Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કૃષિ ઉત્પાદનમાં અક્લ્પ્ય વધારો મેળવવા માટે કુદરતી પરાગનયનની મહત્વતા

કૃષિ ઉત્પાદનમાં અક્લ્પ્ય વધારો મેળવવા માટે કુદરતી પરાગનયન સજીવોનું સંરક્ષણ અને મધમાખી ઉછેર, ખાસ કરીને પરાગનયન માટેના પ્રાથમિક ધ્યેય સાથે પ્રોત્સાહન આપવું ખુબ જ જરૂરી છે. મધમાખી અને અન્ય પરાગનયની સજીવોનું મહત્વ ક્યારે ભૂલાવું જોઈએ નહી.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

કૃષિ ઉત્પાદનમાં અક્લ્પ્ય વધારો મેળવવા માટે કુદરતી પરાગનયન સજીવોનું સંરક્ષણ અને મધમાખી ઉછેર, ખાસ કરીને પરાગનયન માટેના પ્રાથમિક ધ્યેય સાથે પ્રોત્સાહન આપવું ખુબ જ જરૂરી છે. મધમાખી અને અન્ય પરાગનયની સજીવોનું મહત્વ ક્યારે ભૂલાવું જોઈએ નહી. પરાગરજ અને મધુરસ એકઠી કરવા માટે મધમાખી વનસ્પતિના ફુલોની મુલાકાત લે છે. કારણ કે તેમની મુલાકાતના પરિણામે મધમાખીઓને ખોરાક મળે છે અને આડકતરી રીતે પાકમાં પરાગનયન થાય છે. મધમાખી દ્વારા વનસ્પતિમાં પરાગનયનની ક્રિયાથી બહુ બધા ફાયદા જોવા મળે છે. જેમકે મધમાખી ન હોત તો આપણી પૃથ્વી પરની કેટલીય વનસ્પતિની પ્રજાતિઓ નિર્માણ પામી ન હોત અથવા તો કેટલીય પ્રજાતિ સંપૂર્ણ નાશ પામી હોત. 

મધમાખીના કારણે ફળોમાં પોષકતત્વો અને સુંગધ વધારે છે, પરાગરજનું સ્ફુરણ વધારે છે, પાકનો વિકાસ તેમજ વાનસ્પતિક વૃધ્ધિ પણ વધારે છે, બીજની સંખ્યા તેમજ ઉત્પાદન વધારે છે, ફળો વધારે બેસે છે અને ઉત્પાદન પણ વધે છે. તૈલીબિયાના પાકમાં તેલના ટકા વધે છે, જુદા જુદા પાકોમાં રોગો અને જીવાતો સામે પ્રતિકારકશક્તિમાં વધારો થાય છે. પરાગનયનની પ્રક્રિયા એ પુષ્પજન્ય વનસ્પતિમાં પ્રજનન અંગેની મહત્વની ક્રિયા છે જેમાં પુષ્પના પુંકેસરમાંથી પરાગરજ પુષ્પના સ્રીકેસર પર જાય છે. ખેતી પાકોમાં ૧૫ ટકા પાકો સ્વપરાગનયનીત/ સ્વફલીનીકરણ પામતાં હોય છે, જેમાં તે જ છોડ પરાગરજની હેરફેર માટે ગુરુત્વાકર્ષણ કે પવન જેવા પરિબળોમાં ભાગ ભજવતાં હોય છે.

મોટા ભાગના ધાન્ય અને કઠોળ વર્ગના પાકોમાં સ્વફ્લીનીકરણ થાય છે જયારે ખેતી પાકોના ૮૫ ટકા પાકોમાં પરપરાગનયન જોવા મળે છે. આવા પાકોમાં વનસ્પતિના પુષ્પો પોતાની પરાગરજનો ઉપયોગ કરી શકતાં નથી. આ પુષ્પોએ ફલિનીકરણ માટે પોતાની જ પ્રજાતિના અને છોડમાંથી પરાગરજ મેળવવી પડે છે. આવી વનસ્પતિમાં પુષ્પોની રચના એવી હોય છે કે તેમાં પરાગરજને પુષ્પના પુંકેસર પરથી અન્ય પુષ્પના સ્રીકેસર પર લઈ જવા ખાસ વાહકની જરૂર પડતી હોય છે. આ વાહકો તરીકે કેટલાં પ્રકારના કીટકો મહત્વનો ભાગ ભજવતાં હોય છે. જેને આપણે પરાગનયન કરનારા કીટકો તરીકે પણ ઓળખીયે છીએ જેમાં મુખ્યત્વે મધમાખી, વિવિધ પ્રકારની નાની ભમરી, ઢાલીયા કીટક, પતંગિયા, માખી, થ્રિપ્સ વગેરેનો સમાવેશ થાય છે. પરાગનયનથી ફક્ત પાકનું ઉત્પાદન જ નહીં પણ ઉત્પાદનની ગુણવતા પણ સુધરતી હોય છે. શક્કરટેટી અને કપાસ જેવા પાકોમાં પરાગ૨જ ચીકણી હોય છે આવા પાકોમાં પણ પરાગનયન માટે કીટકોની જરૂરિયાત રહેતી હોય છે. 

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

મેક ગ્રગોર નામના પ્રસિધ્ધ પરાગનયનશાસ્ત્રીના જણાવ્યા મુજબ મનુષ્યના ખોરાકનો એક તૃતીયાંશ ભાગ સીધી કે આડકતરી રીતે મધમાખી અને અન્ય કીટકો દ્વારા મળે છે. જેમાં તૃણાહારી પ્રાણીઓમાંથી મળતાં પ્રાણીજ પદાર્થો અને તેલિબીયાં પાકમાંથી મળતાં ખાદ્યતેલનો સમાવેશ થાય છે. વિશ્વમાં મધમાખી અને અન્ય કીટકો દ્વારા પરાગનયનથી થતા આર્થિક મુલ્યના આંકડા દર્શાવે છે કે આ મૂલ્ય વાર્ષિક ૬૦ થી ૭૫ અબજ અમેરિકન ડોલર જેટલું અનુમાનિત કરવામાં આવ્યું છે. અમેરીકામાં મધમાખી દ્વારા થતાં પરાગનયનનું આર્થિક મૂળ ૧૨.૩૦ અબજ ડોલર થવા જાય છે. જયારે મધમાખી અને અન્ય કીટકો દ્વારા થતાં ફાયદાનું આર્થિક મૂલ્ય ૧૮.૭૦ અબજ અમેરિકન ડોલર થાય છે.

કેનેડામાં આ મૂલ્ય લગભગ ૭૮ કરોડ કેનેડીયન ડોલર, ઓસ્ટ્રેલિયામાં ૧.૭ અબજ ઓસ્ટ્રેલિયન ડોલર, ન્યુઝીલેન્ડમાં ૩.૧ અબજ ન્યુઝીલેન્ડ ડોલર જેટલું અંદાજવામાં આવ્યું છે. ચીનમાં ઉત્પાદનનું મૂલ્ય ૬ અબજ યાનથી વધુ અથવા મધમાખીમાંથી મળતા અન્ય ઉત્પાદન કરતા છ થી સાત ગણું વધારે અનુમાનિત કરાયું છે. વિકાસશીલ દેશોમાં હજી આ આંકડાઓ ઉપલબ્ધ નથી પણ નિશ્રિત પણે તે ખુબ જ મોટા હશે. ભારતમાં પણ ૮૦ ટકા પાકોમાં કીટક દ્વારા પરાગનયન થાય છે. ફૂલપાકોમાં પરાગનયન વનસ્પતિ માટે પ્રકાશ અને પાણી જેટલું જ મહત્વ ધરાવે છે. ભારત જેવો દેશ કે જે પોતાનો વાર્ષિક કૃષિ વિકાસ દર ઊંચો લઈ જવા માંગે છે ત્યારે પરાગનયન કરનારા સજીવોનું મૂલ્ય ક્યારેય ઓછું આંકી શકાય નહીં. 

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

આપણા દેશમાં મધમાખી ઉપરના મોટાભાગના સંશોધનો અને પ્રયત્નો મધ ઉત્પાદન વધારવા પર આધારિત રહ્યા છે. આમ, મધમાખીનું પરાગવાહક તરીકેનું મૂલ્ય આપણે લેવામાં આવતુ નથી. કૃષિ ક્ષેત્રે અન્ન ઉત્પાદન વધારવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પાકોના જનીનિક બંધારણમાં ફેરફાર કરી, ખેતીપાકોની પોષકની જરૂરિયાતો પુરી પાડી અને તેમાં આવતા રોગ જીવાતોના નિયંત્રણના ઉપાયો પર વધુને વધુ સંશોધનો કર્યા, પરંતુ મધમાખી દ્વારા પરાગનયન કરાવી ઉત્પાદન વધારવાના પ્રયત્નો ખુબ જ ઓછા થયા છે. આપણા દેશના ખેડૂતો પાસે પણ મધમાખીનો પરાગનયનમાં ફાળો કેટલો છે તે અંગે પુરતી જાગૃતિ તથા જાણકારી નહિવત છે. તેથી આવી હકીકત ખેડૂતોને જણાવીને મધમાખીના ઉપયોગથી કૃષિ પાકોમાં ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરવા જોઇએ.

ભારતમાં ઉપલબ્ધ મધમાખીની બે પ્રજાતિઓ

(૧) ભારતીય મધમાખી એપિસ સેરેના ઇન્ડિકા

(૨) યુરોપીયન/ ઈટાલિયન મધમાખી/ એપિસ મેલિફેરા

ભારતીય મધમાખી અને યુરોપીયન મધમાખીને આપણે સહેલાઇથી પેટીમાં ઉછેરીને પરાગનયન માટે ઉપયોગ કરી શકીએ છીએ. તદ્દઉપરાંત, ગ્રીનહાઉસ નેટહાઉસમાં ગુસ્યા માખીઓ પરાગનયનમાં અગત્યનો ભાગ ભજવે છે.

અસરકારક પરાગનયન માટે મધમાખીમાં હોવા જોઇતા ગુણો

  • મધમાખીના શરીર પર પુષ્કળ પ્રમાણમાં વાળ રુવાટી હોવા જોઈએ અને પરાગવહન કરવા માટે માળખાકીય અનુકુલનતા ધરાવતી હોવી જોઈએ.
  • મધમાખી છોડને નુકસાન કરતી ના હોવી જોઈએ.
  • મધુરસ અને પરાગરજને ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે સંગ્રહ કરતા હોવા જોઈએ.
  • સમગ્ર વર્ષ દરમિયાન પરાગરજની જરૂરિયાત હોવાથી કોઈ સુપૂપ્ત અવસ્થા હોવી જોઈએ નહીં.
  • મધમાખી લાંબા મુખાંગો ધરાવતી હોવી જોઈએ અને શરીર વજનદાર હોવું જોઈએ, જે ઘણા પાકોના પરાગનયન માટે જરૂરી છે.
  • વિવિધ પાકોમાં પરાગનયન કરતા હોવા જોઇએ.
  • પ્રતિકુળ વાતાવરણમાં પણ પોતાની ખોરાક શોધવા માટે પાક પર જઈ શકે તેવા હોવા જોઇએ.
  • ખૂબ જ ઝડપી પ્રવૃતિવાળી હોવી જોઈએ.
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

મધમાખીના પરાગયનથી કેટલાકં પાકોમાં થતો ઉત્પાદનમાં વધારો

ક્રમ

પાક

ઉત્પાદનમાં વધારો (%)

ક્રમ

પાક

ઉત્પાદનમાં વધારો (%)

ફળ પાકો

ઘાસચારાના પાકો

સફરજન

૪૪

૧૭

રજકો

૧૯-૨૩

બદામ

૫૦-૭૫

૧૮

બરસીમ

૧૯-૬૮

એપ્રિકોટ

૫-૧૦

૧૯

કલોવર

૩૩-૪૦

ચેરી

૫૬-૧૦૦

૨૦

કઠોળ પાક

૩૯

લીંબુ

૭-૨૩

૨૧

બર્ડ ફ્રુટ

૩-૧૦

દ્રાક્ષ

૨૩-૫૪

તેલીબિયા પાકો

જામફળ

૧૨-૩૦

૨૨

રાઈ

૪૩

લીચી

૪૫-૯૦

૨૩

શણ

૪-૧૧

આલુ

૧૬-૫૩

૨૪

સુર્યમુખી

૩૨-૩૮

શાકભાજી

૨૫

તલ

૨૪-૪૦

૧૦

કોબીજ,કોલીફ્લાવર

૧૦-૩૦

૨૬

નાઈઝર

૧૭-૪૫

૧૧

મુળા

૨૨-૧૦૦

૨૭

અળસી

૨-૪૯

૧૨

ગાજર

અન્ય પાકો

૧૩

ટર્નીપ

૧૦-૧૨

૨૮

બક ઘઉં

૬૩-૧૦૦

૧૪

કાકડી

૩૦-૧૦૦

૨૯

કોફી

૧૭-૩૯

૧૫

ડુંગળી

૯૩

૩૦

કપાસ

૨-૫૦

૧૬

કોબીજ

૧૦-૩૦

૩૧

ફીલ્ડબીન

૧૮

જુદા જુદા પાકોમાં મધમાખીના પરાગયનની  જરૂરિયાત

ક્રમ

પાક

વસાહતોની સંખ્યા/હેકટર

ક્રમ

પાક

વસાહતોની સંખ્યા/હેકટર

સફરજન

૨-૩

૧૬

કપાસ

૨-૬

બદામ

૫-૮

૧૭

પપૈયા

૨-૩

લીંબુ

૨-૩

૧૮

દ્રાક્ષ

૨-૩

સુર્યમુખી

૨-૪

૧૯

સ્પ્રાઉટીગ બ્રુસેલ.

ટર્નીપ

૨-૫

૨૦

ટેટી

૧-૫

નાળીયેરી

૨-૩

૨૧

વ્હાઇટ ક્લોવર

૦.૨-૧.૦

 

કોલીફ્લાવર

૩-૫

૨૨

કીવી

 

આંબો

૨-૩

૨૩

બરસીમ

૩-૪

તરબૂચ

૧-૫

૨૪

બક ઘઉં

૧૦

રાઈ

૩-૫

૨૫

ગાજર

૧૧

કોળુ

૧-૨

૨૬

ચેરી

૨-૫

૧૨

તલ

૨-૩

૨૭

લીંબુ

૨-૫

૧૩

જામફળ

૨-૩

૨૮

કાકડી

૬-૨૦

૧૪

ડુંગળી

૨-૮

૨૯

હેરીવેચ

૩.૫-૭.૫

૧૫

રજકો

૩-૬

૩૦

વટાણા

૪-૬

 

પરાગનયન માટે મધમાખીની લેવાતી કાળજીઓ

  • વસાહતોની પરાગનયન શક્તિ તપાસતા રહેવું જોઇએ.
  • જુદા જુદા પાકો માટે વસાહતોની સંખ્યાની જરૂરિયાત મુજબ જ વસાહતો મૂકવી.
  • જયારે મધમાખી લક્ષ્યાંક પાક પરથી અન્ય પાકમાં જવાની શરૂઆત થાય ત્યારે વસાહતોની ફેરબદલી કરવી.
  • લક્ષ્યાંક પાકની આજુબાજુમાંથી નીંદામણો તથા અન્ય પાકોને કાઢી નાખવાજેથી ફૂલો માટે હરીફાઈ ઓછી થાય.
  • નિકાલજોગ પરાગનયન એકમ સ્થાપવા જેમ કે સસ્તા કન્ટેનરમાં નાના તથા ઓછી વસાહત ધરાવતા મધના પૂડાને આપણી જરૂરીયાત મુજબના પાકમાં ફૂલ અવસ્થા સમયે મૂકો.
  • મધમાખીની વસાહત પાકની વચ્ચોવચએવી રીતે ગોઠવવી કે જેથી પરાગનયનનો વિસ્તાર વધે અથવા વસાહતના નાના કદના ટુકડા કરી એકબીજાથી ર૦૦ મીટરના અંતરે પાકના વિસ્તારોમાં ગોઠવવા. 
  • શિયાળામાં વસાહતની દિશા સૂર્યની દિશા તરફ અને ઉનાળામાં તથા ચોમાસામાં છાંયડામાં મૂકવી.
  • પાકમાં મધમાખીઓનું પ્રમાણ વધારવા માટે ફૂલોના સુગંધની સાથે ખાંડની ચાસણી મિશ્ર કરી ખવડાવવી અથવા ખાંડની ચાસણીનો પાકમાં છંટકાવ કરવો.
  • ગુડવીન નામના પ્રસિધ્ધ પરાગનયન શાશ્ત્રીના મંતવ્ય મુજબ વસાહતમાં ફેરફાર કરવાથી એટલે કે વસાહતના દરવાજાની વિરુધ્ધ દિશાએ બ્રુડ ફ્રેમ મૂકવાથી, પરાગરજના સંગ્રહસ્થાનને દૂર કરવાથી અને પરાગરજ ટ્રેપ મુકવાથી અથવા વસાહતોને ખાંડની ચાસણી ખવડાવવાથી તેમની પરાગનયનની ક્રિયા ઝડપી બને છે અને પરાગરજ એકત્રિત કરનાર કામદારોની સંખ્યા અને પ્રમાણમાં પણ વધારો થાય છેજેથી પરાગરજના એકત્રિકરણનું પ્રમાણ વધે છે.
  • રાણીનાસીન્થેટિક ફેરોમોનનો ઉપયોગ કરી ફોરેજીંગ પ્રક્રિયાને ઉત્તેજિત કરી શકાય છે.

માખીઓની પ્રવૃત્તિ વધારે પડતી હોય ત્યારે પાક પર જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવો અથવા દવા છાંટવાની જરૂરિયાત ઊભી થાય તો મધમાખીને નુકસાન ન કરે તેવી વનસ્પતિજન્ય દવા છાંટવી

સૌજન્ય: 

ડૉ. એન. પી. પઠાણ, શ્રી આર. ડી. ડોડીયા, અને ડૉ. પી. એસ. પટેલ

પાક સરંક્ષણ વિભાગ, બાગાયત મહાવિધ્યાલય

કીટકશાસ્ત્ર વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિધ્યાલય, સરદારકૃષિનગર

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More