રોપણી સમયે પવનનું પ્રમાણ વધુ હોય તો લાકડાની કે વાંસની મોટી સોટી વડે ટેકો આપવો તથા નીચેના જે મોટા પાન હોય છે તેને અડધા અડધા કાપી નાંખવા જેથી પવનની અસર ઓછી થશે. રોપ એટલો ઉંડો ન વાવવો કે વચ્ચેથી નવા નીકળતા પાનની કક્ષમાં માટી ભરાઈ જાય.
દરિયકાંઠા થતી નાળિયેરીની ખેતી માટે બને ત્યાં સુધી રોપાઓ સરકરી કે સરકાર માન્ય નર્સરીમાંથી જ લેવો જોઈએ.જેથી તમને છેતરાવવાનો ભય નહી રહે. આમ છતા કોઈ ખેડુત પોતાની જાતે નર્સરીમાં રોપાઓ તૈયાર કરી વાવવા માંગતા હોય તો રોપ પાંચ કે તેથી વધુ તંદુરસ્ત પાનવાળો, રોગ-જીવાત મુકત 9 થી 12 માસનો રોપ વાવેતર માટે પસંદ કરવો જોઈએ. રોપાનો જમીન પાસેના થડનો ઘેરાવો જેટલો મોટો હોય તેમ રોપ પણ સારો ગણાય છે
તેમજ રોપના પાન ફાટી ગયા હોય એટલે કે પાનની પતીઓ છુટી પડવા માંડી હોય તો તેવો રોપ પણ સારો ગણાય છે. એક અભ્યાસ મુજબ નાળિયેરીના સારી ગુણવત્તાવાળા રોપની પસંદગીથી 15 ટકા ઉત્પાદનમાં વધારો નોંધાયેલ છે માટે રોપની પસંદગી ખૂબજ અગત્યનું પાસું કહી શકાય છે.
રોપણી (Planting)
સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારમાં બારેમાસ સમઘાત હવામાન રહેતુ હોય, સખત ગરમી કે સખત ઠંડીના થોડા દિવસો સિવાય ગમે ત્યારે નાળિયેરીનું વાવેતર કરી શકાય છે. પરંતુ આ માટે પુરતા પાણીની સગવડતા હોવી જરૂરી છે. આમ છતા ચોમાસાની ૠુતુ તેની રોપણી માટે ઉત્તમ ગણાય છે. દેશી તથા હાઈબ્રીડ જાત માટે 7.5 મીટર ×7.5 મીટર અને ઠીંગણી જાત માટે 6 મીટર × 6 મીટરનું અંતર બે હાર અને હારમાં બે ઝાડ વચ્ચે રાખવું હિતાવહ છે.
રોપાવા માટે ખાડા (Pits for Planting)
નાળિયેરી રોપવા માટે ખાડાનું માપ 1 મીટર × 1 મીટર × 1 મીટર અથવા 60 સે.મી.× 60 સે.મી. × 60 સે.મી. માપના હોવુ જોઈએ. ખાડાને 10-15 દિવસ તડકામાં બરાબર તપવા દઈ માટી સાથે 20 કિલો સારું કોહવાયેલું છાણિયું ખાતર તથા 250 ગ્રામ ડી.એ.પી. અને 500 ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ તથા ઉધઈના નિયંત્રણ માટે કલોરોપાયરીફોસ 20 ટકા ઈ.સી. 20 મી. લી. દવા 10 લીટર પાણીમાં ભેળવી ખાડો ભરવો.
એક ભારે વરસાદ પડી ગયા પછી રોપણી માટે તૈયાર કરેલા ખાડાઓમાં બરાબર મધ્યમાં નાળિયેરના માપનો ઉંડો ખાડો કરી રોપને બરાબર સીધો રહે તેમ રોપી દેવો જોઈએ આજુબાજુમાં હવાના રહી જાય અને રોપ બરાબર ચોટી જાય તે માટે રોપને હાથ વડે સીધો પકડી અને પગ વડે ફરતે માટી બરાબર દબાવવી.
રોપણી સમયે પવનનું પ્રમાણ વધુ હોય તો લાકડાની કે વાંસની મોટી સોટી વડે ટેકો આપવો તથા નીચેના જે મોટા પાન હોય છે તેને અડધા અડધા કાપી નાંખવા જેથી પવનની અસર ઓછી થશે. રોપ એટલો ઉંડો ન વાવવો કે વચ્ચેથી નવા નીકળતા પાનની કક્ષમાં માટી ભરાઈ જાય.આમ થવાથી રોપમાં રોગ લાગવાની શકયતા વધે છે અને રોપ મરી જાય છે. ખામણામાં ચોમાસામાં સતત પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી જોઈએ, કેમ કે તે બહુ જરૂરી છે.
Share your comments