Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જોઈએ છે ડાંગરનું અઢળક ઉત્પાદન તો ખરીફ સિઝનમાં કરો આ 10 સુંગધિત જાતોનું વાવેતર

દેશના તમામ રાજ્યોમાં ચોમાસાનું આગમન સાથે જ ખરીફ પાક ડાંગરનનું વાવેતર લગભગ શરૂ થઈ ગયો છે. ખરીફ સીઝનનો મુખ્ય પાક ડાંગરની વાવણી એમ તો ચોમાસા શરૂ થવાના થોડા ક સમય પછી શરૂ થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

દેશના તમામ રાજ્યોમાં ચોમાસાનું આગમન સાથે જ ખરીફ પાક ડાંગરનનું વાવેતર લગભગ શરૂ થઈ ગયો છે. ખરીફ સીઝનનો મુખ્ય પાક ડાંગરની વાવણી એમ તો ચોમાસા શરૂ થવાના થોડા ક સમય પછી શરૂ થાય છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તેનું વાવેતક જુલાઈના અંતિમથી લઈને ઓગસ્ટના શરૂઆતમાં પણ થાય છે. આવી સ્થિતિમાં ખેડૂતોને તેની અવનવી જાતો વિશે ચોક્કસ રીતે માહિતી હોવી જોઈએ. તેથી કરીને કૃષિ જાગરણના આ લેખમાં અમે આમારા ખેડૂત ભાઈયો માટે ડાંગરની જુદા-જુદા જાતોની માહિતી લઈને આવ્યા છે. જેને જગતના તાતએ પોતાના વાતાવારણ મુજબ વાવતેર કરીને ડાંગરનો સારો એવો ઉત્પાદન મેળવી શકે છે અને પોતાની આવકમાં વધારો પણ કરી શકે છે.

ખેડૂત ભાઈયો ડાંગરની વિવિધ જાતો તેમની સુગંધ અને સ્વાદ માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત ખેડૂત ભાઈયો તમે ઔષધીય ગુણો ધરાવતી કેટલીક જાતોની પણ ખેતી કરી શકો છો. જો ખેડૂતોએ ખરીફ સિઝનમાં ડાંગરની કેટલીક સુગંઘિત અને ઔષઝધીય જાતો ઉગાડવા માંગતા હોય તો ચાલો જાણીએ તે 10 જાતો કઈ છે અને તેમની વિશેષતાઓ શું છે.

ડાંગરના પાકની 10 સુગંધિત અને ઔષધીય જાતો .

ગંધશાળા: તે ડાંગરની સુગંધિત જાત છે. આ જાત ખરીફ સિઝનમાં વાવેતર માટે યોગ્ય છે. તેનો રંગ ભુરો હોય છે. તેમજ તેના દાણા નાના અને ગોળાકાર હોય છે. તે જ સમયે, આ જાત તૈયાર થવામાં 150 થી 180 દિવસનો સમય થાય છે.

જીરાકસાલા: જીરાકસાલા ચોખા વાયનાડની પરંપરાગત સુગંધિત ચોખાની જાત છે. વાયનાડ જીરાકસાલા ચોખાની સરેરાશ ધાન્ય ઉપજ 2.0 થી 2.7 ટન પ્રતિ હેક્ટર છે અને સ્ટ્રોની ઉપજ 4.0 ટન પ્રતિ હેક્ટર છે. તેના છોડ ઊંચા હોય છે અને આ જાત 180 થી 190 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ વિવિધતા ઓછા પ્રકાશ માટે સંવેદનશીલ છે.

વેલુમ્બાલા: આ ઔષધીય ગુણો ધરાવતી ડાંગરની સુગંધિત જાત છે. તેના દાણા સફેદ, લાંબા અને પાતળા હોય છે. આ જાત ખરીફ સિઝનમાં વાવેતર માટે યોગ્ય છે. તે જ સમયે, આ વિવિધતા તૈયાર થવામાં 180 દિવસ લે છે.

ચોમાલા: તે ડાંગરની સુગંધિત જાત છે. આ જાતના દાણા નાના, પાતળા અને લાલ રંગના હોય છે. આ જાત ઊંચા વિસ્તારોમાં સીધી વાવણી માટે યોગ્ય છે. વાવણી બાદ આ જાત 165 થી 180 દિવસમાં પાકી જાય છે.

કાયમા: આ જાત તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતી છે. આ જાતના દાણા ભૂરા રંગના અને નાના અને ગોળાકાર હોય છે. આ ઉપરાંત, તે ખૂબ જ સુગંધિત પણ હોય છે. તે જ સમયે, આ જાત તૈયાર થવામાં 150 થી 180 દિવસનો સમય લે છે. 

કોથમપાલરિક્કાયામા: તે ડાંગરની સુગંધિત જાત છે. આ જાત ખરીફ સિઝનમાં વાવેતર માટે યોગ્ય છે. તેના દાણાનો રંગ કાળો હોય છે. તેમજ તેના દાણા નાના અને પાતળા હોય છે. તે જ સમયે, આ જાત તૈયાર થવામાં 120 થી 130 દિવસનો સમય લે છે.

પુક્કીલાથરી: આ ઔષધીય ગુણો ધરાવતી ડાંગરની સુગંધિત જાત છે. આ જાતના દાણા નાના, પાતળા અને ભૂરા રંગના હોય છે. આ જાત ટેરેસવાળી જમીનમાં વાવેતર માટે યોગ્ય છે. વાવણી બાદ આ જાત 130 થી 135 દિવસમાં પાકી જાય છે.

ચેનાલ્લુ: આ ડાંગરની સુગંધિત જાત છે. આ વેરાયટીના બે પ્રકાર જોવા મળે છે, જે પીળો અને લાલ છે. પીળા પ્રકારમાં જાંબલી એપીક્યુલસ સાથે સોનેરી પીળા દાણા હોય છે, જ્યારે લાલ પ્રકારમાં તેજસ્વી લાલ દાણા હોય છે. જ્યારે ખરીફ સિઝનમાં લાલ જાત નાળિયેરના બગીચાઓમાં ઉગાડવામાં આવે છે, જ્યારે પીળી જાત ભેજવાળી જમીનમાં ખરીફ અને રવિ દરમિયાન ઉગાડવામાં આવે છે. તેમજ આ જાત 120 થી 125 દિવસમાં તૈયાર થઈ જાય છે.

નાંજાવરા: ડાંગરના આ વિવિધતા તેની સુગંધ માટે જાણીતી છે. આ જાતના દાણા લાંબા, પાતળા અને નાના હોય છે. તે જ સમયે, તેના વિવિધ પ્રકારો છે જે પીળા અને કાળા રંગના હોય છે. પીળા પ્રકારમાં સોનેરી પીળા રંગના દાણા હોય છે, જ્યારે અન્યમાં કાળા રંગના દાણા હોય છે. આ જાતો ઉચ્ચ પ્રદેશોમાં ખરીફ પાક અને ભેજવાળી જમીનમાં ઉનાળુ પાક માટે યોગ્ય છે. આ ઉપરાંત, ડાંગરની આ જાત એટલા માટે પણ ખાસ છે કેમ કે તે ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે, એટલે કે 70 થી 75 દિવસમાં તૈયાર થઈ જાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More