Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

FPO - એકમેકનો સાથ ખેડુતોનો વિકાસ

ઉત્પાદક સંગઠન એ ખેડુતો, દુધ ઉત્પાદકો, માછીમારો,વણકર, ગ્રામિણ કારીગરો વગેરે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા સર્જિત કાયદેસર એકમ છે. ખેડૂત અથવા ખેડુત સંગઠનો દ્વારા સર્જિત ઉત્પાદક સંગઠનને ખેડુત ઉત્પાદક સંગઠન (એફપીઓ) કહેવાયછે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
FPO
FPO

ઉત્પાદક સંગઠન શું છે?

 

  • ઉત્પાદક સંગઠન એ ખેડુતો, દુધ ઉત્પાદકો, માછીમારો,વણકર, ગ્રામિણ કારીગરો વગેરે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા સર્જિત કાયદેસર એકમ છે. ખેડૂત અથવા ખેડુત સંગઠનો દ્વારા સર્જિત ઉત્પાદક સંગઠનને ખેડુત ઉત્પાદક સંગઠન (એફપીઓ) કહેવાયછે. દેશમાં વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં નવા ૧૦,૦૦૦ FPOની રચના માટેનો કાર્યક્રમ શરૂ થયેલ છે. આ કાર્યક્રમ હેઠળ FPOને રચના અને સંવર્ધન માટે ૫ વર્ષ સુધી સહાય મળશે.

 ખેડુત ઉત્પાદક સંગઠનોની મૂળભૂત વિશેષતાઓ:

 

  • ખેતી અથવા બિન ખેતી પ્રવૃતિઓ માટે ઉત્પાદક સમૂહ દ્વારા તેની રચના થાય છે.
  • તે રજિસ્ટર થયેલ કાનૂની એકમ છે.
  • સંગઠનમાં ઉત્પાદકો એ શેર હોલ્ડર છે.
  • તે પ્રાથમિક ઉપજ/ઉત્પાદનો સંબંધિત વ્યવસાયિક પ્રવૃતિઓ સાથે વેપાર કરે છે.
  • તે ઉત્પાદક સભ્યોના લાભ માટે કાર્ય કરે છે.
  • નફાનો એક હિસ્સો ઉત્પાદકોમાં વહેંચાય છે.
  • અધિશેષના બાકી રહેલ હિસ્સાને વ્યવસાયના વિસ્તારમાં હેતુ માટે તેની માલિકીના ભંડોળમાં ઉમેરાય છે.
  • ઉત્પાદક સંગઠનોની માલિકી તેના સભ્યો પાસે રહે છે.
  • તે ઉત્પાદકોનુ, ઉત્પાદકો દ્વારા અને ઉત્પાદકો માટેનુ સંગઠન છે.

કઇ કઇ એજન્સીઓ એફ્પીઓને પ્રમોટ કરી શકે?         

  • કોઇ પણ અનુભવી વ્યક્તિ/એન.જી.ઓ. સમુદાય આધારિત સંગઠન;
  • કોર્પોરેટ,બેંક,નાણાકિય સંસ્થાઓ, વિકાસ એજન્સીઓ;
  • સરકારી વિભાગો,કૃષિ વિજ્ઞાન કેંદ્ર, કોમોડિટિ બોર્ડ,કૃષિ વિશ્વ વિધ્યાલય/ સંશોધન સંસ્થા;
  • સહકારી મંડળીઓ, વિશાળ ઉત્પાદક કંપનીઓ, ઉત્પાદક એસોસિએશન કે ફેડરેશન

એફ.પી.. તરીકે માન્ય કરવામાં આવેલ સંગઠન

  • ‌૨૦૧૩માં સુધારેલ ભારતીય કંપની અધિનીયમ ૧૯૫૬ની કલમ ૫૮૧ (સી) હેઠળ ઉત્પાદક કંપની તરીકે રચાએલ પ્રોડ્યુસર કંપની -રાજ્ય સરકારના સહકારી અધિનિયમ હેઠળ રચાએલ સહકારી મંડળી
  • નાના, સિમાંત અને પોતાની માલિકીની જમીન ધરાવતાં ખેડુતોની ઓછામાં ઓછી સંખ્યા ૫૦%
  • એક સભાસદને વધુમાં વધુ આપવાના શેરની રકમ (ભરપાઇ થયેલ કુલ શેરમુડીના ૧૦%)
  • એક કરતાં વધુ FPOમાં સદસ્યતા (ખેડુત એક કરતાં વધુ FPOમાં સભાપદ બની શકે છે પરંતુ ઇક્વિટી ગ્રાન્ટનો લાભ એક જ FPOમાં મળશે.)
  • BOD અને જનરલ બોડીમાં મહિલાઓનુ પ્રતિનિધિત્વ. અમલીકરણ એજન્સીઓના નિયમાનુસાર. જોકે ઓછામાં ઓછા એક મહિલા પ્રતિનિધિ હોવા જ જોઇએ.

એફ.પી.. દ્વારા કરવામાં આવતી કામગીરી

 

  • દવા, ખાતર, બિયારણ વગેરે ગુણવત્તાયુક્ત ઉત્પાદકીય ઘટકોની જથ્થાબંધ ભાવે ખરીદી કરી સભાસદોને વ્યાજબી ભાવે પુરા પાડવાં.
  • એકરદિઠ ઉત્પાદન ખર્ચમાં ધટાડો કરવાના ઉદેશથી સભાસદોને કલ્ટીવેટર, ટીલર, સ્પ્રિંકલર, હાર્વેસ્ટર વગેરે આધુનિક સાધનો ખરીદી અને ભાડેથી ઉપલબ્ધ કરાવવાં.
  • ઉત્પાદીત માલની સફાઇ, વીણાટ, ગ્રેડિંગ, પેકિંગ તેમ જ ખેતર પર થઈ શકે એવી પ્રાથમિક કક્ષાનાં મુલ્યવર્ધન કરી અને લગતી સેવાઓ સભાસદોને નજીવા દરોએ પુરી પાડવી.
  • બિજ ઉત્પાદન, મધમાખી ઉછેર, મશરૂમની ખેતી જેવી ઉંચી આવક આપતી પ્રવ્રુતિઓ
  • સભાસદ ખેડૂતોની થોડી થોડી ઉપજને એકત્રીત કરીને તેમાં સાધારણ મૂલ્યવર્ધન કરી વધુ વ્યાપારને લાયક બનવવી.
  • ઉત્પાદન અને વેચાણ કરતી વખતે ખેડુતો વિવેકપૂર્ણ નિર્ણયો લઈ શકે એ માટે વિવિધ ઉપજોના વિષયમાં બજારની જાણકારી સુલભ કરાવવી.
  • ખરીદ કરનારાઓ સાથે સોદાબાજી કરીને ખેડુતોને તેમની મહેનત અને માલનું વધુમાં વધુ વળતરઅપાવવા વેચાણની નવી નવી ચેનલો મારફત માલનુ વેચાણ કરવું.

સભાસદ સંખ્યા

 

  • મેદાની વિસ્તારોમાં ૫૦૦ અને પહાડી વિસ્તારોમાં ૨૦૦ ખેડુતોને એક FPO હેઠળ જોડાઇ શકે છે. જો કે ઓછામાં ઓછી સભાસદ સંખ્યા મેદાની વિસ્તાર માટે ૩૦૦ અને પહાડી વિસ્તાર માટે ૧૦૦ છે .

નાણકીય બજેટ

નાબાર્ડ દ્વારા એફ્પીઓને પ્રમોટ કરવાં માટે

 

  • એક FPO ને ત્રણ વર્ષમાં વધુમાં રૂ.૧૮ લાખ મળવાપાત્ર છે. આ રકમ FPOને મળનાર ઇક્વિટી ગ્રાન્ટ અને ક્રેડીટ ગેરેંટી ફ્ન્ડ ઉપરાંતની છે. આ રકમનાં મુખ્ય અંગોમાં નોંધણી ખર્ચ, ફર્નિચર અને સાધનો સિવાય માસિક ધોરણે CEO નો પગાર, વહીવટી ખર્ચ, બોર્ડ સ્ટાફ માટે કેપેસીટી બિલ્ડીંગ તાલીમ માટેનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.

કર્મચારીની લાયકાત: -

 

  • CEO: સ્નાતક (કૃષિ, કૃષિ માર્કેટિંગ, કૃષિ પ્રબંધન, બી.બી.એ.) અથવા ૧૦+૨ પછીનો ડિપ્લોમાં (કૃષિ, કૃષિ માર્કેટિંગ, કૃષિ પ્રબંધન), ACCOUNTANT: ગણિત, કોમર્સ, એકાઉંટંસી સાથે ૧૦+૨ સુધીંનો અભ્યાસ

ઇક્વિટિ ગ્રાંટ:

 

  • FPO એ એકત્રિત કરેલ શેર ભંડોળમાં સપ્રમાણમાં અને વધુમાં વધુ FPO દિઠ રૂ. ૧૫ લાખ અને સભાસદ દિઠ રૂ. ૨૦૦૦ની મર્યાદામાં મળવાપાત્ર છે. આ ગ્રાંટ વધુમાં વધુ ત્રણ હ્પ્તામાંલઇ શકાશે.

ક્રેડીટ ગેરેંટી ફંડ:

 

  • FPOને વધુમા વધુ રૂ. ૨ કરોડના ૭૫% લેખે રૂ. ૧.૫ કરોડનું કવર મળવાપાત્ર છે. પાંચ વર્ષમાં ૨ વખત આ યોજનાનો લાભ લઇ શકાય છે.

આ પણ વાંચો:ડીએપી (DAP)અને યુરિયા ખાતરનો ઉપયોગ કરવાની નવી રીત, ખેતરોમાં લહેરાવા લાગશે પાક

પૂજા બી. નકુમ (વિષય નિષ્ણાત-કૃષિ વિસ્તરણ)

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સીમેન્ટ ફાઉન્ડેશન, અંબુજાનગર

તા: કોડીનાર જી- ગીર- સોમનાથ

 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More