કૃષિ પાકોમાં ઘણા રોગો આવે છે. આવા રોગો કૃષિ ઉત્પાદનમાં અસર કરે છે તથા પાક ઉત્પાદન ઘટાડે છે. આ રોગો સામાન્ય રીતે ફુગ, જીવાણુ તથા વીષાણુથી આવતા હોય છે. આ રોગો મુખ્યત્વે ઉભા પાકમાં આવે છે પરંતુ આ રોગ ક્યારેક સંગ્રહ કરેલા બીજ, શાકભાજી તથા ફળો વગેરે ને પણ અસર કરે છે. આ રોગો વધુમાં વધુ ફુગ દ્વારા થાય છે જે સંગ્રહ બીજ સાથે માનવ જીવન પર પણ અસર કરે છે.
કૃષિ પાકોમાં ઘણા રોગો આવે છે. આવા રોગો કૃષિ ઉત્પાદનમાં અસર કરે છે તથા પાક ઉત્પાદન ઘટાડે છે. આ રોગો સામાન્ય રીતે ફુગ, જીવાણુ તથા વીષાણુથી આવતા હોય છે. આ રોગો મુખ્યત્વે ઉભા પાકમાં આવે છે પરંતુ આ રોગ ક્યારેક સંગ્રહ કરેલા બીજ, શાકભાજી તથા ફળો વગેરે ને પણ અસર કરે છે. આ રોગો વધુમાં વધુ ફુગ દ્વારા થાય છે જે સંગ્રહ બીજ સાથે માનવ જીવન પર પણ અસર કરે છે. રોગકારક ફુગમાંની અમુક ફુગ કેટલાક ઝેરીદ્રવ્યોનો સ્ત્રાવ કરે છે જે કૃષિ, માનવ જીવન તથા પશુપાલનના આહારમાં આવતા ઘણા રોગો અને હાનીકારક અસર ઉત્પન્ન કરે છે તો મીત્રો ચાલો આજે આવી કેટલીક ફુગ તથા તેનાથી સ્ત્રવતા દ્રવ્યો વિષે જાણીએ.
સૌપ્રથમ તો આવા ઝેરીદ્રવ્યો કેવીરીતે ઉત્પન્ન થાય છે તેના પર એક નજર કરીએ તો, દરેક સજીવનાં શરીરમાં પોષક દ્રવ્યો અથવા જીવનરસ બનતા હોય છે તેને ચયાપચયની ક્રિયા કહેવાય છે. પરંતુ આવા પોષક દ્રવ્યો સાથે ઝેરીદ્રવ્યો પણ બનતા હોય છે જે આપણા શરીરમાં હાનિકારક જીવાણુ, વિષાણુનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આજ રીતે ફુગમાં પણ ગૌણ ચયાપચયની ક્રિયા દ્વારા આવા ઝેરીદ્ર્વ્યોનો સ્ત્રાવ થાય છે જે ઉભા પાકમાં અથવા સંગ્રહ પાકોમાં અસર કરે છે. આવા ઝેરીદ્રવ્યો માનવ જીવન તથા પ્રાણી જીવન માટે પણ હાનિકારક સાબિત થાય છે. ફુગમાં આ દ્રવ્યો બનવાનું પ્રમાણ ખુબજ ઓછુ એટલે કે પી.પી.એમ એકમમાં (એક પી.પી.એમ= એક મી.લી. નો દસ હજારમો ભાગ) હોય છે અને આટલુજ પ્રમાણ પાક, માનવ જીવન અને પ્રાણીને અસર કરવા માટે પર્યાપ્ત છે.
ફુગમાં આવા ૩૦૦ થી વધુ સ્ત્રાવીત દ્રવ્યો ઓળખાયા છે. જેમાંના 30 જેટલા સ્ત્રાવો ઝેરી તરીકે સાબિત થયા છે. આ ઝેરી દ્રવ્યોની સૌપ્રથમ ખેતીમાં અસર જોઇએ તો તે ઘણા પાકો જેવાકે ઘઉં, મકાઈ, મગફળી, કપાસના બીયારણ, કોફી તથા ઘણા ડ્રાયફ્રુટ પાકોમાં જોવા મળે છે. સંશોધનો દ્વારા સાબિત થયુ છે કે તેનાથી ૨૫ ટકા જેટલું પાક ઉત્પાદન ઘટે છે. મુખ્યત્વે મગફળીના પાકમાં આવી ફુગ વધુ જોવા મળે છે. આ ઝેરીદ્રવ્યોના પ્રમાણને કારણે આપણા દેશમાંથી આફ્રિકા દેશમાં નીકાસ થતી મગફળીમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થયો છે. ભારતીય ખાધ નિગમ (એફ.સી.આઈ- ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા) ના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઈ.સ. ૧૯૮૨ માં આવા ફુગ દ્વારા સ્ત્રવતા ઝેરીદ્રવ્યોને કારણે નેવું હજાર ટન જેટલા આયાત કરેલા ઘઉંને ખાવા માટે અયોગ્ય જાહેર કર્યા હતા.
મિત્રો, આવી ફુગો પર વિહંગાવલોકન કરીએ તો ઝેરીદ્રવ્યો સ્ત્રાવતી ફુગના નામ નીચે મુજબ છે. 1.) એસ્પરજીલસ 2.) પેનીસીલીયમ 3.) ફ્યુઝેરીયમ 4.) ક્લેવીસેપ્સ 5.) અલ્ટરનેરીયા 6.) કેટલીક મશરુમ
આ ઝેરીદ્રવ્યોને લીધે માનવ શરીરમાં શરદી-તાવ, ઉલ્ટી, પેટમાં દુખાવો, માથુ દુખવુ, નાકમાંથી લોહી વહેવું, ગળામાં બળતરા થવી, કેન્સર, ચામડીનાં રોગો, કમળો જેવા રોગો થાય છે. પ્રાણીઓમાં પણ ફુગ દ્વારા સ્ત્રવતા ઝેરીદ્રવ્યોની અસર જોવા મળે છે જેમ કે દુધમાં દુષિતતા આવવી, દુધનું ઉત્પાદન ઘટવું, ગરમીમાં આવવામાં અનિયમિતતા, ગર્ભાશયમાં રસી થવું, પાચનતંત્ર નબળું પડવુ તથા ખોરાક લેવાની ક્ષમતામાં ઘટાડો થવાનું.
Share your comments