ગુજરાતમાં વરસાદ ખેંચાયતો સમગ્ર દેશમાં સૌથી સમગ્ર દેશમાં સૌથી ખરાબ સ્થિતિ વચ્ચે હવે દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી રહી હોવાથી ખેડૂતો હવે પાછોતરા પાક એવા એરંડા તરફ વળ્યા છે.
ગુજરાતમાં વરસાદ ખેંચાયતો સમગ્ર દેશમાં સૌથી સમગ્ર દેશમાં સૌથી ખરાબ સ્થિતિ વચ્ચે હવે દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી રહી હોવાથી ખેડૂતો હવે પાછોતરા પાક એવા એરંડા તરફ વળ્યા છે. ગુજરાત સરકારનાં તાજા આંકડાઓ પ્રમાણે હાલની સ્થિતિએ રાજ્યમાં ગત વર્ષની તુલનાએ એરંડાના વાવેતરમાં 17 ટકાનો વધારો થયો છે, જોકે આ વાવેતર રાજ્યમાં થતા સામાન્ય વાવેતર વિસ્તારની તુલનાએ હજી 50 ટકા જ વાવેતર થયું છે.
ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં આંકડાઓ પ્રમાણે 16મી ઓગસ્ટ સુધીમાં એરંડાનું વાવેતર 3.28 લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે 280 લાખ હેકટરમા થયું હતું. આમ આજની સ્થિતિ એ 76 ટકાનો વધારો છે. રાજ્યમાં સામાન્ય રીતે સમગ્ર સિઝન દરમિયાન છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 6.37 લાખ હેકટરમાં વાવેતર થયું હતું, જેની તુલનાએ પણ 50 ટકા વાવેતર અત્યારે જ પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં સમગ્ર ખરીફ પાકોનું વાવેતર 78.73 લાખ
હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે 78 લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં એકાદ ટકાનો વધારો થયો છે. રાજ્યમાં કપાસનું વાવેતર એકાદ ટકા ઘટ્યુંલ છે, જ્યા રે મગફળીમાં સાત ટકાનો ઘટાડો થયો છે. રાજ્યમાં કઠોળ પાકોમાં અડદનાં વાવેતરમાં પણ 75 ટકા જેવો વધારો થયો છે.
Share your comments