રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રીક વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને સૌરાષ્ટ્રની વાત કરીયે તો સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા બે દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે જુનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રીક વરસાદ નોધાયો છે.આ વિસ્તારોમા સારો એવો વરસાદ પડવાથી ખરીફ પાકને જીવનદાન મળી ગયુ છે.
કપાસ કરતા સોયાબિનના પાકનું વાવેતર વધ્યુ
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને મન મપકીને વરસી રહ્યા છે. જૂનાગઢ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે અને સારા વરસાદને કારણે ખેતીના પાકો ખીલી ઉઠ્યા છે વરસાદ પડતા ખેતરમાં રહેલા મગફળી, અને કપાસના પાકોને જીવનદાન મળી ગયુ છે. આ વિસ્તારમાં હજુ પણ મધ્યમ થી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સારો એવો વરસાદ થતા આ વિસ્તારના ખેડૂતોએ પાકોની વાવણી બદલી છે. ચાલુ વર્ષે આ વિસ્તારોમાં ખેડૂતોએ કપાસનું વાવેતર ઓછુ કર્યુ છે અને સોયાબિનનું વધારે કર્યુ છે.
જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં 95 ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે
જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં 95 ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે. જીલ્લાનો મુખ્ય પાક મગફળી છે અને ચાલુ વર્ષે 2.23 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જીલ્લામાં અત્યાર સુધી મગફળી બાદ બીજા નંબરે કપાસનું વાવેતર થતું હતું. પરંતુ ચાલુ વર્ષે ખેડૂતો સોયાબિનની ખેતી તરફ વળ્યા છે અને કપાસ કરતાં પણ સોયાબિનનું વાવેતર વધારે થયું છે.
જૂનાગઢ જીલ્લામાં ચાલુ વર્ષે થયેલા વાવેતર ( હેક્ટરમાં )
પાકનું નામ |
હેક્ટર દીઠ વાવેતર |
મગફળી |
2,23,900 |
સોયાબિન |
50,400 |
ઘાસચારો |
10,143 |
કપાસ |
32,545 |
શાકભાજી |
4,515 |
અડદ |
1,260 |
મગ |
1,030
|
તલ |
195 |
તુવેર |
60 |
દિવેલા |
188 |
આમ કુલ 3,24,236 હેક્ટરમાં અત્યાર સુધીમાં વાવેતર થયું છે, જીલ્લામાં સરેરાશ 3,33,369 હેક્ટરમાં વાવેતર થાય છે. આમ ચાલુ વર્ષે ચોમાસાનો શરૂઆતનો તબક્કો ચિંતાજનક રહ્યો પરંતુ હવે વરસાદી માહોલ છે અને હવામાન વિભાગની આગાહી મુજબ પણ જે વરસાદ થયો છે અને થવાનો છે તે ખેતીપાકો માટે ફાયદાકારક વરસાદ છે.
Share your comments