ગુજરાતમાં આર્થિક પાટનગર અમદાવાદથી આશરે 120 કિમી દૂર અરવલ્લી જિલ્લાના ડોડિયા ગામની ઓખળ હવે ઔષધીય ગામ તરીકે થવા લાગી છે. આ ગામની વિશેષતા એ છે કે અહીં દરેક ઘરમાં ઔષધીય છોડ લાગેલા છે કે જે કોઈને કોઈ રીતે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. આ ગામના સરપંચની પહેલથી આ કામ શરૂ થયું છે. અહીં કોઈ પણ સોસાયટીને ઔષધીય છોડનું નામ આપવામાં આવ્યુ છે. જે છોડનું નામ સોસાયટીને અપાય છે, તે છોડ સોસાયટીના દરેક ઘરમાં આપવામાં આવ્યો છે. ઔષધીય છોડ સમગ્ર ગામની 20 સોસાયટીઓમાં વહેંચવામાં આવેલ છે.
સરપંચની પહેલ પર ઔષધીય નામ
આ ગામના સરપંચ નાનાભાઈના મનમાં ગામને ઔષધીય ગામ બનાવવાનો વિચાર આવ્યો હતો. જૂન 2019માં તેમણે તમામ ગ્રામજનોની એક બેઠક બોલાવી અને પોતાની વાત રજૂ કરી. સૌએ વિચારણા કરી અને આ કાર્યની શરૂઆત પણ કરી. ત્યાર બાદ યોજનાનો અમલ થયો અને ગામના 300થી વધારે ઘરોને કુલ 20 સોસાયટીઓમાં વહેંચવામાં આવ્યા. આ તમામ સોસાયટીઓને તુલસી વન સોસાયટી, એલોવેરા સોસાયટી, અશ્વગંધા સોસાયટી, બારમાસી સોસાયટી, બ્રામ્હી સોસાયટી, આંબલા સોસાયટી જેવા નામો આપવામાં આવ્યા. આ અભિયાનમાં વન વિભાગ અને રિલાયંસ ફાઉંડેશનની ઘણી મદદ મળી છે. તેને લીધે લોકોને પણ ઔષધીય છોડ અંગે જાણકારી મળી છે.
દૂર-દૂરથી જોવા આવે છે લોકો
ગુજરાતના આ ઔષધીય ગામને જોવા લોકો દૂર-દૂરથી આવે છે. આ ગામને હવે એક એવી ઓળખ મળી છે કે હવે લોકો તેને ઔષધીય ગામના નામથી ઓળખે છે. ગામને અલગ-અલગ ઔષધીય છોડના કારણે આ ઓળખ મળી છે. આ ઔષધીય છોડો લોકોને ખૂબ જ કામ આવી રહ્યા છે અને આરોગ્ય માટે પણ તે ખૂબ જ લાભદાયક હોય છે.
ઔષધીય જાણકારી આપશે
સરપંચના દીકરાનું કહેવું છે કે આગામી સમયમાં તેઓ સોસાયટીના અન્ય લોકોને પણ જોડશે. અહીં સંપૂર્ણ ગામના લોકો ઔષધીય પાકો અંગે જાણકારી આપશે. તેઓ કહે છે કે આ એક ગૌરવની વાત છે કે ડોડિયા ગામ અહીંનું પહેલુ હર્બલ ગામ છે. અહીં છોડ ખૂબ જ ઉપયોગી હોય છે. આગામી સમયમાં આ પ્રકારના ઔષધીય છોડથી સંબંધિત અન્ય યોજનાઓ ઊપર પણ કાર્ય કરવામાં આવશે.
Share your comments