ગુજરાતમાં ઘણા ગામો છે જે દેશના અન્ય ગામો માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયા છે. આધુનિક વાઘા પહેરવાની સાથે પરંપરાને અનુસારતા ઘણા ગામ ગુજરાતમાં મળી જશે. પણ આજે એક એવા ગામની વાત કરવી છે જેને લોકો પ્રેમથી હર્બલ ગામ કહી બોલાવે છે. તમને આ ગામના દરેક ઘરમાં ઔષધિય છોડ મળશે, એટલું જ નહીં, આખુ ગામ વીસ સોસાયટીમાં વહેંચાયેલું છે. આ દરેક સોસાયટીઓને અલગ અલગ ઔષધિય છોડ આપવામાં આવ્યા છે અને તે છોડના નામ પરથી તે સોસાયટીઓના નામ રાખવામાં આવ્યા છે. પંથકમાં આ ગામની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. અન્ય ગામના લોકોએ પણ ઘણું શીખવા જેવું છે.
ગુજરાતની રાજધાની, અમદાવાદથી 120 કિમી દૂર અરવલ્લી જિલ્લાના ડોડીયા ગામને હવે ઔષધીય ગામ તરીકે ઓળખવામાં આવે છે. અહીંની પંચાયતના સરપંચની પહેલથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે સિસાયટીને જે ઔષધીય છોડનું નામ આપવામાં આવ્યું છે તે સોસાયટીના દરેક ઘરને આપવામાં આવ્યું છે.
ગામના સરપંચ નાનાભાઇ વાલંદને આખા ગામને ઔષધીય ગામ બનાવવાનો વિચાર આવ્યો. 5 જૂન, 2019 ના રોજ, તેમણે ગ્રામજનોની મિટિંગ બોલાવી અને પોતાના મનની વાત ગામના લોકોને કહી અને તેમને આ કામની શરૂઆત કરી. આ પછી ગામના 300 મકાનોની વહેંચણી કરીને 20 સોસાયટીઓની રચના કરવામાં આવી હતી. આ સોસાયટીઓને તુલસી વન સોસાયટી, એલોવેરા, અશ્વગંધા, બારમાસી, અરડુંસી, બ્રહ્મી, જામ્બુવાન, આમલા જેવા નામ આપવામાં આવ્યા છે. સરપંચની આ ઝુંબેશમાં વન વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશને પણ મદદ કરી.
સરપંચના પુત્ર મીનેશ વાલંદ કહે છે, આગામી સમયમાં સોસાયટીના સભ્યો માટે એક જૂથની રચના પણ કરવામાં આવશે. આ જૂથ તમામ ગામલોકોને દવાઓની માહિતી સમયાંતરે આપશે. હું ગામ માટે ગર્વ અનુભવું છું. મારુ ડોડીયા દેશનું પહેલું મેડિસિન વિલેજ બનવા જઇ રહ્યું છે. આજે આપણી પાસે દરેક ઘરમાં એક ઔષધીય પ્લાન્ટ છે. આ છોડ ખૂબ ઉપયોગી છે. આવી ઘણી યોજનાઓ આવનારા.
સમયમાં લાવવામાં આવશે
ગામને ડિજિટલ બનાવવામાં પણ સરપંચ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. ગામમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગામમાં ચોરી અને ડેકોટીના બનાવો પણ નહિવત્ છે. જો ગામમાં કોઈ બાબતે જો કોઈ અણબનાવ થાય તો તે પંચાયત દ્વારા ઉકેલવામાં આવે છે. સાંજના છ વાગ્યાની સાથે જ ગામમાં સ્પીકરથી ભજન વગવાનું શરૂ થઈ જાય છે.
ગામના અનિલભાઇ જણાવે છે કે, જો ગામમાં કોઈ પણ પ્રકારની મીટિંગનું આયોજન કરવાનું થાય ,તો પંચાયતમાં બેઠા બેઠા જ તેની ઘોષણા કરવામાં આવે છે, જેના કારણે માહિતી સરળતાથી લોકો સુધી પહોંચે છે અને સમય પણ બચી જાય છે. તેઓ આગળ સમજાવે છે કે અગાઉ વીજ બિલ અથવા બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ગામથી 10 કિલોમીટર દૂર માલપુર કે પછી જિલ્લાના મુખ્યાલયે જવું પડતું. પરંતુ હવે આવી સુવિધા પંચાયતમાં પૂરી પાડવામાં આવી છે જેથી ગામની પંચાયતમાં જ વીજળીનું બિલ ભરાય જાય અને આધાર કાર્ડ ઉપરથી પૈસા પણ ઉપાડી શકાય છે.
ગામના બાબુભાઈ પટેલ જણાવે છે કે ડોડીયા ગામને હવે લોકો ઔષધ ગામના નામથી ઓળખવા લાગ્યા છે.ગામને આવી ઓળખ મળ્યા બાદ હવે લોકો દૂર દૂરથી ગામને જોવા માટે આવે છે. મોટા મોટા અધિકારીઓ પણ અમારા ગામમાં આવે છે અને ગામની આવી પહેલ જોઈ ખુશ થઈને ખૂબ જ વખાણ પણ કરે છે.
સરપંચના પુત્ર મીનેશ વાલંદ કહે છે, આગામી સમયમાં સોસાયટીના સભ્યો માટે એક જૂથની રચના પણ કરવામાં આવશે. આ જૂથ તમામ ગામલોકોને દવાઓની માહિતી સમયાંતરે આપશે. હું ગામ માટે ગર્વ અનુભવું છું. મારુ ડોડીયા દેશનું પહેલું મેડિસિન વિલેજ બનવા જઇ રહ્યું છે. આજે આપણી પાસે દરેક ઘરમાં એક ઔષધીય પ્લાન્ટ છે. આ છોડ ખૂબ ઉપયોગી છે. આવી ઘણી યોજનાઓ આવનારા સમયમાં લાવવામાં આવશે.
Share your comments