લિલિએસી પરિવાર સાથે સંબંધ રાખતા એલોવેરા એક બહુવર્ષિય છોડ છે. તે મૂળ સ્વરૂપે ફ્લોરિડ, મધ્ય અમેરિકા, વેસ્ટઈન્ડિઝ અને એશિયા મહાદ્વીપના કેટલાક દેશોમાં જોવા મળે છે. એલોવેરાના પાંદડા લીલા હોય છે. તેના પાંદડામાંથી પીળા રંગનો તરલ પદાર્થ નિકળે છે. આમ તો એલોવેરા ભારતમાં વિદેશી દેશોમાંથી આયાત કરવામાં આવે છે, પણ હવે તેના દેશના શુષ્ક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઉત્પાદન કરવામાં આવે છે. આજકાલ એલોવેરાની ખેતીનું પ્રચલન ઘણું વધી ગયુ છે. આ સંજોગોમાં તેની ખેતી ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે.
એલોવેરાનો ઉપયોગ
આયુર્વેદની દ્રષ્ટીએ એલોવેરાનો ઉપયોગ આજકાલ સૌદર્ય પ્રસાધનોમાં ઘણો વધી ગયો છે. તેને લીધે દેશના અનેક ભાગોમાં તેની ખેતી થઈ રહી છે અને ખેડૂતોને તેથી સારો લાભ કામવી રહ્યા છે. અનેક હર્બલ અને આયુર્વેદ કંપનીઓ તેની કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરી રહ્યા છે. તેની આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ચામડી રોગ, પીળિયો, ઉધરસ, તાવ, પથરી, શ્વાસ વગેરે રોગોમાં એલોવેરા ઘણા ફાયદાકારક છે.
એલોવેરાની ખેતી માટે જળવાયુ
એલોવેરાના વાવણી માટે ગરમ, શુષ્ક અને ઉષ્ણ જળવાયુ ઉત્તમ માનવામાં આવે છે. તેની વાવણી માટે સિંચિત અને અસિંચિત બન્ને પ્રકારની જમીન ઉત્તમ માનવામાં આવે છે. આ પ્રકારની જમીન કે જે ઉંચાઈ પર આવેલી હોય તેમા ખેતી વધારે સારી રીતે થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેતરને વધારે ઉંચાઈથી ખેડાણ કરવામાં આવે છે.
એલોવેરાની ખેતી માટે જમીનની તૈયારી અને ખાતર
ગરમીના દિવસોમાં સૌથી પહેલા પ્લાઉથી માટી પલટવાના, હળથી એક ઉંડું ખેડાણ કરવું જોઈએ. 20થી 30 સેન્ટીમીટર ખેડાણ ઉત્તમ માનવામાં આવે છે. જ્યારે છાણીયું ખાતર પણ તેમાં ઉમેરવું જરૂરી છે. અલેવેરાની વાવેતરનો ઉચીત સમય જુલાઈ-ઓગસ્ટ મહિનાઓ છે...પણ હળવી ઠંડમાં પણ તેની વાવણી કરી શકાય છે.
એલોવોરાના બીજની વાત કરીએ તો તેના માટે 6થી 8 ફુટ ઊંચાઇના છોડની પંસગી કરવી જોઈએ. તેમાથી 4-5 પાંદડાવાળા અને ચાર મહીના જૂના કંદોના બીજ પર છંટકાવ કરો. તોના માટે પ્રતિ એકર 5-10 કંદોની જરૂરિયાત પડે છે. સિંચાઈ કરવા માટે કંદોની રોપણી કરવી બહુ જરૂરી છે. ત્યારબાદ સમય-સમય પર સિંચાઈ કરવી જોઈએ.
Share your comments