Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ગુજરાતના ખેડૂતોએ કર્યુ કમાલ, કેળાના થડમાંથી બનાવે છે કાગળ

કેળાના કાગળોનો ઉપયોગ દસ્તાવેજીકરણ અને આર્કાઇવિંગ પેપર્સ માટે શ્રેષ્ઠ રીતે થઈ શકે છે કારણ કે તેની તાણ શક્તિ અન્ય કોઈ પણ કાગળ કરતા વધારે છે. “લેખન ઉપરાંત કાગળના વિવિધ ઉપયોગો છે. પ્લાન્ટના કચરામાંથી બનેલા પેપર્સનો ઉપયોગ પેકેજિંગ, આંતરીક અને આર્ટ ડેકોરેશન માટે થઈ શકે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
કાગળ
કાગળ

કેળાના કાગળોનો ઉપયોગ દસ્તાવેજીકરણ અને આર્કાઇવિંગ પેપર્સ માટે શ્રેષ્ઠ રીતે થઈ શકે છે કારણ કે તેની તાણ શક્તિ અન્ય કોઈ પણ કાગળ કરતા વધારે છે.લેખન ઉપરાંત કાગળના વિવિધ ઉપયોગો છે. પ્લાન્ટના કચરામાંથી બનેલા પેપર્સનો ઉપયોગ પેકેજિંગ, આંતરીક અને આર્ટ ડેકોરેશન માટે થઈ શકે છે.

કેળા (Banana) એક એવું ફળ છે જેને દક્ષિણ ભારતમાં વાનગી તરીકે ખાવામાં આવે છે. આમ તો આપણા ગુજરાતમાં પણ તેનો શાક બનાવવામાં આવે છે પણ દક્ષિણ ભારતમાં (South India) કેળાની વધારે માંગણી છે.પરંતુ જે કેળાની વાવેતરની વાત કરીએ તો દેશમાં સૌથી વધારે કેળાનો ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે(એક રિપોર્ટ પ્રમાણે). એમ તો કેળાના શાખના સાથે-સાથે તેના વેફર બનાવવામાં આવે છે, પરંતુ ક્યારે તમે કેળાના ઝાડથી બનયું કાગળ જોયુ છે? વાંચીને આંચકો લાગ્યોને પણ આ વાત તદ્દન સાચી છે. અને આ કરીને બતાવીયુ છે આપણા ગુજરાતના આદિજાતિ (Tribal) લોકો

છોટા ઉદેપુરના લોકો કર્યુ કમાલ

ગુજરાતના આદીજાતિ વિસ્તાર એટલે કે છોટા ઉદેપરુની નાનકી શાળા માં ભણતા બાળકો માટે કેળાની થડમાંથી કાળગ (Page) બનાવવમાં આવ્યું છે. આદિજાતિઓ જે કાગળ બનાવ્યુ છે તેનો ઉપયોગ શાળાના બાળકો માટે વાર્તાના પુસ્તકમાં કરવામાં આવશે. આને કેળાની ડાળીઓમાંથી હાથથી બનાવેલા રંગબેરંગી કાગળો બનાવવાના સફળ પાયલોટ પ્રોજેક્ટ થયો છે. આ બાદ હવે તેને પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવશે.

વાર્તાઓ ડિઝાઇન કરવાનુ શરૂ કર્યુ

છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી તેજગઢ આદિવાસી એકેડેમીએ પિથોરા પેઇન્ટિંગ્સના રૂપમાં વાર્તાઓ ડિઝાઇન કરવાનું શરૂ કરી દીધુ છે.કેળાના (Banana) થડમાંથી બનવાયેલા કાગળોથી પુસ્તકો પ્રકાશિત થશે. કેળાના થડમાંથી કાગળ બનાવતા એક વ્યકતિએ કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાતાચીતમાં જણાવ્યું કે, હું હમેશાથી જ હાથથી બનાવેલા કાગળ ઉપર જ કામ કર્યુ છે. અને ત્યારથી જ એકડમી આ કાગળ બનાવવાની શોધ કરી રહી છે. હું હવે પોતજ કેળાના થડમાંથી કાગળ બનાવું છુ અને બીજા લોકોને કાગળ કેવી રીતે બનાવવો તેની શિક્ષા પણ આપુ છું.

કેળા
કેળા

એકેડમીના ડિરેક્ટર ડો. મદન મીનાએ કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું કે,  અમે આ કાગળથી વાર્તનાં પુસ્તક તૈયાર કરી રહ્યા છે અને હવે સમયની હવાના સાથે-સાથે અમે પ્રદેશના કેળાના ખેડૂતોને કાગળ બનાવવા માટે શિક્ષા આપવા પર વિચાર કરી રહ્યા છે. અમે તેમને તાલીમ આપીશું અને તેમને તે બનાવવા માટેની ટેકનોલોજી પૂરી પાડીશું જેથી તેઓ કોઈ પણ નાણાંનું રોકાણ કર્યા વગર કચરામાંથી નવી આજીવિકા શોધી શકીએ. નોંધનીય છે કે, છોટા ઉદેપુરમાં કેળાની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ફળની એક સીઝન પછી છોડ કાઢી નાખવામાં આવે છે.

કેળાના કાગળોનો ઉપયોગ

કેળાના કાગળોનો ઉપયોગ દસ્તાવેજીકરણ અને આર્કાઇવિંગ પેપર્સ માટે શ્રેષ્ઠ રીતે થઈ શકે છે કારણ કે તેની તાણ શક્તિ અન્ય કોઈ પણ કાગળ કરતા વધારે છે. “લેખન ઉપરાંત કાગળના વિવિધ ઉપયોગો છે. પ્લાન્ટના કચરામાંથી બનેલા પેપર્સનો ઉપયોગ પેકેજિંગ, આંતરીક અને આર્ટ ડેકોરેશન માટે થઈ શકે છે.

Related Topics

Banana Gujarat Tribals Papers

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More