભારતના કૃષિ ક્ષેત્રને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહેવામાં આવ્યું છે કે આવનારા વર્ષોમાં ભારતમાં ઝડપથી તાપમાન વધશે, જેના કારણે ભારતના કૃષિ ઉપજમાં ભારે ઘટાડો જોવા મળશે. એક રિપોર્ટ મુજબ આગામી વર્ષોમાં તાપમાનમાં આટલો વધારો થશે કે જેઓ 1991 થી લઈને 2020 સુધીમાં સૌથી વધુ હશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2024-28 વચ્ચે તાપમાનમાં વધારો 1.1 ડિગ્રીથી 1.9 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 2024-28 વચ્ચે એક એવું વર્ષ હોઈ શકે છે જે દરમિયાન તાપમાનમાં 1.5 ડિગ્રી સુધીનો વધારો નોંધવામાં આવશે, જેની અસર ખેતી પર મોટા ભાગે પડશે અને ઉપજ માં મોટા પાચે ઘટાડો નોંધાશે.
વર્ષ 2020 માં જોવા મળી હતી લા નીનાની અસર
વધુ માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2020 માં વિશ્વમાં લા નીનાની અસર જોવા મળી હતી. તેના સૌથી ખરાબ અસર એશિયામાં ભારે વરસાદ અને પૂરના રૂપમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને ત્યારે ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જૂન 2023 પછી, અલ નીનોના સમયગાળો શરૂ થયુ છે, જેણે એશિયામાં અને ખાસ કરીને ભારતમાં દુષ્કાળની સ્થિતિ સર્જી છે. અલ નીનોની પરિસ્થિતિ એટલી બગડી કે ભારતનો ચોથો ભાગ ગંભીર દુષ્કાળની ઝપેટમાં આવી ગયો.
આબોહવામાં પરિવર્તન જોવા મળ્યો
આબોહવા પરિવર્તનને કારણે સર્જાયેલી અલ નીનોની સ્થિતએ ભારતમાં કૃષિને મોટા પાચે અસર કરી હતી. આ સમયગાળા દરમિયાન, ભારતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ગરમીના મોજા જોવા મળ્યા હતા. જેના કારણે અનાજ, કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનને અસર થઈ હતી. ડબ્લ્યુએમઓની રિપોર્ટ મુજબ ભારત સરકારને તેની આગાહીઓને ધ્યાનમાં રાખીને મોટી તૈયારી કરવી જોઈએ. ખેડૂતોને તેમની ખેતી પદ્ધતિમાં પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવા જોઈએ. એક અહેવાલ મુજબ 2023-24 માં અલ નીનો ટોચ પર છે જો કે આ વર્ષે લા નીનામાં ફેરવાઈ જશે.
WMOનો રિપોર્ટ સૂચવે છે કે લા નીના જૂન-ઓગસ્ટ 2024 દરમિયાન સક્રિય થઈ શકે છે. જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે લા નીના સક્રિય થવાની 60 ટકા શક્યતા અને ઓગસ્ટ અને નવેમ્બર વચ્ચે સક્રિય થવાની 70 ટકા તક છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં અલ નીનો ફરીથી સક્રિય થવાની શક્યતા ઓછી છે. જો ભારતમાં લા નીના ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, તો ખેતીને ખરાબ અસર થઈ શકે છે. લા નીના ભારે વરસાદ અને પૂરની સંભાવના બનાવે છે, જે ખેતી માટે સારી નથી.
ભારતમાં ખેતી થઈ જશે બરબાદ
ગ્લોબલ વાર્મિંગના કારણે જો હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યું છે તેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અલ નીનોની આડપેદાશના કારણે આ વર્ષે ઉનાળો એમ પણ વઘુ ગરમ છે, જેની અસર પહેલા કરતા વધુ અસહ્ય બની રહી છે. વિતેલા વર્ષ 2023 વિશ્વના ઉત્તર ભાગમાં 2 હજાર વર્ષમાં સૌથી ગરમ વર્ષ તરીકે નોંઘાયું હતું. કેનેડામાં એટલી ગરમી હતી કે જંગલમાં લાગેલી આગને ઓલવવી બહાર જતો રહ્યો હતો. એજ સમયમાં અમેરિકાના ટેકસાસથી લઈને એરિઝોના સુધી એટલી ગરમી પડી હતી કે સેકડો લોકોએ પોતાનું જીવ ગુમાવ્યા હતા. આવી સ્થિતમાં ખેતી પર તેની શું અસર થાય તમે પોતે જ વિચારી શકો છો અને ભવિષ્યામાં ભારતમાં ખેતીની સ્થિતિ શું થશે તેને લઈને ડબ્લ્યુએમઓ ચિંતા વ્યક્ત કરી દીધી છે.
Share your comments