ભારતદેશમાં પ્રાચીન કાળથી ઉચ્ચતમ ગુણવત્તા ઘરાવતા મસાલા પાકોના વાવેતર ઉત્તપાદન અને નિકાસમાં વિશમાં મોખરા નુંસ્થાધરાવતો હોવાથી ભારતને મસાલા નંધુર તરીકે ઓળખવામાં આવે છે. મસાલા પાકોમાં ખાતર પાણી અને મજૂરની ઓછી જરૂરીયાત તથા ઊંચી વેચાણ કિંમતના કારણે ઓછા જથ્થામાં વધુ આવક મળે છે. નિકાસમાં થયેલ વધારો, ઉંચી નફાકારકતા અને ઓછી મહેનતના કારણે આ પાકોનો વાવેતર વિસ્તાર અને માંગમાં પ્રતિ વર્ષ વઘારો થચો જાય છે. આથી ગુજરાતના ખેડૂતો મસાલા પાકોનું ઉત્પાદન કરી શકે છે. પરંતુ જે ખેડૂતો પાકોમાં ગુણવતાયુક્ત ઉત્પાદન લઈ તેનુ યોગ્ય રીતે વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન કરે તો મસાલા પાકોમાં નિકાસલક્ષી બજારભાવ મેળવી વધુ આર્થિક વળતર મેળવી શકે છે.
નિકાસલક્ષી મસાલા પાકોમાં ગુણવતા યુક્ત સારૂં ઉત્તપાદન લેવાના મુખ્ય તબકકાઓ
કાપણી
મસાલા પાકોમા નિકાસક્ષી ઉત્પાદનનો આધાર દાણા (બીજ)ની ગુણલતા પર નિર્ભર છે.
ક- આંતરીક ગુણવત્ત
- બીજમાં રહેલ સુંગધીત ઉડ્ડયનશીલ તેલની ટકાવારી
- બીજમાં રહેલ આફલાટોક્ષી તેમજ સુક્ષ્મ જીવાણુની સંખ્યા
- બીજમાં રહેલ રાસાયણિક દવાઓના અવશેષો
ખ -બાહ્યા ગુણવત્તા
- બીજનુ કદ, આકાર, ચમક, ચોખ્ખાઈ, મરેલાકીટકો, પ્રાણીના અવશેષો અને તેનું મળમૂત્ર તેમજ અન્ય અશુદ્દિયો.
- સામાન્ય રીતે મસાલા પાકોમાં કાપણી ધાર્મિક પરિપકવ અવસ્થાએ એટલે કે વરિયાળી તેમજ ધાણા જેવા. પાકોમાં દાણનો રંગલીલા શપડતોપીળો તેમજ જીરૂ અને સુવાપાકોમાં દાણો લીલાશ પડતો ભુખરા રંગનોથાય ત્યારા કરવામા આવે છે. આ અવસ્થા એદાણનો સંપૂર્ણપણો વિકાસ થયેલો હોવાથી દાણમાં સારી ગુણવતા તથા યોગ્યરંગ નાકાણેમ આર્થિક ફાયદો મળે છે.
- કાપણી વખતે પાકની સાથે રોગિષ્ટ અને નીંદણના છોડ કે માટીના આવેતેની ખાસ કાળજી રાખવી.
- નિકાસ માટે નડતર દૂપે રાસાયનિક દવાઓનાં નિવારણ માટે કાપણીના 20થી 25 દિવસ પહેલા કોઈપણ જાતની રાસાયનિક દવાઓં ના છટકાન કરવો નહીં.
2 સૂકવણી
- મસાલા પાકોમાં કાપણી બાદ દાણા(બીજ)માં વધુ પડતો ભેજ ન રહે તેમજ દાણાનો મુળ રંગ જાળવી રાખવો ગુણવત્તા માટે ખૂબ જ જરૂરી અને આવશયક પણ છે.
- મોટા ભાગના મસાલા પાકોની સૂકવણી છાંયડામાં કરવામાં આવતી હોવાથી ઘણી વખત દાણામાં વધુ ભેજના લીધે ફૂગ લાગવાથી દાણા કાળા પડે છે અને જલ્દી સડી જાય છે અને જો વધુ પડતી સૂકવણી થાય તો રંગ ઉડી જવાથી માલ ફિક્કો પડે છે તેમજ દાણા(બીજ) વધુ બરડ થવાને લીધે ભાંગી જવાનો પ્રશ્ર્ન થાય છે અને સુગંધીત તેલ અને પ્રજીવકો નાશ પામે છે.
- આ બધી મુશકેલીઓ નિવારવા હંમેશા મસાલા પાકોના દાણાની સૂકવણી છાંયડામાં હવાની અવરજવર રહે તે રીતે કરવી જોઈએ જેથી જલ્દીથી સૂકાઈ જાય તથા દાણાનો એકસરખો કલર જળવાઈ રહે. ખાસ કરીને વરિયાળીના ચકરોની કાપણી બાદ ચકરોને ચારે બાજુથી તેમજ ઉપરથી પણ પેક હોય તેવા માંચડા પર અથવા પવનની અવરજવર થાય તેવા ઓરડામાં દોરી પર ચકરોને લટકાવીને સૂકવણી કરવામાં આવે છે.
4 થ્રેસિંગ
- મસાલા પાકોનું થ્રેસિંગ હંમેશા પાકા ખળામાં તેમજ દાણા (બીજ) માં ૧૦% ભેજનું પ્રમાણ હોય ત્યારે કરવું જોઇએ. લીપણવાળું કે કાચાખળા માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકાય.
- પગરની કામગીરી પશુઓથી ના કરતાં ધીમી ગતિથી ચાલતા ડ્ર્મ (સિલીન્ડર) વાળા તથા ડબલ બ્લોઅર સાથેના સુધારેલ થ્રેસરનો ઉપયોગ કરવાથી દાણા ચોખ્ખા અને તૂટવાનું પ્રમાણ ઓછું થાય છે.
- થ્રેસિંગ કર્યા બાદ પણ ૫ થી ૭ % જેટલી ભૌતિક અશુધ્ધિઓ જેવી કે કાંકરા, રેતી, તૂટેલા દાણા અને પક્ષીઓની હઘાર રહી જાય છે. આવો માલ બજારમાં મૂકતાં કિંમત ઓછી ઉપજે છે.
- જો ખેડૂતો આવા માલને પ્રોસેસિંગ યુનિટ કે જેમાં એર કલીનર કમ ગ્રેડર તથા સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટર હોય જેના ઉપયોગથી બીજની શુધ્ધતામાં વધારો થવાથી વેચાણ માટે બજારમાં લઇ જઇ ઊંચી કિંમત ઉપજાવી શકાય છે.
-
થ્રેસિંગકર્યાબાદ સ્કેલપિંગ, સોર્ટિંગ અને ગ્રેડિંગ કરવામાં આવે.
૧. સ્કેલપિંગ- દાણાની સાઈઝ કરતાં મોટી સાઇઝની અશુધ્દ્રિઓ દૂરકરવા માટેની પ્રક્રિયા.
૨. સોર્ટિંગ- સફાઇ થયેલ ખેતપેદાશ નીકદ, આકાર, વજન, રંગ અને બંધારણ (કલરસોર્ટિંગ)ને આધારે
ગુણવત્તામુજબ અલગ કરવાની પ્રક્રિયા.
૩. ગ્રેડિંગ- સોર્ટિંગબાદ વ્યાપારી ધોરણે અલગ-અલગ ગ્રેડમાં મૂલ્ય અને ઉપયોગના આધારે વહેંચવાની
પ્રક્રિયા.
3 સંગ્રહ
- સંગ્રહ માટેની જગ્યા સુકી અને ઠંડી જીવાતો અને ઉંદરો મુક્ત તેમજ જરૂરી હોય તો ઘમિકરણ કરી શકાય વીસગવડતા વાળી હોવી જોઇએ.
- સંગ્રહ દરમ્યા નદાણાની સાથે દવા કે ખાતરનો સંગ્રહના કરવો જોઇએ.
- સંગ્રહ સ્થાનમાં ભેજ અને તાપમાનના નિયમન માટે એક્ઝોસ્ટફેન/ વેન્ટિલેટરનીવ્યવસ્થા હોવી જોઇએ.
- જૂનાકોથળા, કાપડનેકોથળી, પાત્રવાપરતા પહેલાંતે નીસાફસફાઇતેમજ ધૂમિકરણ કરવું જોઇએ.
- ભેજથી બચવાતળિયા ઉપરરેતી નોથરકરી ચારે બાજુની દિવાલથીબેફૂટદુર કોથળા ગોઠવવા જોઇએ.
5 મૂલ્યવર્ધન
મસાલા પાકોનું પ્રોસેસીંગ- મસાલાના પાકોને સાફ સફાઈ અને ગ્રેડીંગ કરી, મસાલામાં ફેરવી વ્યંજન તરીકે
વાપરવા ઉપરાંત તેમાંથી ઓલીયોરેઝીન કે ઉડીયનશીલ તેલ ખેંચી તેમાંથી વધારાની આવક મેળવી શકાય છે.
મસાલાના પાકની ગુણવતાનું મૂલ્યાંકન કરતું મુખ્ય પરિબળ તેની સુગંધયુકત સ્વાદ/ખુશ્બુ કે જે તેના ઉડયનશીલ તેલ
(વોલેટાઇલ ઓઇલ) ના પ્રમાણ અને તેના બંધારણ ઉપર રહેલા છે. જેથી પ્રોસેસીંગ દરમિયાનમાં તેમાં ફેરફાર ન થાય
તે અગત્યનું છે.
(૧) દાણાનું ગ્રેડિંગ અને પોલીશ:- જીરૂ અને વરિયાળીના દાણાઓને જુદી જુદી સાઇઝના ચારણામાંથી પસાર કરી
કદપ્રમાણે ભરાવદાર પૂર્ણવિકસેલ મોટા, મધ્યમ અને અપરિપકવ-હલકા અને ઝીણા દાણાને અલગ કર્યા બાદ
પોલી શકરવાથી દાણા પાતળા, ચોખ્ખા અને ચળકાટ મારતા હોય જેથી તેના મૂલ્યમાંવ્રુધ્ધિ થાય છે.
(૨) સુગંધિત તેલ:- મસાલા પાકોના દાણા માંથી ઉડ્યનશીલસુ ગંધીદાર તેલનું પ્રમાણ જુદી જુદી માત્રામાં હોય છે
જેદવાની બનાવટ તેમજ ખોરાકની બનાવટમાં સુગંધ ઉમેરવામા ખૂબજ ઉપયોગી છે જેથી તેનો
બજાર ભાવ ઊંચો રહે છે.મસાલા પાકોના દાણામાં થી તેલ કાઢયા બાદ ખાસકરી ને જીરૂ અને વરિયાળીના
દાણાઓના ભૂકોતે મજના નાટુકડાને પશુતથામ રઘાંના આહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
(૩) ઓલીયો રેઝીન:- ઓલીયો રેઝીનએ એવો સાંદ્રિત સ્નિગ્ધ અને ચીકણો પદાર્થ છે જેમાં જેતે મસાલાની બધીજ
સુવાસતાજી, અસલીઅ ને કડક હોય છે જે આર્થીક રીતે પોષાય તેવા મસાલાની સુવાસ આપતો પદાર્થછે,
ઓલીયોરેઝીન જેતે મસાલાનો ચીકણો ગુંદર જેવો પદાર્થ અને તેને લગતા સંયોજનો, ચરબી, ઉડ્યનશીલ
તેલરંગ સાથેમિશ્રણ કરીબ નાવવામાં આવે છે.ઓલીયોરેઝીન એકદમ શુધ્ધ જીવાણું અને ઉત્સેચક મુકત અને જે
તેમ સાલાની સુવાસ માટે પ્રામાણિત અને પુરતા પ્રમાણમાં એન્ટીઓકસીડેન્ટ હોય છે. તેથી ફુગલા ગવાની
સંભાવનાન રહેતી હોવાથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. તેમજ તેની વિકસીત દેશોમાં ખુબજ વધારે
માંગ હોવાથી તેની નિકાસની તકો વધારી સારી આવક મેળવી શકાય છે.
(૪) કરીપાઉડર:- કરીપાઉડરએજુદા જુદા મસાલાનું અલગ અલગ માત્રાનું સ્વાદીષ્ટ મિશ્રણ છે જે ખોરાકને
સ્વાદીષ્ટ, સુંગધીતઅનેસુપાચ્યબનાવે છે. કરીપાઉડરમાં જુદા જુદા મસાલાઓ તેમજ મીઠા અને મેદાનું
મિશ્રણ હોયછે જેમાં મસાલાનું પ્રમાણ૮૫% મેદાનું પ્રમાણ૧૦% અને મીઠાનું પ્રમાણ૫૦% વધુના
હોવું જોઇએ. કરીપાઉડરનીમાંગ બીજ મસાલામાં આયાત કરતા દેશોમાં હોવાની નિકાસ વધારી મસાલાની
મૂલ્યવ્રુધ્ધિ કરી શકાય.
(5) મુખવાસ:- પોલીસ કરેલા વરિયાળીના દાણા કે સુવાના દાણા ને મુખવાસ તરીકે ઉપયોગ કરવાથીમૂલ્યવ્રુધ્ધિ
કરી શકાય હોટલ અને રેસ્ટોરન્ટમાં વરિયાળીનો ઉપયોગ મુખવાસ તરીકે થાયછે જેમા ટેપોલીસ કરેલા
દાણાઓ ઉપરખાંડની યોગ્યમાત્રાની ચાસણી બનાવી છંટકાવ કરી સુકવી અને રોસ્ટીંગ કરવામાં આવે છે.
- મૂલ્ય વૃધ્ધિના ફાયદાઓ
૧. ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશો મળે છે.
૨. આર્થિક વળતર વધુ મળે છે.
૩. પોસ્ટ હાર્વેસ્ટ બગાડ અટકાવી શકાય છે.
૪. પેદાશોની સંગ્રહ શકિતમાં વધારો થાય છે.
૫. પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ તથા આકર્ષક બને છે.
૬. મૂલ્ય વર્ધક યુનિટો (કૃષિ ઉધોગો) દ્ર્ર્રારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે.
૭. મસાલા પાકોની જુદી જુદી મૂલ્યવર્ધિત બનાવટો નિકાસ કરી વિદેશી હૂંડિયામણ કમાઈ શકાય છે.
૮. ઉપજના વધારે ભાવો મળવાથી ગ્રામ્ય સ્તરે સામાજિક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે.
(૬) પેંકીગ
મસાલાપાકોનેલાબાસમયસંગ્રહકરવામાટેતેમજમસાલાનીસુંગધઅનેરંગજળવાઇરહેતેમાટેપ્લાસ્ટીકબેગકે
અસ્તરવાળાશણનાકોથળામાંરાખવાજોઇએઅથવાકંતાનનાકોથાળમાંપ્લાસ્ટીકનીકોથળીમાંપેકકરીમાલસંગ્રહ
કરવો.
વ્યાપારીમસાલાપાકોનીમૂલ્યવર્ધીતબનાવટનાઆકર્ષકપેંકીગનીમાહિતીકોઠામાંદર્શાવેલછે.
બનાવટ |
પેંકીગ |
ગ્રેડીંગ, પોલીસ કરેલ મસાલા |
સ્ટેન્ડીંગ પાઉચ, પાઉચ |
મસાલા પાઉડર |
સ્ટેન્ડીંગ પાઉચ, બોક્ષ, પાઉચ |
કરી પાઉડર |
સ્ટેન્ડીંગ પાઉચ, બોક્ષ, પાઉચ |
ઉડ્યનશીલતેલ |
કાચની બોટલ, ફુડ ગ્રેડ, પ્લાસ્ટીક બોટલ |
ઓલીયોરેઝીન |
કાચની બોટલ, ફુડ ગ્રેડ, પ્લાસ્ટીક બોટલ |
વિવિધ પ્રાકરના અર્ક |
કાચની બોટલ, ફુડ ગ્રેડ, પ્લાસ્ટીક બોટલ |
કટકાનાસ્વરૂપમાં, પેસ્ટ સ્વરૂપમાં, આરોગ્યપ્રદ બનાવટના સ્વરૂપમાં, કુદરતી કલર કે રસાયણના સ્વરૂપમાં |
|
નોંધ- પેંકીગ મટીરીયલ હંમેશા સ્ટાન્ડર્ડ અને માન્યતા પ્રાપ્ત થયેલું હોવુ જોઇએ. |
બનાવટ |
ઉપયોગ |
ગ્રેડિંગ અને પોલિશ કરેલ મસાલા |
જુદી જુદી ખાધ બનાવટો રોજીંદા ઘર વપરાશમાં |
મસાલા પાઉડર |
બધા જ ખાધ પદાર્થોમાં સુગંધ અને સ્વાદ લાવવા, બધાજ સલાડ શાકભાજીમાં બ્રેડ, સુપ, કેકે વગેરેમાં |
કરી પાઉડર |
ખોરાકને સ્વાદિષ્ટ, સુપાચ્ય અને સુગંધિત બનાવવા માટે તથા તંદુરી ચીકન, માછલી અને શાકભાજીમાં |
ઉડ્યનશીલસુગંધિત તેલ |
ખોરાકમાં જરૂરી સ્વાદ સુગંધ અને સોડમ ઉમેરવા, સુગંધિત અત્તરો અને સાબુ તેમજ કોસ્મેટીક બનાવટ તથા આયુર્વેદિક દવા બનાવવામાં વપરાય |
ઓલીયોરેઝીન |
સ્કોવશ, માંસ, ડબ્બાબંધ ખોરાક, સુપ, ચટણી, ચીઝ, ડેરી અને બેકરીની બનાવટો, નાસ્તા તથા પીણા બનાવવા માટે |
વિવિધ પ્રકારના અર્ક |
પાણીમાં દ્રાવ્ય અર્કનો ઉપયોગ જુદાજુદા પીણાની બનાવટ, તેલ/ચરબીના દ્રાવ્ય અર્કનો ઉપયોગ સુપમાં, સોસની બનાવટમાં, સૂકા અને રાંધેલ ખોરાકમાં ઉપરથી આપવા માટે, કેપ્સ્યુલ અને બેકરી બનાવટમાં ઉપયોગી |
ખેડુત ભાઈયો વધારે માહિતી માટે સંપર્ક કરો
શ્રી. મુકેશ.પી. ચૌધરી ને
નં.9727668367
Share your comments