આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ આજે યોજાઈ એક બૈઠકમાં આ નિર્ણય કર્યુ છે. કેન્દ્ર સરકાર ઓગસ્ટ 2020 માં વાજબી અને મહેનતાણું ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો. જે રકમ 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી,જેમા હવે કેંદ્ર સરકાર 5 રૂપિયાનો વધારો કરીને 290 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરી દીધુ છે
દેશભરના શેરડીના ખેડૂતો માટે સારા સમાચાર છે. કેંદ્ર સરકાર શેરડીના બાજાર ભાવને 285થી વઘારીને 290 કરી દીધુ છે, કેંદ્રીય મંત્રી પીયુષ ગોયલ સમાચારની ઘોષણા કરીને કહ્યુ છે, મોદી સરકાર શેરડીના ખેડૂતો માટે સારો એવો નિર્ણય લીધુ છે. જે શેરડીના એક ક્વિંટલના બાજાર ભાવ પહેલા 285 હતુ તે હવે 5 રૂપિયા વધીને 290 થઈ ગયો છે, જે ઑક્ટૂબર 2021થી અમલમાં આવશે.
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ આજે યોજાઈ એક બૈઠકમાં આ નિર્ણય કર્યુ છે. કેન્દ્ર સરકાર ઓગસ્ટ 2020 માં વાજબી અને મહેનતાણું ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો. જે રકમ 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી,જેમા હવે કેંદ્ર સરકાર 5 રૂપિયાનો વધારો કરીને 290 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરી દીધુ છે.
ભારતમાં એફઆરપી કૃષિ ખર્ચ અને કિંમતો કમિશન (સીએસીપી) ની ભલામણને અનુરૂપ નક્કી કરવામાં આવી છે, જે વૈધાનિક સંસ્થા છે જે સરકારને મુખ્ય કૃષિ પેદાશોની કિંમત નીતિ અંગે સલાહ આપે છે.શેરડી પર એફઆરપી વધારવાનો નિર્ણય આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા લેવામાં આવ્યુ છે.જે શેરડીનું મુખ્ય ઉત્પાદન કરતું રાજ્ય છે.
શેરડીના સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો
ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્યો 'સ્ટેટ એડવાઇઝરી પ્રાઇસ' (એસએપી) તરીકે ઓળખાએ છે.જે શેરડીના ભાવ નક્કી કરે છે, જે સામાન્ય રીતે કેન્દ્રની એફઆરપી કરતા વધારે હોય છે.આ વર્ષે 19 ઓગસ્ટના રોજ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે 2021-22 પિલાણ સીઝન માટે શેરડીની તમામ જાતોના એસએપીમાં 15 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવાની મંજૂર આપી હતી.
ઉત્તર પ્રદેશમાં ઉપજે છે 63 ટકા શેરડી
જુલાઈમાં બિઝનેસ સ્ટાન્ડર્ડે અહેવાલ આપ્યો હતો કે મે 2021 સુધીમાં ખેડૂતોને મળતા શેરડીના લેણાં વધીને લગભગ 21,321 કરોડ રૂપિયા થઈ ગયા છે અને 2020-21 માટે શેરડીના બાકી લેણાંમાંથી, ઉત્તર પ્રદેશમાં લગભગ 63 ટકા ઉપજ છે.આ વર્ષની શરૂઆતમાં, એવા અહેવાલો આવ્યા છે કે,કર્ણાટક રાજ્યમાં શેરડી ઉત્પાદકોએ 2021-22 માટે ખેતીના ખર્ચને અનુરૂપ પાક માટે FRP માં વધારો કરવાની માંગ કરી છે.
Share your comments