Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડિસેમ્બરમાં કરો વટાણાની વ્યાપક ખેતી, ખુબજ નાના સમય અંતરમાં મેળવી શકશો. સારો વટાણાનો પાક

ગુજરાત માં લોકો વટાણાનો વધુ ઉપયોગ કરતા હોય છે. બટાકાનું શાક હોય કે ઊંધિયું હોય કે લીલવાની કચોરી હોય આ બધા જ માં વટાણાનો ઉપયોગ કરવામાં આવે છે.તો આજે આપણે કૃષિ જાગરણના લેખમાં વટાણાની ખેતી વિશે જાણીશું.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
લીલા વટાણા
લીલા વટાણા

વટાણાની ખેતીથી તમે 3 મહિનામાં લાખોની કમાણી કરી પોતનો વ્યવસાય કરી શકો છો.વટાણાની ખેતી ઓછા ખર્ચે અને ઓછી મહેનતમાં ખુબજ સારો નફો આપે છે. કૃષિ જાગરણના આજના લેખમાં અમે આપને વટાણાની ખેતી વિશે જાણકારી આપી રહ્યા છીએ.

શિયાળાની ઋતુમાં ખેતરમાં વટાણા ઉગાડવા માંગતા હોવ તો એક સારો વિચાર છે. વટાણાની ખેતીથી તમે થી 3 મહિનામાં લાખોની કમાણી કરી શકો છો. વટાણાની ખેતી ઓછા ખર્ચે અને ઓછી મહેનતમાં વધુ નફો આપે છે. કૃષિ જાગરણના આજના લેખમાં અમે તમને વટાણાની વ્યાપક ખેતી વિશે માહિતી જાણકારી આપી રહ્યા છીએ.

શું શું બાબતોનું ધ્યાન રાખવું યોગ્ય છે.

વટાણાને ખેતી માટે ભેજવાળી અને ઠંડી આબોહવાની જરૂર પડે છે. મટિયાર લોમ અથવા લોમ માટી વટાણા માટે શ્રેષ્ઠ છે, જમીનનું pH મૂલ્ય 6-7.5 સુધી હોવું જોઈએ. ધ્યાનમાં રાખો કે વધુ એસિડિક જમીન વટાણા માટે બિલકુલ સારી નથી. તેનાથી વટાણાની ખેતીને નુકસાન પોહચી શકે છે. અને ખરાબ ખેતી થાય તો વટાણા પણ ખરાબ થાય તો તેનો ભાવ પણ મળતો નથી.

વટાણાના વાવણીનો યોગ્ય સમય

ડીસેમ્બર મહીનો એટલે ઠંડો મહિનો હોય છે. એટલે વટાણાની ખેતીમાં, બીજ અંકુરણ માટે સરેરાશ 22 ° સે તાપમાન જરૂરી છે, જ્યારે વૃદ્ધિ માટે 10 થી 18 ° સે. વટાણાની વાવણી માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરના મધ્યથી નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીનો છે. પરંતુ જો તમે વટાણા વાવી શક્યા ન હોવ, તો તમે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં મધ્યમ અથવા મોડી જાતો વાવી શકો છો.

વટાણાની સુધારેલી જાતો

અવનવી વટાણાની જાતો થી આપ અજાણ હશો. તો જાણો કેટલી વટાણાની પાછોતરી જાતો છે.  આઝાદ પી1, બોનેવિલે, જવાહર વટાણા વગેરે છે. આગોતરી જાતોમાં Ageta 6, Archil, Pant Sabzi Matar 3, Azad P3 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, jm6, પ્રકાશ, kp mr400, ipfd 99-13 પણ ઉત્પાદનની દ્રષ્ટિએ સારી જાતો છે.

વટાણાનું ખેતર તૈયાર કરવું તેમાં શું તકેદારી રાખવી જાણો

વટાણાની ખેતી કરતા પહેલા ખેતરમાં યોગ્ય રીતે ખેડાણ કરવું જરૂરી છે. આ પછી, વટાણાના અંકુરણ માટે જમીનમાં ભેજ જરૂરી છે. જમીન તૈયાર કરતી વખતે ગાયના છાણનું ખાતર મિક્સ કરો. સારા ઉત્પાદન માટે 30 કિગ્રા નાઈટ્રોજન, 60 કિ.ગ્રા. ફોસ્ફરસ, 40 કિલો પોટાશ આપી શકાય. આ સાથે 100-125 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર ડાયમોનિયમ ફોસ્ફેટ (ડી, એ, પી) આપવાથી પણ છોડનો સારો વિકાસ થાય છે. જ્યાં સલ્ફરની અછત હોય તેવા વિસ્તારોમાં વાવણી સમયે સલ્ફર પણ આપવું જોઈએ.

બીજ માવજત અને તેની તકેદારી 

વટાણાના બીજ વાવતા પહેલા થિરામ 2 ગ્રામ અથવા મેકોનઝેબ 3 ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે પ્રક્રિયા કરવી જોઈએ. વાવણી કરતા પહેલા બીજને પાણીમાં પલાળી રાખો અને છાંયડામાં સુકાવો. બીજને 5 થી 7 સે.મી.ની ઊંડાઈએ અને 20 થી 25 સે.મી.ના અંતરે વાવો. આગોતરી જાતોની વાવણી માટે, પ્રતિ હેક્ટર 150 કિલો બીજનો ઉપયોગ થાય છે, જેમાંથી 50 થી 60 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. બીજી તરફ, પાછોતરી જાતો માટે 100 થી 120 કિગ્રા પ્રતિ હેક્ટર બિયારણનો દર રાખો, જેમાં 60 થી 125 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે.

સિંચાઈ પદ્ધતિ 

વટાણાની અદ્યતન ખેતીમાં જમીનમાં ભેજ હોવો જરૂરી છે. ભેજ અને શિયાળા પ્રમાણે 1-2 સિંચાઈની જરૂર પડે છે. પ્રથમ પિયત ફૂલ આવવાના સમયે અને બીજું પિયત શીંગો બનવાના સમયે આપવું જોઈએ.

નીંદણ નિયંત્રણ

પાકની વૃદ્ધિની અવસ્થામાં હળવા નિંદામણ જરૂરી છે. નીંદણ પાકની ઉત્પાદન ક્ષમતાને અસર કરે છે.

ખર્ચ અને નફો

લો તૈયાર છે. આપની વટાણાની ખેતી હવે તમારી ખેતીનો ખર્ચ અંદાજે પ્રતિ હેક્ટર 20 હજાર રૂપિયા છે અને અંદાજે પ્રતિ હેક્ટર 25 થી 30 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. વટાણાની બજાર કિંમત લગભગ 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો છે. ત્યારે સૂકા વટાણા પણ બજારમાં વેચી શકાય છે.

આ પણ વાંચો : ચણાના પાકને અસર કરતા રોગો અને સંકલિત વ્યવસ્થાપન

Related Topics

#Peas # Crop #Eearn

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More