Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Groundnuts: મગફળીમાં દેખાતા આફલાટોક્સિન છે પાક માટે મોટી સમસ્યા, આવી રીતે મેળવો નિયંત્રણ

મગફળી એ મુખ્ય તેલીબિયાં પાકની સાથે સાથે એક અગત્યનો પૂરક પાક પણ છે. ભારતમાં મગફળીની ચોમાસું, ઉનાળું અને શિયાળાની ઋતુમાં વિવિષ પ્રકારના વાતાવરણમાં ખેતી કરવામાં આવે છે. મગફળી ઉગાડતાં રાજયોમાં મુખ્યત્વે ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-પ્રિન્ટરિસ્ટ
ફોટો-પ્રિન્ટરિસ્ટ

મગફળી એ મુખ્ય તેલીબિયાં પાકની સાથે સાથે એક અગત્યનો પૂરક પાક પણ છે. ભારતમાં મગફળીની ચોમાસું, ઉનાળું અને શિયાળાની ઋતુમાં વિવિષ પ્રકારના વાતાવરણમાં ખેતી કરવામાં આવે છે. મગફળી ઉગાડતાં રાજયોમાં મુખ્યત્વે ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર છે, જે ભારતના મગફળીના કુલ વાવેતર વિસ્તારનો ૯૦% વિસ્તાર આવરી લે છે.

મગફળીની ખેતી કરતા ખેડૂતો પાકની જીવાતો અને રોગોથી થતી નુકસાની વિશે જાણે છે, પરંતુ આફલાટોક્સિનની સમસ્યાથી અજાણ છે. કારણ કે, આ પ્રકારનું નુકસાન સામાન્ય રીતે નરી આંખે દેખી શકાય તેવું નથી. આફલાટોક્સિન એક પ્રકારનું માયકોટોક્સિન (માયકો = ફૂગ; ટોક્સિન = ઝેર; ફૂગ દ્વારા ઉત્પન્ન થતું ઝેર) છે, જે એસ્પરજીલસ ફ્લેવસ અને એસ્પરજીલસ પેરાસિટિક્સ નામની ફૂગથી ઉત્પન્ન થાય છે. આ ફૂગ વિશ્વભરમાં ખાદ્ય દૂષણનો સૌથી સામાન્ય અને મહત્વનો સ્રોત છે, જે દૂષિત પાકો / ઉત્પાદનો દ્વારા ફેલાય છે અને મનુષ્યો તેમજ પશુધનના સ્વાસ્થ્ય ઉપર હાનિકારક અસરો પેદા કરી શકે છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં જ્યાં ખેત પેદાશો માટેની લાંબા ગાળાના સંગ્રહની સુવિધાઓ ઘણી વાર અપૂરતી હોય છે અને ઉચ્ચ તાપમાન અને ભેજ આ ફૂગની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ૧૯૬૦માં ઈંગ્લેન્ડના પોલ્ટ્રીફાર્મમાં નોંધાયેલ 'ટર્કી-એક્સ' રોગના કારણે આફલાટોક્સિનના સંશોધનોની શરૂઆત થઈ હતી. ભારતમાં પણ પોલ્ટ્રીફાર્મમાં આફ્લાટોક્સિકોઝના ફેલાવાના કેટલાક બનાવો નોંધાયેલા છે. ૧૯૯૨માં તમિલનાડુ રાજ્યયમાં બતકમાં માયકોટોક્સિનના કારણે મૃત્યુદર નોંધાયું હતું.

મગફળીમાં જુદા જુદા ૧૪ પ્રકારના આફલાટોક્સિન નોંધાયેલા છે, જેમાં બી1 , બી2, જી1 અને જી2 આ ચાર મુખ્ય ઝેરી પ્રકાર છે. આલોટોક્સિનથી દૂષિત ખોરાક લેવાથી આ માયકોટોક્સિન મનુષ્યો અને પશુધનમાં પણ ફેલાઈ શકે છે, જેને એફલેટોક્સિકોસિસ કહેવાય છે. પશુધનને આશરે ૧.૦-૬.૦% આફલાટોક્સિન બી1, દૂષિત ખોળ આપવાથી આ ઝેર દૂધમાં સરળતાથી જી1 તરીકે પ્રસારિત થાય છે. લાંબા સમય માટે આફલાટોક્સિનયુક્ત દૂષિત ખોરાક ખાવાથી મનુષ્યમાં કેન્સર, લીવરનું નુકસાન, રોગપ્રતિકારક શક્તિનું દમન, કુપોષણ અને બાળકોમાં સ્થિર વૃદ્ધિ તરફ દોરી જવું વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

મગફળીની નિકાસલક્ષી જાતો માટે ખરેખર તો આફલાટોક્સિન મુક્ત ઉત્પાદન અગત્યનું છે, પરંતુ એવું થઈ શકતું નથી, એટલે વિશ્વ વ્યાપાર સંઘ અને જુદા જુદા દેશોએ મગફળી તેમજ અન્ય ખાદ્ય ઉત્પાદનોની નિકાસ માટે પારા-પોરણ નક્કી કરેલા છે.

 આફલlટોક્સિન સાદ્રતાંની આરોગ્ય ઉપર અસર

આફલlટોક્સિનની મર્યાદા

મનુષ્ય/પશુ પર અસર

૨૦ ppb* સુધી

માનવ સ્વાસ્થય માટે કોઈ જોખમ નથી

૫૦ ppb સુધી

પશુ સ્વાસ્થય માટે કોઈ જોખમ નથી

૧૦૦ ppb સુધી

બાળકો વૃદ્ધિ પર અસર

૨૦૦-૪૦૦ ppb સુધી

પુખ્તવયના માનવની વૃદ્ધિ પર અસર

૪૦૦ ppb સુધી

કેન્સર, લિવરનું નુકશાન 

*ppb = parts per billion or μg per kg

સ્ત્રોત : Vinodkumar et al.  2005; NRCG Bulletin)

મગફળી/અન્ય ખાધ ઉત્પાદન માટે વિવિધ દેશો દ્વારા નક્કી કરાયેલ મહતમ આફલlટોક્સિન સ્તર  

ક્રમ

દેશ

ખાધ ઉત્પાદન

મહતમ સ્તર (ppb)

ભારત

તમામ

૩૦

ચીન, જાપાન, થાઈલેન્ડ, ઇજિપ્ત, ટર્કી  

મગફળી

૧૦

યુએસએ

દૂધ સિવાય તમામ વસ્તુઓ

૨૦

યુરોપિયન યુનિયન

મગફળી

૦૪ (ખાધ)/ ૧૫ (પ્રોસેસિંગ )

ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેસિયા, મલેશિયા  

મગફળી

૧૫

કેન્યા

મગફળી

૨૦

૭ 

રશિયા

મગફળી

૦૫

કેનેડા

મગફળી

૧૫

વિયેતનામ

તમામ

૧૦

(સ્ત્રોત: Codex Alimentarius Commission, 2013)

ભારતમાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોમાં બાબતે જાગૃતિનો અભાવ છે, કારણ કે...

(૧) જ્યાં સુધી મગફળીમાં ડોડવાની સપાટી ઉપર આ ફૂગની વૃદ્ધિ ન થાય ત્યાં સુધી ગુણવત્તામાં બગાડના કોઈ નરી આંખે જોઈ શકાય તેવાં ચિહ્નો દેખાતાં નથી

(૨) સામાન્ય રીતે આફલાટોક્સિનના લીધે ઉપજમાં નોંધપાત્ર નુકસાન જોવા મળતું નથી

(૩) ભારતમાં મગફળીને મુખ્યત્વે ખાદ્ય તેલના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે અને તેલના નિષ્કર્ષણ દરમિયાન બરાબર ફિલ્ટર કરેલ તેલમાં આ નુકસાન રહેતું નથી

મગફળી અને તેની ઉપપેદાશોમાં ફૂગના ચેપની આફલાટોક્સિન જમા થવાનાં કારણો :

() જૈવિક:

  • રોગો સામે ટકવાની નબળી શક્તિ ધરાવતી મગફળીની જાત અને આફલાટોક્સિન વધુ ઉત્પન્ન કરનારી ફૂગને જૈવિક ભાગ તરીકે ગણી શકાય. આવી જાતમાં ૨૪ થી ૩૬ કલાકમાં ફૂગના આછા લીલા રંગના પુષ્કળ બીજાણુંઓ જોવા મળે છે. જેના પછીના ૬ થી ૮ દિવસોમાં બિયારણ અને ઉપપેદાશમાં આફલાટોક્સિનનો વધારો જોવા મળે છે.
  • જો ખેડૂત આવા બિયારણનો બીજા વર્ષે પણ વાવણીમાં ઉપયોગ કરે તો મગફળીમાં 'આફફ્લારોટ' રોગ આવવાની શક્યતા રહે છે. આ રોગની શરૂઆતમાં છોડની વૃદ્ધિ ઓછી થવાને કારણે નાનો રહે છે અને પાન અણીવાળા બની જાય છે. આ છોડ બે મહિના સુધી જીવંત રહી અંતે સૂકાઈ જાય છે.

() વાતાવરણીય પરિબળો: ૨૫-૩૫°સે. તાપમાન, ભેજનું ૮૦% કરતાં વધારે પ્રમાણ, પાકની પાછલી અવસ્થામાં ખાસ કરીને ડોડવામાં દાણા ભરાતી વખતે પાણીની ખેંચ વગેરે જેવા પરિબળોના કારણે ફૂગનો ચેપ લાગે છે અને તેની વૃદ્ધિ થાય છે.

() મગફળી ઉપાડતી વખતેની પરિસ્થિતિ:

આંતરખેડ વખતે ખેત ઓજારોથી ડોડવાને થતું નુકસાન, વધુ પડતા પરિપક્વ ડોડવા, મગફળી ઉપાડતી વખતે ભારે સતત વરસાદ અને મગફળી ઉપાડયા પછીનો વરસાદ જે પાથરામાં ફૂગની વૃદ્ધિ વધારે છે.

() સંગ્રહસ્થાનોની પરિસ્થિતિ: સંમતસ્થાનોમાં હવાનું નબળું પરિભ્રમણ, વધારે તાપમાન, ભેજવાળી જગ્યાએ સંગ્રહ વગેરે જેવા પરિબળો ફૂગના વિકાસ માટે કારણભૂત છે.

રોગ જીવાત
રોગ જીવાત

મગફળીમાં આફલાટોક્સિનનું નિયંત્રણ :

  • વહેલું/પ્રારંભિક વાવેતર કરવું, મોડા વાવેતરથી સામાન્ય રીતે મૌસમના અંતે દુકાળ અને જીવાતના નુકસાનની શક્યતા વધારે રહે છે, જે ફૂગનો પ્રવેશ અને વૃદ્ધિને સરળ બનાવે છે. ઉપરાંત પાકની હેરબદલી કરવી અને રોગો સામે ટકવાની શક્તિ ધરાવતી મગફળીની જાતની પસંદગી કરવી.
  • વાવણી વખતે ઈજા પામેલા અને ફૂગવાળા દાણા અલગ કાઢી તંદુરસ્ત બિયારણ જ વાપરવું. ફૂગનાશકની ભલામણ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું. આ ઉપરાંત, ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા કલ્ચર ૨.૫ કિ.મા. પ્રતિ હેક્ટર ૩૦૦- ૫૦૦ કિ.ગ્રા. દિવેલીના ખોળ સાથે વાવણી સમયે ચાસમાં આપી શકાય.
  • આંતરખેડ અને નીંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તેની કાળજી રાખવી.
  • જમીનજન્ય રોગો અને જીવાતોનું નિયંત્રણ કરવું.
  • કાપણીની અવસ્થાએ જે ભેજની ઊણપ હોય તો છેલ્લા ૨૦-૨૫ દિવસ અગાઉ હલકું પિયત આપવું. કારણકે, પાણીની ખેંચના કારલે આ સમસ્યા વધી શકે છે.
  • અપરિપક્વ કે વધુ પરિપક્વ પાકની લણણી કરવાથી દાણામાં ભેજનું પ્રમાણ વધુ રહે છે તેમજ ફૂગનો ચેપ અને વૃદ્ધિ થવાની શક્યતા વધે છે. તેથી, જ્યારે પાક પરિપક્વ થાય ત્યારે યોગ્ય સમયે જ કાપણી કરવી. શક્ય હોય તો મગફળી ઉપાડતી વખતે વરસાદ ન નડે તે રીતનો સમય નક્કી કરવો. રોગિષ્ઠ છોડના ડોડવા સારા તંદુરસ્ત ડોડવાથી અલગ રાખવા.
  • કરિયાની રાપને એ રીતે બરાબર ગોઠવવી કે જેથી મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા ઓછી થાય. જ્યારે મગફળી હાથથી છૂટી પાડવાની થાય ત્યારે અપરિપક્વ ડોડવા અલગ પાડવા. યાંત્રિક રીતે થ્રેશરનો ઉપયોગ કરતી વખતે થ્રેશરની જાળી મગફળીની જાત અને કદ પ્રમાણે યોગ્ય કદના કાણાવાળી રાખવી જેથી હલકાં અને અપરિપક્વ ડોડવા અલગ પડી શકે. યંત્ર અને જીવાતથી નુકસાન પામેલ ડોડવાને દૂર કરવા.
  • ખેતરમાં મગફળીને છોડ સહીત નાના પાથરામાં ડોડવા ઉપર રહે અને ચારો નીચે રહે તેમ સૂકવવી. બરાબર ભરાયેલ ડોડવાને ૮ ટકાથી ઓછો ભેજ રહે ત્યાં સુધી સૂકવવા. આનો નિર્ણય થોડા ડોડવા હાથમાં લઇ ખખડાવીને કરી શકાય.
  • દાણાને સંગ્રહ માટે મોકલતાં પહેલાં પ્રાથમિક સફાઈ અને ગ્રેડિંગ કરવું.
  • સંગ્રહ માટે સ્વચ્છ ડોડવા પોલિથિલિનની ગની બેગમાં ભરવા. આ કોથળા લાકડાના પ્લેટફોર્મ ઉપર નાના જથ્થામાં દીવાલથી દૂર ગોઠવવા. મગફળીને સૂકી અને સુરક્ષિત જગ્યામાં સંગ્રહિત કરવી જોઈએ, જ્યાં જંતુઓ અને ભેજનો પ્રવેશ શક્ય ન હોય. સંગ્રહ ખંડમાં હવાનું પરિભ્રમણ જરૂરી છે. સંગ્રહસ્થાન અને પ્રોસેસ પ્લાન્ટની સ્વચ્છતા જાળવવી.

સૌજન્ય: સાવન જી. દેસાઈ  અને ડૉ. એન. એમ. ગોહેલ

વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

સંપર્ક : desaisavan0007@gmail.com; 9624111289

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More