જીરુએ ગુજરાતમાં થતો મહત્વનો એક મસાલા પાકછે. સૌરાષ્ટ્રમાં જીરુંનું વાવેતર સારા પ્રમાણમાં થાયછે. જીરું ઘણા ઔષધીય ઉપયોગમાં પણ વપરાયછે. તે પેટનો દુખાવો, એસીડીટી સામે રક્ષણ આપેછે તથા પેટમાં ઠંડક કરેછે. જીરું એ શિયાળામાં ઠંડા અને સુકા વાતાવરણમાં થતો પાકછે. જીરામાં ખેડૂતોને મુંજાવતી સમસ્યા તેમાં આવતા રોગો છે.
જીરુએ ગુજરાતમાં થતો મહત્વનો એક મસાલા પાકછે. સૌરાષ્ટ્રમાં જીરુંનું વાવેતર સારા પ્રમાણમાં થાયછે. જીરું ઘણા ઔષધીય ઉપયોગમાં પણ વપરાયછે. તે પેટનો દુખાવો, એસીડીટી સામે રક્ષણ આપેછે તથા પેટમાં ઠંડક કરેછે. જીરું એ શિયાળામાં ઠંડા અને સુકા વાતાવરણમાં થતો પાકછે. જીરામાં ખેડૂતોને મુંજાવતી સમસ્યા તેમાં આવતા રોગો છે. તેમાં મુખ્યત્વે કાળી ચરમી, ભૂકી છારો, અને સુકારો જેવા રોગો આવેછે. તેના રોગકારકો, અનુકૂળ હવામાન, લક્ષણો અને નિયંત્રણના ઉપાયો નીચે મુજબછે.
૧) કાળી ચરમી:-
રોગ કારક:- અલ્ટરનેરિયા નામની ફૂગથી આ રોગ થાયછે.
અનુકૂળ હવામાન:- આ રોગની રોગકારક ફૂગ બીજજન્ય તેમજ જમીનજન્ય છે. આ રોગ બીજ તથા પવન દ્વારા ફેલાય છે. હવામાનમાં એકાએક ફેરફાર થતા આ રોગ આવવાની શક્યતા વધી જાયછે કારણ કે જીરુંનો પાક વાતાવરણ સામે અતિ સંવેદનશીલ હોયછે. ઠંડુ, ભેજવાળું હવામાન, પવન, કમોસમી વરસાદ તથા જમીનમાં વધુ પાણી અને ભેજ આ રોગનો ફેલાવો કરેછે. સામાન્ય રીતે વાવેતર પછી ૩૦ થી ૪૦ દિવસે ફૂલ બેસે ત્યારે આ રોગનો ફેલાવો થાયછે.
લક્ષણો:- રોગની શરૂઆત સામાન્ય રીતે પાનની ટોચથી થાયછે. ફૂલ બેસે ત્યારે ખાસ કરીને ડાળીઓ, થડ અને પાન પર બદામી રંગના ડાઘ જોવા મળેછે. સમય જતા તે ભૂખરા થઇ કથ્થાઈ રંગના ટપકા જેવું થય જાયછે. છેલે આખો છોડ બદામી રંગ જેવો દેખાયછે અને ખેતર માં વધુ ફેલાવો થતા ખેતર બળેલા જેવું દેખાય છે. આ રોગ ના લીધે પાકના ઉત્પાદનમાં ખુબજ ઘટાડો થાય છે. ક્યારેક પાક ૧૦૦ ટકા જેટલો નિષ્ફળ જવાની શક્યતા રહે છે.
નિયંત્રણના ઉપાયો:- ખેડૂતોને જીરું વાવવામાં નડતી સમસ્યાઓ પૈકીની કાળી ચરમી રોગની સમસ્યાના ઉપાયો નીચે મુજબ છે.
રોગ આવતા પૂર્વ તેનાથી બચવાના ઉપાયો પર નજર કરીએ તો,
૧. આ રોગ મુખ્યત્વે બીજ દ્વારા ફેલાતો હોવાથી રોગમુક્ત બીજની પસંદગી કરવી ખુબ જ અગત્યનિ બાબત છે.
૨. આ રોગના નિયંત્રણ માટે સારી નીતાર વાળી, રેતાળ, ગોરાડું જમીન પસંદ કરવી.
૩. દર વર્ષે જો જીરું નો પાક વવાતો હોય તો પાક ની ફેરબદલી કરવી
૪. મોડેથી કરેલા પાકના વાવેતર માં આ રોગ જોવા મળે છે કારણકે આપણા વિસ્તારમાં ડીસેમ્બર, જાન્યુઆરી માં ઝાકળ નું પ્રમાણ જોવા મળે છે. આ ઝાકળ થી બચવા માટે ઓક્ટોબરનું છેલું અઠવાડિયું અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં વાત્તાવરણ અનુકુળ હોય તો વાવેતર કરવું.
૫. સૂર્યનો તાપ મળી રહે તેમ વાવેતર કરવું. બિયારણનો દર પ્રમાણસર રાખવો જે સામાન્ય રીતે ૧૨ થી ૧૫ કિ.ગ્રા પ્રતિ હેક્ટર હોય છે.
૬. પ્રમાણસર અને વાતાવરણને ધ્યાનમાં રાખી પિયત આપવુ અને હળવુ પિયત આપવુ. ખેતરના પાછળના ભાગમાં કે ક્યાય પાણી ભરાયના રહે તેનુ ખાસ ધ્યાન રાખવું.
૭. રોગકારક છોડ દેખાય તો તેને કાઢીને બાળી નાખવા.
૮. નાઈટ્રોજન યુક્ત ખાતરનો વધુ ઉપયોગ ના કરવો.
૯. બીજને વાવતા પહેલા મેન્કોઝેબ અથવા થાયરમ દવાનો ૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ મુજબ પટ આપવો.
રોગ આવ્યા બાદ ના રસાયણિક પગલા :-
૧. પાકમાં રોગ દેખાય કે ના દેખાય વાવેતર બાદ ૩૦ દિવસે ફૂગનાશક દવા જેવિ કે મેન્કોઝેબ ૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં અથવા ડાઈફેન્કોનાઝોલ ૧૦ મી.લી. પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા.
૨. રોગ ના જૈવિક નિયંત્રણ માટે સ્યુડોમોનસ ફ્લુરોસન્સ (આઈ.એસ.એસ.આર.- ૬) ૧૦૮સી.એફ.યુ./ ગ્રામની ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ મુજબ બીજ માવજત આપવી.
૨.) ભુકીછારો
રોગ કારક:- ઈરીસીફી પોલીગોની નામની ફૂગ થી આ રોગ થાય છે.
અનુકૂળ હવામાન:- આ રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે છે.
લક્ષણો:- રોગની શરૂઆત ફૂલ બેસવાના તથા બીજ બાંધવાના સમયે જોવા મળે છે. આ રોગનો ફેલાવો પવન દ્રારા થાય છે. આ રોગની શરૂઆત અનુકુળ વાતાવરણમાં છોડમાં નીચેના પાન પર થાય છે. પાન પર ફૂગના સફેદ રંગના બીજાણુંઓની વૃધ્ધી થયેલી જોવા મળે છે. પાન પર એક-બે જગ્યાએથી રોગની શરૂઆત થતી જોવા મળે છે. સમય જતા ફૂગની વૃધ્ધી છોડના પાન, કુમળી ડાળીઓ તેમજ બીજ પર જોવા મળે છે. આવા છોડમાં દાણા બેસતા નથી. જો ફૂલ અવસ્થાએ આ રોગ આવે તો ૫૦ ટકા જેટલો ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
નિયંત્રણના ઉપાયો:-
સંરક્ષણાત્મક પગલા તરીકે પાક ૪૫ દિવસનો થાય કે રોગની શરૂઆત થાય કે તુરત જ દ્રાવ્ય ગંધક (વેટેબલ સલ્ફર) ૦.૨ % ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ અથવા પ્રોપીકોનાઝોલ ૧૦ મિલી/૧૦ લિટર પાણિના દ્રાવણના ૨ થી ૩ છંટકાવ કરવા.
૩.) સુકારો:-
રોગ કારક:- આ રોગ ફ્યુંઝેરીયમ ઓક્સીસ્પોરીયમ નામની ફૂગ થી થાય છે.
અનુકૂળ હવામાન:- જીરુંનો પાક બે થી ત્રણ વાર એક જ જમીન પર લેવાથી આ રોગ થવાની શક્યતા વધે છે. જમીનનું ઉષ્ણતામાન ૨૮ થી ૩૦ સે. રોગ ને માંફક આવે છે.
લક્ષણો:- તંદુરસ્ત લાગતા છોડની ઉપરની કુણી ટોચો અને ડાળીઓ અચાનક બીજા દિવસે નમી પડે અને સુકાય જાય છે. રોગની શરૂઆતમાં ખેતરમાં નાના કુંડાળા જોવા મળે છે જે ધીમે ધીમે પ્રસરે છે. આ રોગના લક્ષણોમાં તંદુરસ્ત છોડના પાન અને ડાળીઓ એકાએક નમી પડે છે અને બીજા દિવસે આખો છોડ લંઘાયને સુકાવા લાગે છે. રોગીસ્ટ છોડમાં દાણા બેસતા નથી અને બેસે તો ચીમળાયેલા અને પોચા હોય છે.
નિયંત્રણના ઉપાયો:-
આ રોગ ના આવવા દેવા માટે અગાઉ લેવાતા પગલાઓમાં જોઈએ તો,
૧. જૈવિક નિયંત્રણ: પ્રયોગો પરથી ફલિત થયું છે કે ટ્રાયકોડર્મા ફૂગના બીજાણુંઓનું મેળવણ જમીનમાં વાવણી સમયે ઉમેરવામાં આવે તો ક્રમે ક્રમે તેની વૃધ્ધી થતા આ રોગની સામે અસરકારક રીતે રક્ષણ પૂરું પાડે છે. આવા ટ્રાયકોડર્માના બીજાણુંઓ કરોડોની સંખ્યામાં (૨x૧૦૬ થી ૨x૧૦૮/ગ્રામ એટલે કે ૧ ગ્રામ પાવડર આધારિત કલ્ચરમાં ૨૦ લાખથી ૨૦ કરોડ જીવંત કોષો) હોય તેવું વાપરવું જોઈએ. આ રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજેનીયમ પાવડર ૫ કિ.ગ્રા./હેક્ટર મુજબ ૫૦૦ કિ.ગ્રા. દિવેલા કે રાયડના ખોળ સાથે મિશ્રણ કરી વાવણી સમયે જમીનમાં ઉમેરવાથી આ રોગનું સારૂ નિયંત્રણ થાય છે.
૨. બીજને વવાતા પહેલા કાર્બેન્ડાઝીમ અથવા મેન્કોઝેબ અથવા થાયરમ જેવી ફુગનાશક દવાનો ૩ ગ્રામ/ કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજમાવજત આપી વાવણી કરવી.
- સમતલ જમીનમાં વાવતેર કરવું.
- પાકની ફેરબદલી જુવાર કે બાજરીના પાક સાથે કરવી.
- છાણીયું ખાતર વાપરવું.
- રોગીષ્ટ છોડનો બાળીને નાશ કરવો.
- પ્લાસ્ટીક પાથરી સુર્યતાપથી માટી તપાવવાથી પણ આ રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
- ગુજરાત જીરું- ૩ અને ૪ જાત સુકારા સામે રોગ પ્રતિકારક છે. બીજ ની પસંદગી રોગમુક્ત પાકમાંથી જ કરવી.
૯. આ રોગ જમીન જન્ય હોવાથી બીજા ઉપાયો અસરકારક નીવડતા નથી. આ રોગ આવ્યા પછી તેનું નિયંત્રણ કરવું ખુબજ મુશ્કેલ છે માટે આ રોગ ટાળવા ના ઉપાયો કરવા જોઈએ.
Share your comments