કોરાના કાળમાં સૌથી મોટો ફટકો દેશની અર્થવ્યવસ્થા પર પડ્યુ છે. તેને દૂર કરવા માટે અને જે લોકોના કોરોના કારણ નૌકરી જતી રહી એવા લોકો માટે વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદી આત્મનિર્ભર ભારતનો સૂત્રોચ્ચાર આપયુ હતુ.વડા પ્રધાનના સૂત્રોચ્ચાર પછી દેશના કૃષિ ક્ષેત્રમાં જે આત્મનિર્ભર ભારતની પવન ફુંકાઈ છે. તેના લીધે સરકાર દ્વારા જુદા-જુદા કૃષિ વસ્તુઓના ઉત્પાદનને ઘર આંગણે વધારવાના પ્રયત્નો શરૂ કર્યુ છે. પણ સરકારનો એ પ્રયત્ન કેટલા સફલ થાશે એ તો આવનરો સમય જ નક્કી કરશે. કેમ કે પૂર્વની સરકારો ખેડૂતોની આવક બમણી કરવાનો ગાણ ગાયુ પણ ક્યારે કર્યુ નથી.
જમીનની ફળદ્રૂપતા વધારવી જરૂરી.
ખેતીને લઈને કૃષિ વૈજ્ઞાનિકો ના માનવુ છે કે કૃષી મુજબ જમીનની ફળદ્રુપતા વધારવી જરૂરી છે. તેના સાથે જ હેકટરદીઠ પેદાશ વધુ મેળવવાની બાબત પણ વાવણીમા અહમ ભૂમિકા ભજવી શકે તેમ છે. માત્ર વાવેતરનો વિસ્તાર વધારવાથી આત્મનિર્ભરથઈ શકાશે નહિં એવુ જાણકારો જણાવી રહ્યા છે. અને બીજા દેશોના સરખામણીએ આપણ દેશમાં કૃષી ચીજોમાં હેકટરવીટ ક્યારે ઊંચો નથી રહ્યો. બીજા દેશોમા આ કેમ ઊંચો છે તેના કરાણ શોધવા માટે આગળ વધવુ જોઈએ. બીજી બાજુ હાલના દિવસોમાં આવેલા વાવઝોડાનો કારણ જ્યા એક બાજુ ખુબ નુકસાન થયુ તો બીજી બાજુ વાવઝોડાના કાળા ડીબાંગ વાદળોમાં રૂપેરી કોર પણ જોવા મળી છે.
વાવાઝોડા કારણ વધ્યુ ભેજુનો પ્રમાણ
અંગ્રેજીમાં જેને સિલ્વર લાઈનિંગ ઈન બ્લેક કલાઉડ્સ તરીકે ઓળખવામાં આવે છે એવી સ્થિતિ આ બે તોફાનો પછી કુદરતે ભારત સામે તથા વિશેષ રૂપે દેશના કૃષી જગત માટે સર્જિત કરી છે. માનસૂનથી પહેલા આવ્યા આ બે વાવાઝોડાના કરાણે દેશ મા ભારી વરસાદ પર્ડયુ છે.જેના કરાણે જામીનનમાં પાણી ખાસ્સા ઉતર્યા છે. તેથી ભેજનું પ્રમાણ વધ્યું છે અને હવે જ્વલ્લે જ કો એવી જમીન બાકાત રહી છે જેમાં ભેજનું પ્રમાણ ઓછું રહ્યું હોય એવું જાણકારોએ જણાવ્યું હતું. જોવા જાઈએ જે મહિનાઓમાં આ વાવાઝોડા આવ્યા હતા. એ મહિનાઓ ઉનાળાના મહિનાઓ તરીકે ગણાવાય છે અને આવા મહિનાઓમાં વરસાદ પડતાં તથા જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં ચમત્કારી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાત, મધ્ય- પ્રદેશ, ઉત્તર- પ્રદેશ, મહારાષ્ટ્ એવા રાજ્ય છે જ્યાની જામીનન પર ભેજૂનો પ્રમાણ વધારે જોવા મળ્યુ છે..
જોકે કૃષી બજારો તથા ખેડૂત વર્ગમાં એક પ્રસ્ન હાલ છાશવારે પુછાતો જોવા મળ્યો છે. આ પ્રશ્ને છે એવો છે કે શું આ વધારાનો ભેજ ખરીફ વાવેતર માટે સારો છે કે નહિં? આ વિશે કૃષીના જાણકારો મુજબ એકલા ભેજથી પાકને લાંબા સમયસુધી સ્પોર્ટ આપી શકાય નહિં અને લાંબા ગાળે મોન્સૂન રેઈન તો આવશ્યક છે પરંતુ જમીનમાં જો ભેજનું પ્રમાણ વધુ હોય તો જો વરસાદ આવવામાં વિલંબ થાય તો પણ પાકને ભેજના આધારે થોડા સમયમાં બતાવી શકાય તેમ છે. જોકે પંજાબ- હરીયાણા જેવા રાજ્યોમાં પરિસ્થિતિ વેગળી છે ત્યાં સીંચાઈ યોજનાનો વ્યાપક લાભ ખેડૂતોને મળતો રહ્યો છે અને ત્યાંના ખેડૂતો મોનસૂન પર આધારિત નથી.
જોકે વાવાઝોડાના કારણે બિહાર તથા ઓરીસ્સાના દરીયાકાંઠા વિસ્તારોમાં ખેડૂતોને પ્રતિકુળ અસર પણ પડી છે. વાવાઝોડાના કારણે વિવિધ વિસ્તારોમાં ઉભા પાકને અસર પણ પડી છે. મોનસૂન પૂર્વે હવે પવનની ગતિ અનુકૂળ રહેશે તો જમીનભેજનું પ્રમાણ નોંધપાત્ર જળવાઈ રહેવાની આશા કૃષી વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
દેશમા આ વર્ષે વરસાદની મહત્વના
દેશમાં આ વર્ષે વરસાદ એકંદરે સારો પડવાની શક્યતા છે. આવા આવનારા આશાસ્પદ મોન્સૂન પૂર્વે જમીનમાં ભેજનું પ્રાણ ઓલરેડી વધી ગયું છે. દેશમાં કૃષી પાકો માટે સાઉથ વેસ્ટ મોન્સૂન ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. દેશમાં જે કુલ વાર્ષિક રેઈનફોલ થાય છે એ પૈકી ૭૫ ટકા રેઈન ફોલ સાઉથ વેસ્ટ મોન્સૂન મારફત થતું હોય છે. ચોખા, કઠોળ તથા બરછટ ધાન્યોમાં પાક માટે સાઉથ વેસ્ટ મોન્સૂન મહત્ત્વનો મનાય છે. મોન્સૂનમાં દેશમાં ખાસ કરીને જૂન, જુલાઈ તથા ઓગસ્ટના મહિનાઓ અત્યંત મહત્ત્વના મનાય છે. સાઉથ વેસ્ટ મોન્સૂન ખરીફ તથા રવિ બંને પાકો માટે મહત્ત્વનો મનાય છે. સાઉથ વેસ્ટ મોન્સૂન સારો આવે છે ત્યારે દેશમાં રવિપાક માટે વાવેતર પણ સારું થાય છે અને રવિ પાકનું આવું વાવેતર નવેમ્બર- ડિસેમ્બરમાં શરૂ થાય છે તથા પાકની કાપણી માર્ચ- એપ્રિલમાં કરવામાં આવે છે.
આનાજના કુલ ઉત્પાદન
દેશમાં અનાજના કુલ ઉત્પાદન પૈકી આશરે 60 ટકા આવું ઉત્પાદન ખરીફ મોસમમાં થતું હતું પરંતુ પાછલા 10 થી 20 વર્ષથી આ સ્થિતિ બદલાઈ ગઈ છે તથા હવે બંને મોસમમાં અનાજનું ઉત્પાદન કુલ ઉત્પાદનથી ટકાવારી લગભગ સરખું થવા માંડયું છે. ઘણી વખત તો ખરીફ કરતાં ઉલ્ટાનું રવિ મોસમમાં વધુ અનાજ પાકતું પણ જોવા મળ્યું છે. રવિ મોસમમાં ખાસ કરીને ઘઉંનાં પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. કોટન તથા બટાટા જેવા પાકો માટે ઘણી વખત કમોસમી વરસાદ વિલનની ભૂમિકા પણ ભજવે છે, એવું જાણકારોએ જણાવ્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પડેલા ભારે કમોસમી વરસાદથી મધ્ય પ્રદેશમાં સોયાબીનના પાકને પ્રતિકુળ અસર પડી હતી. કાંદા- બટાટાને પણ અસર પડી હતી તથા ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.
ભારતમાં નોર્મલ નહિં પરંતુ વ્યાપક વરસાદ કૃષી ક્ષેત્ર માટે આવશ્યક મનાય છે. જોકે સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં કમોસમી વરસાદ પડે છે ત્યારે અમુક પાકોને ફટકો પડે છે પરંતુ તેની સાથોસાથ પાક માટે આવો વરસાદ ઉત્તમ સાબીત થાય છે. કારણ કે આવા વરસાદના પગલે જમીનમાં પાણીનું પ્રમાણ વધવા લાગે છે જે રવિ પાક માટે લાભપ્રદ સાબિત થાય છે. હવે બધાની નજર મોન્સૂનના આગમન તથા પ્રગતિ પર રહી છે.
Share your comments