સોના ભાવે વેચાતા સૂકા મેવી ચારોળી બાજારમાં 1800 પ્રતિ કિલોના ભાવે વેચાય છે,સૂકા મેવાના બીજને ભાંગતા પછી તેમાથી ચારોળી નિકળે છે, જેને મીઠાઈ બનાવવમાં વાપરમાં આવે છે, તેથી તેનો વેચાણ થાય છે. તેની વાવણી વાત કરીએ તો તે વન વિસ્તારમાં થાય છે.
સોના ભાવે વેચાતા સૂકા મેવી ચારોળી બાજારમાં 1800 પ્રતિ કિલોના ભાવે વેચાય છે,સૂકા મેવાના બીજને ભાંગતા પછી તેમાથી ચારોળી નિકળે છે, જેને મીઠાઈ બનાવવમાં વાપરમાં આવે છે, તેથી તેનો વેચાણ થાય છે. તેની વાવણી વાત કરીએ તો તે વન વિસ્તારમાં થાય છે. જ્યા તેના ઝાડ હોય છે અને ત્યાંના લોકો એટલા મોંઘા મેવા મફત ખાએ છે. પણ વધારે લોકોને આ વાતની ખબર નથી કે તે કેટલા મોંઘા બાજારોમાં વેચાએ છે અને તેની તસ્કરી થથી હોય છે, જ્યારે તેની તો વાવણી થવી જોઈએ, જેથી ખેડૂતોને સારો વળતર મળી શકાય.
ખેતી બહુ ઓછી થાય છે
સૂકા મેવાની ખેતીની વાત કરીએ તો તેની ખેતી મોટા પ્રમાણ થથી નથી. એટલે જે ખેડૂતોને બમણી આવક જોઈતી હોય તો તે લોકો તેની ખેતી કરી શકાય છે. કેમ કે સરકારે ચારોળીની ખરીદ કરવાનું બંધ કરી દીધું છે. જંગલની ચારોળીને વન વિભાગ બ્રાંડ બનાવવા માંગે છે પણ હજું સુધી તેમાં સફળતા મળી નથી. ચારોળીના ઝાડો મુખ્યતા ગરમ પ્રદેશેમાં જે વન હોય છે ત્યાં જોવા મળે છે.
શુ હોય છે ચારોળી
જે સૂકા મેવાના વિષયમાં અમે વાત કરી રહ્યા છે, તે ચણી બોરના કદનું ખટમીઠું ફળ હોય છે. તેના સુખાવા પછી, જે તેમાથી બીજ કાઢવામાં આવે છે તે ચરોળી કહવાયે છે. જે સૂકા મેવા સૌથી મોંઘો એટલે કે બાદામ અને કાજુ કરતા પણ બાજારમાં મોંધો વેચાએ છે. વન વિસ્તારમાં ઉગાડવામાં આવતા તેના ઝાડની નર્સરીમાં ઉછેર કરીઆ પછી તેને વનમાં વાવમાં આવે છે.કાજુ, બદામ, અખરોટ, દ્રાક્ષ જેવા સૂકા મેવા હિમાલય પ્રદેશ,નાસીક અથવા ગોવામાં વાવમાં આવે છે, જ્યારે ચરોળીની વાવણી વનમાં થાય છે.
ચરોળીનો ભાવ
આ વર્ષે વન વિભાગે એક કિલો ચરોળી રૂ.126 કર્યા હોવા છતાં પણ વન વિભાગને કોઈએ તેનો ઑર્ડર આપ્યૂ નથી. કેમ કે આ વર્ષે ખાનગી વેપારીઓએ ઊંચા ભાવે ખરીદી કરી લીધી છે. કારણ કે ઉત્પાદન ઓછું હતું. ગુજરાત વન વિકાસ નિગમ દ્વારા ચારોળીના આખા બીનો ભાવ એક કિલોના ગયા વર્ષે રૂ.109 હતો.
ખરીદી
એક કિલોના ચારોળીના ભાવ રૂ.900 સુધી થઈ ગયા હતા. વન વિભાગે ગયા વર્ષે 50 ક્વિન્ટલ ખરીદ કરેલી હતી. આ વર્ષે કોઈ આદિવાસીઓએ વન વિભાગને બિયાં આપ્યા ન હોવાનું વન વિભાગ કહે છે. આદિવાસીઓએ ઘરે જ ચારોલી કાઢીને ખાનગી વેપારીઓને ગામમાં વેચી દીધી છે. કવાંટ, પાનવડ અને છોટાઉદેપુરમાં 15 વેપારીઓ છે જે ચારોળી ખરીદે છે. વેપારીઓ ગામે જઈને ખરીદી કરી લે છે. દરેક વેપારીઓ 300થી 500 કિલો ચરોળી ખરીદી લે છે
ગુજરાતની ચારોળી
છોટાઉદેપુરની ઓરસંગ નદીનું પાણી કાચ જેવું સ્વચ્છ છે. ત્યાંના ગામોમા ગામોમાં બોર, કાજુ, ચારોળી, સીતાફળ, સાગ કેરીના ઝાડની સારી વાવણી થાય છે. ગુજરાતમાં માત્ર છોટા ઉદેપુરમાં ચારોળી પાકે છે. અહીં વર્ષ 2020-21માં 3790 કિલો ચારીળીનું ઉત્પાદન થયું હતું, જ્યારે 2021-22માં કેટલું ઉત્પાદન થયું તે વન વિભાગ જાણી શક્યો નથી. એક વૃક્ષ દીઠ બે કિલો બીજ ગણવામાં આવે તો 1.80 લાખ કિલો બિજ થઈ શકે છે. જેમાંથી 10 ટકા ચારોળી નિકળે છે.
શરીર માટે ફાયદેમંદ
- અયુર્વેદિક અને યૂનાની દવાઓમાં તે વપરાય છે.
- પ્રસૂતાને ઘીનો બનાવેલો શીરો અપાય છે. જેમાં કાજુ, બદામ, પીસ્તા, ચારોલી નંખાય છે.
- ભાંગમાં વરીયાળી, સાકર,મરી, જાયફળ, એલચી, બદામ, પિસ્તા, ચારોલી, ઠંડાઈ નાખીને પીવાય છે.
- દૂધપાકમાં નંખાય છે. દૂધની મીઠાઈઓમાં નંખાય છે.
- બીજના કડક પડ હોય છે. જેની અંદર ચપટા, થોડા પોચા, સ્વાદિષ્ઠ દાણા હોય છે. ચારોળીનો ઉપયોગ ભારતીય પકવાનોં, મિઠાઇ તેમ જ ખીર ઇત્યાદિમાં સુકામેવા તરીકે કરવામાં આવે છે.
- વાત, પિત્ત શામક, ત્વચાના વર્ણને સુધારનાર, હૃદય માટે હિતકારી, કામશક્તિવર્ધક, બળપ્રદ, દાહશામક, રક્તવૃદ્ધિ અને શુદ્ધિકર છે.
- બાદામના બદલે વાપરી શકાય. ચારોળીનું તેલ બદામના તેલ જેવા જ ગુણકારી હોય છે. તુવેર જેવા લાલ રંગના દાણા તે ચારોલી છે. મોટા વૃક્ષોને નાના ફળ આવે ફળમાંથી નાના દાણા નિકળે છે તે ચારોળી છે.
- ચારોળી મધુર, શીતળ, પચવામાં ભારે, કામશક્તિવર્ધક, બળપ્રદ, દાહશામક, રક્તવૃદ્ધિ અને શુદ્ધિકર, શુક્રાણુઓની દુર્બળતા, હૃદયની નબળાઈ, સોજા અને તાવને મટાડનાર છે. ચારોળીનું તેલ મધુર, થોડું ગરમ અને વાત-પિત્તનાશક છે.
- શ્રમ-થાકનાશક છે. શક્તિ અને સ્ફુર્તિ આપે છે. પૌષ્ટિક અને કામશક્તિવર્ધક છે. નબળાઈમાં અશ્વ ગંધા સાથે 10 દાણાં ખાઈ લેવા. અશ્વગંધા અને ચારોળીને દૂધમાં અડધુ પાણી નાંખી તેટલું ઉકાળી પાવાથી સેક્સ પાવર વધે છે.
- જેઠીમધ, અશ્વગંધી અને ચારોળીને દૂધમાં પકવી ખાવાથી રસ્તશ્રાવ દૂર થાય છે.
- ચામડીના ચકામા પર લેપ કરવાથી મટી શકે છે.
Share your comments