Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

દાણાની મીંજ: બીજ મસાલા પાકોની અગત્યની જીવાત

ભારત મસાલા અને મસાલા ઉત્પાદનોનો સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકાર દેશ છે. ભારતમાં જીરૂ, વરિયાળી, ધાણા, મેથી, અજમો વગેરે જેવા વિવિધ પ્રકારના બીજ મસાલા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં બીજ મસાલા પાકોનું સૌથી વધુ વાવેતર વિસ્તાર રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
મસાલા પાકોમાં દેખાતા અગત્યના જીવાત
મસાલા પાકોમાં દેખાતા અગત્યના જીવાત

ભારત મસાલા અને મસાલા ઉત્પાદનોનો સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકાર દેશ છે. ભારતમાં જીરૂ, વરિયાળી, ધાણા, મેથી, અજમો વગેરે જેવા વિવિધ પ્રકારના બીજ મસાલા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં બીજ મસાલા પાકોનું સૌથી વધુ વાવેતર વિસ્તાર રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે.મોટાભાગના બીજ મસાલા પાકો મોટી સંખ્યામાં જીવાતોને આકર્ષે છે જે ખેતરોમાં તેમજ સંગ્રહ દરમિયાન પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે.

દાણાની મીંજ દ્વારા ૪૦% વરીયાળીમાં, ૩૦% ધાણામાં, ૨૭% દિલસીડમાં, ૧૦% અજમામાં અને ૨0% જીરાના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ જીવાતના ઉપદ્રવથી બજારમાં બીજ મસાલા પાકોના મૂલ્યમાં નોધપાત્ર ઘટાડો જોવા મળે છે. આ જીવાત એક અગત્યની સંસર્ગનિષેધ જીવાત છે કારણ કે તેની ઈયળ અને કોશેટા અવસ્થા બંને દાણામાં પસાર થતી હોવાથી, તે બીજ મસાલા પાકોના નિકાસ પર અસર કરે છે. આ જીવાત સીડમીંજ/ દાણાની માખી/સીડ વાસ્પના નામથી પણ પ્રચલિત છે. મુખ્યત્વે મીંજની બે જાત સિસ્ટોલ આલ્બીપેનિસ અને સિસ્ટોલ કોરીએન્ડરી બીજ મસાલા પાકોના નુકશાન કરે છે.

ઉભા પાક પર જીવાત
ઉભા પાક પર જીવાત

ઓળખ:

પુખ્ત નાનું, નાજુક, ચળકતા કાળા રંગનું તેમજ રૂવાંટીવાળું ઉદરપ્રદેશ ધરાવે છે.

યજમાન પાકો: ધાણા, વરિયાળી, સુવા, જીરૂ અને અજમો વગેરે જેવા બીજા મસાલા પાકોમાં ઉપદ્રવ જોવા મળે છે.

નુકશાન:

માદા મીંજ તેનું અંડનિક્ષેપ અંગ વિકાસ પામતા દાણામાં દાખલ કરી તેમાં ઇંડાં મૂકે છે. ઇંડાંમાંથી નીકળતી ઇયળ સૌ પ્રથમ દાણાના ભ્રુણ ભાગને ખાય છે. ત્યારબાદ દાણાના મીંજને કોરી નુકશાન કરે છે. આ જીવાત તેની કોશેટા અવસ્થા પણ દાણામાં જ પસાર કરે છે. પુખ્ત મીંજ બીજ મસાલાનો સંગ્રહ કરેલ હોય તેવા દાણામાંથી મોટેભાગે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમ્યાન બારીક કાણું પાડીને બહાર નિકળતી હોય છે. કયારેક ડીસેમ્બર માસ સુધી પણ પુખ્ત મીંજ બહાર નીકળતી હોય છે. મીંજ બહાર નીકળવાને કારણે દાણા કાણાંવાળા જણાય છે. મોટાભાગના દાણા એક કાણાંવાળા જોવા મળે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં બે કાણાંવાળા દાણા પણ જોવા મળે છે. આવા કાણાંવાળા દાણા બજારમાં ગ્રાહકો ખરીદતા નથી. વરિયાળી/ ધાણા માં તેલની ગુણવત્તા તેમજ ઉગાવાની શકિત/સ્ફૂરણશકિતમાં નોંધપાત્ર ધટાડો જોવા મળે છે.

આ પણ વાંંચો:Success Story: આ ખેડૂતની જેમ તમે પણ વાવો આ વૃક્ષ અને કરો કરોડોની કમાણી

વરિયાળીના સંગ્રહમાં જીવાત
વરિયાળીના સંગ્રહમાં જીવાત

સંકલિત વ્યવસ્થાપન:

  • સામાન્ય રીતે વાતાવરણમાં મહતમ તાપમાનમાં વધારો થતા આ જીવાતનું પ્રમાણ વધતું જોવા મળે છે. જેથી મોડુ વાવેતર ટાળવું જોઈએ.
  • વરીયાળીના પાકનું સપ્ટેબરના પ્રથમ પખવાડિયામાં વાવેતર કરવામાં આવે તો નુકસાન ઓછું જોવા મળેલ છે.
  • વરિયાળીમાં દાણાની મીંજના નુકસાનને ઘટાડવા માટે આંતરપાક તરીકે સુવાની(૨:૧) પ્રમાણે વાવણી કરવી જોઈએ.
  • પક્ષીઓને બેસવા ટેકા/બેલીખડા પ્રતિ હેક્ટરે ૫૦ ની સંખ્યામાં ગોઠવવાથી પક્ષીઓ દ્રારા પુખ્ત માખીનું ભક્ષણ થાય છે.
  • આ જીવાતના વ્યવસ્થાપન માટે લીમડાની લીંબોળીની મીંજના ૫ ટકા દ્રાવણ (૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ./૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮૦ એસએલ ૨ મિ. લિ.અથવા એસિટામીપ્રીડ ૨૦ એસસી ૨ મિ. લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે દાણા ભરાવાની અવસ્થાએ છાંટવાથી ઓછામાં ઓછું નુકસાન થાય છે જેથી સંગ્રહ કરતી વખતે તેનો ઉપદ્રવ આગળ વધતો નથી.
  • બીજમસાલાના પાકોમાં ફૂલ અવસ્થાએ મધમાખી આવન જાવન ખૂબજ જોવા મળે છે. તેથી ફૂલ અવસ્થાએ જંતુનાશકોનો છંટકાવ ટાળવો અથવા વનસ્પતિજન્ય દવા છાંટી શકાય. 

સૌજન્ય: 

આર. ડી. ડોડીયા, ડો. પી. એસ. પટેલ, ડો. એન. પી. પઠાણ અને એસ. એમ. ગોસ્વામી

કીટકશાસ્ત્ર વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય, સ.દા.કૃ.યુ., સરદારકૃષિનગર

પાક સંરક્ષણ વિભાગ, બાગાયત મહાવિદ્યાલય, સ.દા.કૃ.યુ., સરદારકૃ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More