ઉત્પાદક સંગઠન શું છે?
- ઉત્પાદક સંગઠન એ ખેડુતો, દુધ ઉત્પાદકો, માછીમારો,વણકર, ગ્રામિણ કારીગરો વગેરે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા સર્જિત કાયદેસર એકમ છે. ખેડૂત અથવા ખેડુત સંગઠનો દ્વારા સર્જિત ઉત્પાદક સંગઠનને ખેડુત ઉત્પાદક સંગઠન (એફપીઓ) કહેવાયછે. દેશમાં વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં નવા ૧૦,૦૦૦ FPOની રચના માટેનો કાર્યક્રમ શરૂ થયેલ છે. આ કાર્યક્રમ હેઠળ FPOને રચના અને સંવર્ધન માટે ૫ વર્ષ સુધી સહાય મળશે.
ખેડુત ઉત્પાદક સંગઠનોની મૂળભૂત વિશેષતાઓ:
- ખેતી અથવા બિન ખેતી પ્રવૃતિઓ માટે ઉત્પાદક સમૂહ દ્વારા તેની રચના થાય છે.
- તે રજિસ્ટર થયેલ કાનૂની એકમ છે.
- સંગઠનમાં ઉત્પાદકો એ શેર હોલ્ડર છે.
- તે પ્રાથમિક ઉપજ/ઉત્પાદનો સંબંધિત વ્યવસાયિક પ્રવૃતિઓ સાથે વેપાર કરે છે.
- તે ઉત્પાદક સભ્યોના લાભ માટે કાર્ય કરે છે.
- નફાનો એક હિસ્સો ઉત્પાદકોમાં વહેંચાય છે.
- અધિશેષના બાકી રહેલ હિસ્સાને વ્યવસાયના વિસ્તારમાં હેતુ માટે તેની માલિકીના ભંડોળમાં ઉમેરાય છે.
- ઉત્પાદક સંગઠનોની માલિકી તેના સભ્યો પાસે રહે છે.
- તે ઉત્પાદકોનુ, ઉત્પાદકો દ્વારા અને ઉત્પાદકો માટેનુ સંગઠન છે.
કઇ કઇ એજન્સીઓ એફ્પીઓને પ્રમોટ કરી શકે?
- કોઇ પણ અનુભવી વ્યક્તિ/એન.જી.ઓ. સમુદાય આધારિત સંગઠન;
- કોર્પોરેટ,બેંક,નાણાકિય સંસ્થાઓ, વિકાસ એજન્સીઓ;
- સરકારી વિભાગો,કૃષિ વિજ્ઞાન કેંદ્ર, કોમોડિટિ બોર્ડ,કૃષિ વિશ્વ વિધ્યાલય/ સંશોધન સંસ્થા;
- સહકારી મંડળીઓ, વિશાળ ઉત્પાદક કંપનીઓ, ઉત્પાદક એસોસિએશન કે ફેડરેશન
એફ.પી.ઓ. તરીકે માન્ય કરવામાં આવેલ સંગઠન
- ૨૦૧૩માં સુધારેલ ભારતીય કંપની અધિનીયમ ૧૯૫૬ની કલમ ૫૮૧ (સી) હેઠળ ઉત્પાદક કંપની તરીકે રચાએલ પ્રોડ્યુસર કંપની -રાજ્ય સરકારના સહકારી અધિનિયમ હેઠળ રચાએલ સહકારી મંડળી
- નાના, સિમાંત અને પોતાની માલિકીની જમીન ધરાવતાં ખેડુતોની ઓછામાં ઓછી સંખ્યા ૫૦%
- એક સભાસદને વધુમાં વધુ આપવાના શેરની રકમ (ભરપાઇ થયેલ કુલ શેરમુડીના ૧૦%)
- એક કરતાં વધુ FPOમાં સદસ્યતા (ખેડુત એક કરતાં વધુ FPOમાં સભાપદ બની શકે છે પરંતુ ઇક્વિટી ગ્રાન્ટનો લાભ એક જ FPOમાં મળશે.)
- BOD અને જનરલ બોડીમાં મહિલાઓનુ પ્રતિનિધિત્વ. અમલીકરણ એજન્સીઓના નિયમાનુસાર. જોકે ઓછામાં ઓછા એક મહિલા પ્રતિનિધિ હોવા જ જોઇએ.
એફ.પી.ઓ. દ્વારા કરવામાં આવતી કામગીરી
- દવા, ખાતર, બિયારણ વગેરે ગુણવત્તાયુક્ત ઉત્પાદકીય ઘટકોની જથ્થાબંધ ભાવે ખરીદી કરી સભાસદોને વ્યાજબી ભાવે પુરા પાડવાં.
- એકરદિઠ ઉત્પાદન ખર્ચમાં ધટાડો કરવાના ઉદેશથી સભાસદોને કલ્ટીવેટર, ટીલર, સ્પ્રિંકલર, હાર્વેસ્ટર વગેરે આધુનિક સાધનો ખરીદી અને ભાડેથી ઉપલબ્ધ કરાવવાં.
- ઉત્પાદીત માલની સફાઇ, વીણાટ, ગ્રેડિંગ, પેકિંગ તેમ જ ખેતર પર થઈ શકે એવી પ્રાથમિક કક્ષાનાં મુલ્યવર્ધન કરી અને લગતી સેવાઓ સભાસદોને નજીવા દરોએ પુરી પાડવી.
- બિજ ઉત્પાદન, મધમાખી ઉછેર, મશરૂમની ખેતી જેવી ઉંચી આવક આપતી પ્રવ્રુતિઓ
- સભાસદ ખેડૂતોની થોડી થોડી ઉપજને એકત્રીત કરીને તેમાં સાધારણ મૂલ્યવર્ધન કરી વધુ વ્યાપારને લાયક બનવવી.
- ઉત્પાદન અને વેચાણ કરતી વખતે ખેડુતો વિવેકપૂર્ણ નિર્ણયો લઈ શકે એ માટે વિવિધ ઉપજોના વિષયમાં બજારની જાણકારી સુલભ કરાવવી.
- ખરીદ કરનારાઓ સાથે સોદાબાજી કરીને ખેડુતોને તેમની મહેનત અને માલનું વધુમાં વધુ વળતરઅપાવવા વેચાણની નવી નવી ચેનલો મારફત માલનુ વેચાણ કરવું.
સભાસદ સંખ્યા
- મેદાની વિસ્તારોમાં ૫૦૦ અને પહાડી વિસ્તારોમાં ૨૦૦ ખેડુતોને એક FPO હેઠળ જોડાઇ શકે છે. જો કે ઓછામાં ઓછી સભાસદ સંખ્યા મેદાની વિસ્તાર માટે ૩૦૦ અને પહાડી વિસ્તાર માટે ૧૦૦ છે .
નાણકીય બજેટ
નાબાર્ડ દ્વારા એફ્પીઓને પ્રમોટ કરવાં માટે
- એક FPO ને ત્રણ વર્ષમાં વધુમાં રૂ.૧૮ લાખ મળવાપાત્ર છે. આ રકમ FPOને મળનાર ઇક્વિટી ગ્રાન્ટ અને ક્રેડીટ ગેરેંટી ફ્ન્ડ ઉપરાંતની છે. આ રકમનાં મુખ્ય અંગોમાં નોંધણી ખર્ચ, ફર્નિચર અને સાધનો સિવાય માસિક ધોરણે CEO નો પગાર, વહીવટી ખર્ચ, બોર્ડ સ્ટાફ માટે કેપેસીટી બિલ્ડીંગ તાલીમ માટેનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.
કર્મચારીની લાયકાત: -
- CEO: સ્નાતક (કૃષિ, કૃષિ માર્કેટિંગ, કૃષિ પ્રબંધન, બી.બી.એ.) અથવા ૧૦+૨ પછીનો ડિપ્લોમાં (કૃષિ, કૃષિ માર્કેટિંગ, કૃષિ પ્રબંધન), ACCOUNTANT: ગણિત, કોમર્સ, એકાઉંટંસી સાથે ૧૦+૨ સુધીંનો અભ્યાસ
ઇક્વિટિ ગ્રાંટ:
- FPO એ એકત્રિત કરેલ શેર ભંડોળમાં સપ્રમાણમાં અને વધુમાં વધુ FPO દિઠ રૂ. ૧૫ લાખ અને સભાસદ દિઠ રૂ. ૨૦૦૦ની મર્યાદામાં મળવાપાત્ર છે. આ ગ્રાંટ વધુમાં વધુ ત્રણ હ્પ્તામાંલઇ શકાશે.
ક્રેડીટ ગેરેંટી ફંડ:
- FPOને વધુમા વધુ રૂ. ૨ કરોડના ૭૫% લેખે રૂ. ૧.૫ કરોડનું કવર મળવાપાત્ર છે. પાંચ વર્ષમાં ૨ વખત આ યોજનાનો લાભ લઇ શકાય છે.
આ પણ વાંચો:ડીએપી (DAP)અને યુરિયા ખાતરનો ઉપયોગ કરવાની નવી રીત, ખેતરોમાં લહેરાવા લાગશે પાક
પૂજા બી. નકુમ (વિષય નિષ્ણાત-કૃષિ વિસ્તરણ) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સીમેન્ટ ફાઉન્ડેશન, અંબુજાનગર તા: કોડીનાર જી- ગીર- સોમનાથ |
Share your comments