ધાણા એક ખૂબ જ ઉપયોગી મસાલાવાળો લાભદાયક પાક છે. ધાણાના બીજ અને પાંદડા ભોજનને સુગંધિત અને સ્વાદિષ્ટ કરવામાં કામ આવે છે. ધાણાના બીજમાં ઘણા પ્રમાણમાં ઔષધિય ગુણ જોવા મળે છે. ધાણા રોગ પ્રોટેમાઈસીજમેક્રોસ્પોરસ નામની ફૂગથી જોખમ ધરાવે છે. જે ધાણાને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે.
આ ફૂગને લીધે થતા રોગના લક્ષણો છોડના તમામ ભાગો જેવા કે પાંદડા, દાળખી, ફૂલ તથા બીજ પર જોવા મળે છે. સંક્રમિત ભાગ ઉપસી આવીને છાલા સ્વરૃપમાં થઈ જાય છે તથા છોડ વિચિત્ર પ્રકારનો થઈ જાય છે. રોગની વધારે આક્રમક અવસ્થામાં 15-25 ટકા સુધી નુકસાન થઈ શકે છે.
રોગ ફેલાવા માટે અનુકૂળ સ્થિતિ વાદળછાયુ વાતાવરણ અને વાતાવરણમાં વધારે પ્રમાણમાં ભેજ હોવાનું છે. જ્યારે જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને રાત્રીના સમયે તાપમાન ઓછું હોય છે તેમ જ સવારે ઠારનું પ્રમાણ હોવા સહિત તાપમાનમાં વધારો થવા લાગે છે ત્યારે ક્લેમાઈડોસ્પોર બીજાણું વૃદ્ધિ પામવા લાગે છે અને ધીમે ધીમે સમગ્ર ડાળખી, પાંદડા અને મૂળને અસર કરે છે. આ રોગ મોડેથી ઉગાડવામાં આવતા પાક પર વિશેષ જોવા મળે છે.
સ્ટેમ જેલ એટલે કે લોંગિયા રોગની ઓળખ કેવી રીતે કરશો
આ રોગના લક્ષણ છોડની ઉપરના ભાગના પાંદડા, ડાળખી, ફૂલ તથા ફળ પર જોવા મળે છે. ફૂલ લાગે તે અગાઉ રોગજન્ય ફૂગ નરમ અને મુલાયમ શાખા પર આક્રમક થઈ તેની ઉપરના ભાગને વાળી નાંખે છે તથા સંક્રમિત ભાગ સુજી જાય છે. આ સાથે જ જમીનની નજીક નાના-નાના પિટિકાઓ જોવા મળે છે. આ પિટિકાઓ ઉભરી આવેલી, ભૂરી-અર્ધ વૃત્તાકાર, લાંબી અને સૂકી હોય છે. તે ધીમે ધીમે વૃદ્ધિ પામી અને પિટિકાઓના મિશ્રણ થવાથી એક લાંબી ધારી જેવી બની જાય છે. બાદમાં પિટિકાઓ મૂળ તેમ જ ડાળખીના ઉપરના ભાગ પર પણ દેખાવા લાગે છે.વધારે સંક્રમિત છોડ અન્ય છોડથી અલગ રીતે ઉપસી આવે છે.
સંક્રમિત છોડોની શાખા તેમ જ મૂળમાં પિટિકાઓ તૈયાર થવાને લીધે તે લાંબા થઈ જાય છે. નીચેના સંક્રમિત પાંદડા જમીન પર પડી ધીમે ધીમે જમીનમાં મિશ્રિત થઈ જાય છે. આ રીતે તીવ્ર સંક્રમણને લીધે બીજની વૃદ્ધિ અટકી જાય છે. સંક્રમિત બીજ સામાન્ય બીજથી અનેક ગણા મોટા હોય છે,જે બીજ તથા મસાલા માટે ઠીક હોતા નથી. એક ગુચ્છામાં તમામ અથવા એક કે વધારે બીજ સંક્રિત થઈ શકે છે.
લોંગિયા રોગનું સંચાલન કેવી રીતે કરવું
રોગગ્રસ્ત પાક અવશેષને સળગાવીને નાશ કરી દેવો
પિટિકાયુક્ત બીજનું વાવેતર ન કરો, રોગરહિત પાકથી પ્રાપ્ત બીજનું વાવેતરના હેતુ માટે કામમાં લો.
કાર્બોડાજીમ 2 ગ્રામ-કિગ્રા બીજ દરથી ઉપચારિત કરી વાવેતર કરો.
બેથી ત્રણ વર્ષના પાક ચક્રને અપનાવો.
ગ્રીષ્મકાલીન ઉંડુ ખેડાણ કરો અને યોગ્ય પાક ચક્ર અપનાવો.
.ધાણાનું વાવેતર 30 ઓક્ટોબરથી 15 નવેમ્બરના મધ્ય ભાગમાં યોગ્ય રીતે કરી શકાય છે,જેથી લોંગિયા રોગને ઓછામાં ઓછો કરી શકાય અને વધારે દાણાની ઉપજ મેળવી શકાય છે.
ધાણાના પાકમાં લોંગિયા રોગના સંજોગોમાં હેક્સાકોનાઝોલ 5 ઈ.સી. અથવા પ્રોપીકોનાજોલ 25 ઈ.સી.નો 2 મિલી-કિગ્રા બીજના દરથી બીજઉપચાર કરો અને ઉભા પાડમાં લક્ષણ દેખાય તો હેક્સાકોનાજોલ 5 ઈ.સી. અથવા પ્રોપીકોનાજોલ 25 ઈસી.ને 400 મિલી પ્રતિ 200 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકર ક્ષેત્રમાં છંટકાવ કરવો જોઈએ.
રોગથી બચવા માટે વાવેતરના 45,60 અને 75 દિવસ બાદ છંટકાવ કરાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
Share your comments