Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સીતાફળમાં આવતા ચીકટો (મિલીબગ) ના રોગની ઓળખ

સીતાફળનું ઉત્પત્તિસ્થાન ઉતર અમેરિકા છે. તેમ છતાં વેદો પુરાણોના આધારે ભારતના જંગલોમાં સીતાફળ જોવા મળેલ અને ધીરે ધીરે લોકો તેનો ઉપયોગ જાણતા થયા ત્યારબાદ સુકા વિસ્તારમાં કે જયાં પડતર જમીનો હોય અને પિયતની બિલકુલ સગવડ ન હોય તેવી જમીનોમાં વાવેતર થવા લાગ્યુ. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર જેવા કે ભાવનગર, જુનાગઢ, બનાસકાંઠા,સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં જોવા મળેલ છે

Sukhadev Thakor
Sukhadev Thakor
custard apple
custard apple

સીતાફળનું ઉત્પત્તિસ્થાન ઉતર અમેરિકા છે. તેમ છતાં વેદો પુરાણોના આધારે ભારતના જંગલોમાં સીતાફળ જોવા મળેલ અને ધીરે ધીરે લોકો તેનો ઉપયોગ જાણતા થયા ત્યારબાદ સુકા વિસ્તારમાં કે જયાં પડતર જમીનો હોય અને પિયતની બિલકુલ સગવડ ન હોય તેવી જમીનોમાં વાવેતર થવા લાગ્યુ. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર જેવા કે ભાવનગર, જુનાગઢ, બનાસકાંઠા,સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં જોવા મળેલ છે. સીતાફળ આરોગ્ય દૃષ્ટીએ ધાતુ વૃધ્ધિ કરનારૂ તેમજ વા–પિત તથા દોહને મટાડનાર તેમજ માંસ અને લોહીને વધારનાર છે. જંતુઘ્ન છે. માથામાં પડેલી જૂ /લીખો મારવા માટે તેના બીજનો પ્રયોગ કરી શકાય છે. બીનું ચૂર્ણ કરી પાણીમાં મેળવી માથામાં ચોપડવું પરંતુ આંખમાં ન લાગે તેની કાળજી રાખવી.

ઉપયોગિતા

સીતાફળના ફળો મીઠાં અને સ્વાદિષ્ટ હોવાથી તેનો ઉપયોગ ખાવામાં થાય છે. તેનો ઉપયોગ દૂધ સાથે જયુસ અને આઈસ્ક્રીમ બનાવવામાં કરવામાં આવે છે. સીતાફળ ના બીજમાં લગભગ ૩ ટકા જેટલું તેલ હોય છે. જંતુઘ્ર હોવાથી રંગકામ, સાબુ બનાવવા વગેરે ઉપયોગમાં લઈ શકાય છે. પાન અને થડમાં એનાનાઈન નામનો કડવો પદાર્થ હોય છે.

ચીકટો (મિલીબગ)ની ઓળખ

આ જીવાતનાં ઈંડાં આછા પીળા રંગના, લંબગોળ, ૦.૩૪ મી.મી. લાંબા અને ૦.૧૭ મી.મી. પહોળા હોય છે. જયારે માદા પાંખો વગરની, પોચા શરીરવાળી, લંબગોળ ઈંડાં આકારની, ઘેરા બદામી રંગની હોય છે. જેનું શરીર સફેદ રંગના તાતણાંથી ઢંકાયેલ હોય છે. નર પાતળો પોચા શરીરવાળો, લાંબો અને આછા બદામી રંગનો હોય છે. જે એક જોડી પાંખો ધરાવે છે. તેમજ બે મીણયુકત તાતણા જેવા ભાગ શરીરના પાછળના ભાગમાં આવેલ હોય છે. આ જીવાતના ઉપદ્રવથી શરૂઆત સીતાફળમાં ફૂલ બેસવાનું શરૂ થાય ત્યારથી થાય છે. આ સમયે માદાએ મુકેલ ઈંડામાંથી નાના બચ્ચાંઓ જમીનમાંથી નીકળીને થડ દ્વારા અથવા ઝાડની જે ડાળીઓ જમીનને અળકતી હોય તેના દ્વારા ઝાર પર ચડે છે અને નાના બચ્ચાં તથા માદા બન્ને પાનની નીચેની સપાટીએ તેમજ ડુંખ, કળી અને ફળ પર સમુહમાં રહીને રસ નુકશાન કરે છે. જેના પરીણામે ફળ કદમાં નાના રહે છે. નુકશાનવાળા ભાગ પર ફળ ઉપર કાળો ડાધ થઈ જાય છે. અતિ ઉપદ્રવ વખતે ધણી વખત અપરિપકવ ફળો ખરી પડે ચુસીને છે અને ફળ ઉપર સફેદ પાવડર ચોંટી ગયો હોય તેવું દેખાય છે. આ જીવાતને સુકુ વાતાવરણ વધારે માલક આવે છે. તેથી જયારે વરસાદ ખેંચાય તેવા સમયે ઉપદ્રવ વધી જાય છે.

માહિતી સ્ત્રોત - ખોડિફાડ શૈલેષ બી. M.Sc. (Agri.) Plant Pathology ગ્રામ નિર્માણ સમાજ - દેવળીય

આ પણ વાંચો - ગુજરાતના ખેડૂતોએ કર્યુ કમાલ, કેળાના થડમાંથી બનાવે છે કાગળ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More