હેલો મિત્રો, આપ સૌને ખબર જ છે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આપણા દેશ ના બધા રાજ્યો માં અલગ અલગ ખેત પેદાશ થાય છે અને આપનો દેશ પૂરી દુનિયામાં ખેત પેદાશ (ફળ અને શાકભાજી) ને પહોંચાડી એ છીએ. આમ તો આખા વર્ષ માં ઘણી ખેત પેદાશનું ઉત્પાદન થાય છે પરંતુ શિયાળા ની વાત જ અલગ છે તો ચાલો જાણીએ શિયાળુ પાક વિષે:
શિયાળાની ઋતુ આવી ગઈ છે અને શિયાળા પાક, ફળ અને શાકભાજી ની પણ સીઝન આવી ગઈ છે અને શિયાળાના શાકભાજી અને ફળોમાં શિયાળાની ઋતુનું વિશેષ આકર્ષણ હોય છે. મોટાભાગની શાકભાજી આખું વર્ષ ઉપલબ્ધ હોય છે પરંતુ શિયાળામાં શાકભાજી રસદાર અને તાજી હોય છે, તેનો સ્વાદ વિશેષ હોય છે અને ભારતીય શિયાળુ શાકભાજી માર્કેટ ખાસ આકર્ષણ ધરાવે છે. શિયાળાની ઋતુમાં ફળ અને શાકભાજીની વિશિષ્ટતા એ હોય છે કે એ ખુબ જે ગુણકારી હોય છે અને બજારમાં કશ્મીર થી કન્યાકુમારી સુધીના ફળ અને શાકભાજી આરામથી મળી જાય છે. જેમાં મુખ્યત્વે આપણને પાલક મેથી ની ભાજી, મૂળા, ગાજર, લીલી ડુંગળી, લીલા વટાણા, કશ્મીરના સફરજન, શક્કરીયા, લીલું લસણ , બીટ, આમળા જેવા આરોગય વર્ધક મળી રહે છે. તેથી, આ મહિનાઓ માટે તમારા આહારમાં ફેરફાર કરો અને શિયાળાના આ શાકભાજીનો આનંદ લો. ફળો અને શાકભાજી રસોઈ માં જમવાની સાથે સાથે તમે શિયાળાની ઋતુમાં ફળો અને શાકભાજીના જ્યુસ નો પણ વપરાશ કરીને તમે સારું સ્વાસ્થ્ય મેળવી શકો છો
શિયાળા શાકભાજી ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જેમકે,
આજના કમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં આપણી આંખોને સૌથી વધારે નુકશાન થાય તેમાં ગાજર આંખોની સંભાળ રાખવા માં સૌથી ઉપયોગી ખેત પેદાશ છે. ગાજર થી આંખની ચમક વધે છે અને આખો ના નંબર દૂર કરવામાં પણ મદદ કરે છે. ગાજરમાં વિટામિન A, એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષક તત્વો હોય છે. પુરાવા સૂચવે છે કે વધુ ગાજર ખાવાથી કેન્સર અને રક્તવાહિની રોગના જોખમોને ઘટાડવામાં મદદ મળી શકે છે.
ફૂલકોબીને સુપર ફૂડ ગણવામાં આવે છે કારણ કે તેમાં ફાઇબર અને વિટામિન બી અને સીની માત્રા વધુ હોય છે. તે એન્ટીઑકિસડન્ટો પ્રદાન કરે છે અને કેન્સર સામે લડે છે, વજન ઘટાડવા અને પાચનમાં વધારો કરે છે, અને તેમાં કોલિન હોય છે જે શીખવા અને યાદશક્તિ માટે જરૂરી છે.
શિયાળામાં પાલકનું ખુબ મહત્વ છે. મોટાભાગે લોકો શિયાળામાં પાલકનું સૂપ નો ઉપયોગ કરીને સ્વસ્થ રહે છેતે હાડકાના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે, આયર્નની ઉણપ સામે લડે છે, કબજિયાત અને સમાન સમસ્યાઓ અટકાવે છે, કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ અને અસ્થમામાં મદદ કરે છે.
બીટ તમારા શરીર માં લોહી વધારવાનું કામ કરે છે જેના શરીર માં લોહી ની ઉણપ હોય તો બીટ ના સેવન થી તેમને ઘણો લાભ મળે છે. બીટ એક વાઇબ્રેન્ટ શાક છે, જેમાં વિવિધ પ્રકારના અનોખા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા પોષક તત્વો હોય છે . તેમાં આયર્ન, વિટામીન A, B6 અને C અને ઘણા અમૂલ્ય ખનિજોનો સમાવેશ થાય છે, લીવર ડિટોક્સિફિકેશન પ્રક્રિયામાં મદદ કરે છે, ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદય રોગની શક્યતાને મર્યાદિત કરે છે, આપણી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે.
સરગવો માતાઓ માટે સ્તન દૂધનું ઉત્પાદન વધારવામાં મદદ કરી શકે છે, વિટામિન A, C, પોટેશિયમ અને ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે, પાચનમાં સુધારો કરે છે, રક્ત શુદ્ધિકરણ ગુણધર્મો ધરાવે છે, શ્વસન સમસ્યાઓને સરળ બનાવે છે અને રક્ત શુદ્ધ કરે છે.
તો દોસ્તો મારી તો એક જ સલાહ છે સારો આહાર લો જેનાથી તમે સ્વસ્થ રહો તમારા પરિવારને સ્વસ્થ રાખો અને નિરોગી રહો.
આ પણ વાંચો:ડિસેમ્બરમાં કરો વટાણાની વ્યાપક ખેતી, ખુબજ નાના સમય અંતરમાં મેળવી શકશો. સારો વટાણાનો પાક
Rizwan R Shaikh (FTJ)
Plot No. 484/2,
Sector. 12 B,
Gandhinagar, Gujarat.
Pin : 382006
Share your comments