ડ્રમસ્ટિક તરીકે ઓળખવામાં આવેલ મોરિંગા એક ઔષધીય વનસ્પતિ છે. જો કે એક શાકભાજી તરીકે આમારા શરીરને ઘણા પૌષક તત્વો આપે છે. પોષણ ભરાયેલી અને દવા માટે ઉપયોગમાં આવનાર ડ્રમસ્ટિકની ખેતી ખેડૂતો માટે બમ્પર આવકની તક તરીકે છે. હાલમાં જ ગુજરાતના પાટણના ખેડૂત ચૌધરી કામરાજ ભાઈ તેની ખેતી કર્યો હતો, જેથી તેઓને બમ્પર ઉત્પાદન મળ્યા હતા અને તેમની કમાણી પણ બમણી થઈ ગઈ હતી. આથી તેઓને બહુમાન પણ મળ્યા હતા. જણાવી દઈએ કે મોરિંગાનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાક, દવા અને પશુ અહાર વગેરેમાં થાય છે. ઓછા ખર્ચે ઉત્પાદિત મોરિંગાની વિશેષતા એ છે કે એક વાર વાવ્યા પછી 4 વર્ષ સુધી તેને ફરીથી વાવવાની જરૂર પડતી નથી. આવી સ્થિતિમાં, જો તમે મોરિંગાની ખેતી કરવા માંગો છો, તો આજે અમે તમને જણાવીશું કે તેના બીજ ઓનલાઈન ક્યાંથી મેળવી શકાય છે.
અહિંયાથી મળશે સસ્તામાં મોરિંગાના બિયારણ
મોરિંગાની વધતી માંગને જોતા ખેડૂતોએ તેની ખેતી શરૂ કરી છે. ખેડૂતોની સુવિધા માટે નેશનલ સીડ કોર્પોરેશન મેરીંગાના બિયારણનું ઓનલાઈન વેચાણ કરે છે. જેની ખરીદી તમે નેશનલ સીડ કોર્પોરેશનની વેબસાઈટના ઓનલાઈન સ્ટોરમાંથી ખરીદી શકો છો અને બમ્પર કમાણી મેળવી શકો છો.તમે તેને ઓનલાઈન ઓર્ડર કરીને પોતાના ધરે પણ મંગાવી શકો છો.
બિયારણ 42 ટકા ડિસ્કાઉન્ટ પર મળશે
જો તમે મોરિંગાની ખેતી કરવા માંગો છો, તો તમે નેશનલ સીડ કોર્પોરેશનની વેબસાઈટ પરથી માત્ર 135 રૂપિયામાં 42 ટકાના ડિસ્કાઉન્ટમાં 50 ગ્રામના પેકેટમાં તેના બીજ ખરીદી શકો છો. આ ખરીદી કરીને, તમે સરળતાથી મોરિંગાની ખેતી કરીને વધુ સારો નફો કમાઈ શકો છો.
મોરિંગાની ખેતી કેવી રીતે કરી શકાય?
મોરિંગાની ખેતીમાં વધુ પાણીની જરૂર પડતી નથી અને જાળવણી પણ ઓછી થાય છે. આ છોડ રોપતા પહેલા ખેતરમાં સારી રીતે ખેડાણ કરો અને નીંદણનો નાશ કરો. પછી 2.5 x 2.5 મીટરના અંતરે 45 x 45 x 45 સે.મી. સુધીના ઊંડા ખાડાઓ તૈયાર કરો. ખાડાઓ ભરવા માટે, માટી સાથે 10 કિલો સડેલા છાણનું મિશ્રણ તૈયાર કરો. તે પછી છોડ વાવો.
મોરિંગાના બીજના ફાયદા
મોરિંગા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેની શીંગોથી લઈને તેના પાંદડા સુધી ઘણી બધી શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ શું તમે ક્યારેય શરીરની સમસ્યાઓ દૂર કરવા માટે મોરિંગાના બીજનો ઉપયોગ કર્યો છે?? આ બીજ મોરિંગા કઠોળમાંથી મેળવવામાં આવે છે. વાસ્તવમાં, જ્યારે આ બીજ કાચા હોય છે, ત્યારે તે એકદમ નરમ હોય છે. પરંતુ જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેઓ સખત બની જાય છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે. તમને જણાવી દઈએ કે મોરિંગા એટલે કે ડ્રમસ્ટિકના બીજનો ઉપયોગ શેકીને અથવા ઉકાળીને કરી શકાય છે. આ સિવાય તેના બીજમાંથી તેલ અને પાવડર બનાવી શકાય છે. આ બીજ વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન અને એમિનો એસિડ જેવા ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર છે.
- હાડકા માટે ફાયદાકારક
- બળતરા વિરોધી, પીડામાં મદદ કરે છે
- આંખો માટે ફાયદાકારક
- થાક અને નબળાઈ ઘટાડે છે
- હૃદય માટે ફાયદાકારક છે
Share your comments