યોગ્ય સમયે કાપણી કરી સિંગમાંથી બીજોને વિખેરવા, લીલા બીજની સમસયા અને ઓછા તેલના પ્રમાણથી બચી શકાય છે, ખૂબ જ જલ્દી કાપણી કરવાના સંજોગોમાં બીજોને કૃત્રિમ રીતે સુકવવા જોઈએ, કારણ કે બીજોમાં વધારે પ્રમાણમાં ભેજના સંજોગોમાં ખરાબ થઈ શકે છે. પાકને જલ્દી અને વિલંબથી કાપવા પર 2થી 4 ક્વિન્ટલ ઉત્પાદન ઓછું થાય છે, લીલી સિંગની અવસ્થામાં કાપણી કરવાથી તેલના પ્રમાણમાં 3-4 ટકા ઘટાડો થાય છે. માટે નિર્ધારિત સમય પર પાકની કાપણી કરો.
કાપણી માટે યોગ્ય સમય
દેશના વિવિધ ભાગોમાં તરસવ અને રાઈના પાક વિવિધ સમય પર પાકે છે. મુખ્ય રાઈ અને સરસવના ઉત્પાદક રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં પાક ફેબ્રુઆરી-માર્ચ સુધી કાપણી કરવામાં આવે છે.રાઈની કાપણી સામાન્ય રીતે 130થી 150 દિવસે કરવામાં આવે છે.
પાક કાપણીની યોગ્ય વ્યવસ્થા
જ્યારે 75 ટકા સિંગ પીળી પડી જાય છે અથવા બીયારણોમાં ભેજ આશરે 30થી 35 ટકા થઈ જાય છે. ત્યારે રાઈ-સરસવના પાકની કાપણી માટે સૌથી યોગ્ય અવસ્થા માનવામાં આવે છે. મોટાભાગની જાતોમાં આ અવસ્થા બાદ બીજ ભારે અને તેલ અંશમાં વૃદ્ધિ થતી નથી. આ અવસ્થામાં આંગળીથી દબાવીને બીજ કઠોર માલુમ થાય છે અને 30થી 40 ટકા બીજ લીલા રંગથી બદલાઈને ભૂરા અથવા પીળા રંગમાં બદલાઈ જાય છે. કાચી અવસ્થામાં કાપણી કરવાથી બીજ નાના રહી જાય છે અને તેલના પ્રમાણમાં ઘટાડો થાય છે. તેનાથી બીજ અંકૂરણ ક્ષમતામાં ઘણો ઘટાડો થાય છે. જ્યારે 75 ટકા સિંગ પીળી થઈ જાય છે ત્યારે તેલનું પ્રમાણ સૌથી વધારે રહે છે. સરસવના પાકમાં વિખરાવને અટકાવવા માટે પાકની કાપણી સવારના સમયમાં કરવી જોઈએ કારણ કે રાતના સમયમાં ઠારથી સિંગમાં ભેજ આવી જાય છે.
કાપણી-ગહેરી વધારે યોગ્ય રહેશે
સરસવ અને રાઈની કાપણી સામાન્ય રીતે દાંતાવાળા સાધનથી કરવામાં આવે છે. આ પાકોની કાપણી કરવા માટે ટ્રેક્ટર સંચાલિત હાર્વેસ્ટર,કમ્બાઈન હાર્વેસ્ટર અથવા રીપરની યોગ્ય સહાયતાથી કરવામાં આવે છે. કાપણી કરવામાં આવેલ પાકને નાના પુલિયામાં બાંધીને બાદમાં કેટલાક સમય સુધી તડકામાં રાખવા માટે સુકા સ્થાન પર જાળવી રાખો. જેથી પાક તેના પ્રાકૃતિક રંગને ધારણ કરી લે અને બીજમાં ભેગ 20 ટકાથી ઓછો રહે.કાપણીના સમયે ભેજ આશરે 30થી 35 ટકા હોવો જોઈએ.
બીજનું સુરક્ષિત સંગ્રહ
સંગ્રહ સમયે બીજના તેલ અન ખળીની ગુણવતત્તા, ભેજ સૌથી વધારે પ્રમાણમાં અસર કરે છે. બીજના સંગ્રહમાં રાખતા પહેલા સંગ્રહસ્થાનને સંપૂર્ણપણે સાફ કરી લેવું જોઈએ. સંગ્રહ કરતા પહેલા બોરીઓને 2થી 3 દિવસ સુધી તડકામાં રાખવી જોઈએ. જેથી બીજોમાં રહેલા કીટ અને ફૂગ દૂર કરી શકાય. તેમ જ ભેજનું પ્રમાણ ઘટાડી શકાય.જ્યાં સુધી શક્ય બને બીજોને નવી સ્થિતિમાં વાવેતર માટે ભરવા જોઈએ. જેથી બીજમાં ભેજનું પ્રમાણ રહે નહીં. બીજ સંગ્રહની જગ્યા પર બોરીઓને લાકડાના સ્થાનની ઉપર રાખવા. અથવા ઈંટ કે પથ્થર પર રાખવા જોઈએ. જેની દેખરેખ માટે સરળતા રહે. બોરાના સંગ્રહને દિવાલથી 8થી 12 ઇંચ અંતર પર રાખવા જોઈએ.
Share your comments