ઉનાળો શરૂ થાય કે દરેક તરત આવી જાય છે તરબૂચની યાદ જો કે હવે તો લોકો ઓફ સિઝનમાં પણ તરબૂચને એટલું જ આરોગે છે. પણ શું તમે જાણો છો કે તરબૂચની ખેતી કેવી રીતે થાય છે. તો આવો જાણીયે કેવી રીતે થાય છે તરબૂચની ખેતી..
સૌ પ્રથમ તો કેવી જમીન પર કરી શકાશે ખેતી
આમ તો તરબૂચની ખેતી દરેક પ્રકારની જમીન પર કરી શકાય છે. પણ ગોરાળુ જમીનમાં પર સફળતાપૂર્વક આ પાક લઈ શકાય છે. જો જમીનની નિતાર શક્તિ સારી હોય ત્યાં આ પાક થઈ શકે. આ પાકના વાવેતર માટે જમીનને બરાબર ખેડી તૈયાર કરવી. ત્યારબાદ રોટાવેટરથી જમીનને બરાબર ખેડી લેવી.
ઉત્પાદન કરવા માટે કેવા હવામાનની પડે છે જરૂર
તરબૂચના પાક માટે ગરમ અને સુકુ વાતાવરણ શ્રેષ્ઠ છે. હિમથી આ પાકને ખુબ જ નુકશાન થાય છે. તરબુચને પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરીયાત રહે છે. સૂર્યપ્રકાશના લીધે તરબૂચના શર્કરાનું પ્રમાણ વધે છે અને પર્ણને લગતા રોગોનું પ્રમાણ ઘટે છે. તરબુચ ગરમીનો પાક છે એટલે મકરસંક્રાંતિ પછી ઠંડી ઓછી થઈ જાય પછી તરબૂચની વાવણી કરવી જેથી ઉગારો સારો મળે. પરંતુ ડીસેમ્બર, જાન્યુઆરી મહિનામાં તરબુચના ભાવ સારા મળતા હોવાથી વરસાદ પૂરો થાય કે તરત જ સપ્ટેમ્બરથી ઓકટોબર મહિનાની આખર સુધી વાવણી કરવી જેથી વાવણી કર્યા બાદ શરૂઆતમાં પ૦ થી પ૫ દિવસ ગરમી મળવાથી છોડનો વાનસ્પતિક વિકાસ સારો થાય.
કયો સમય છે સૌથી શ્રેષ્ઠ?
સપ્ટેમ્બરથી ઓકટોબરના અંત સુધીમાં તરબૂચનું વાવેતર કરવું જેથી તેને ૫૫ દિવસ સુધી ગરમી મળે જેથી તરબૂચનો વાનસ્પતિક વિકાસ થઈ જાય પછી ઠંડી પડે તો પણ એના ફળના વિકસ માટે કંઈ વાંધો આવતો નથી.
સિંચાઈ અને ખાતર
તરબૂચની ખેતીમાં સિંચાઈની જરૂર પડે છે. તરબૂચને ખેતીમાં ટપક સિંચાઈ દ્વારા સિંચાઈ કરી શકાય છે. તેનો ફાયદો એ છે કે દરેક છોડની જરૂરિયાત ઓછા પાણીમાં પૂરી કરી શકાય છે. ઉપરાંત ખાતર પણ આ જ પદ્ધતિથી આપી શકાય છે.
આ પણ વાંચો:કેરીની ખેતી
Share your comments