Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

હજારીગલનું ઉત્પાદન અને તેને લગતી ટેકનિક શું છે તે જાણો

હજારીગલ એક બહુ ઉપયોગી અને સરળતાથી ઉગાડી શકતા ફુલોના છોડ પૈકી એક છે. તે ક્યારાઓ અને હરબેસિયસ બોર્ડર માટે ખૂબ જ ઉપયોગી છોડ છે. આ છોડના અલંકૃત મૂલ્ય ઘણુ ઉંચુ છે કારણ કે તેની ખેતી વર્ષ દરમિયાન કરી શકાય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Hazarigal
Hazarigal

હજારીગલ એક બહુ ઉપયોગી અને સરળતાથી ઉગાડી શકતા ફુલોના છોડ પૈકી એક છે. તે ક્યારાઓ અને હરબેસિયસ બોર્ડર માટે ખૂબ જ ઉપયોગી છોડ છે. આ છોડના અલંકૃત મૂલ્ય ઘણુ ઉંચુ છે કારણ કે તેની ખેતી વર્ષ દરમિયાન કરી શકાય છે.તથા તેના ફૂલોને ધાર્મિક અને સામાજીક ઉત્સવોમાં ઘણા મહત્વ ધરાવે છે. આપણા દેશમાં મુખ્યત્વે આફ્રિકન હજારીગલ અને ફ્રેંચ હજારીગલની ખેતી કરવામાં આવે છે. હજારીગલ પીળા રંગના ફુલ છે. હકીકતમાં હજારીગલ એક ફુલ નહીં પણ ફૂલોનો ગુચ્છો છે. તેના લગભગ તમામ પાંદડા ફુલ છે. હજારીગલનું વૈજ્ઞાનિક નામ ટેજેટસ સ્પીસીજ છે.

ભારતના વિવિધ વિસ્તારોમાં તેનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. હજારીગલ મેક્સિકો તથા દક્ષિણ અમેરિકામૂળના પુષ્પ છે. આપણા દેશમાં હજારીગલ આપણા દેશમાં ખુબ જ લોકપ્રિય હોવાથી તેનું વિવિધ ભૌગોલિક જળવાયુમાં સુગમતાપૂર્વક ઉગાડી શકાય છે. ભારતમાં 1,10,000 હેક્ટર ક્ષેત્રફળમાં તેની ખેતી કરવામાં આવે છે. તેની ખેતી કરનારા રાજ્યોમાં કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમબંગાળ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતને કેટલાક ભાગોમાં થાય છે. તે ખાસ કરીને મેદાની વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.

હવામાન અને જમીન

યોગ્ય વનસ્પતિક બજાર અને ફૂલોના સમુચિત વિકાસ માટે પૂરતા પ્રમાણમાં તડકો ધરાવતા વાતાવરણ સર્વોત્તમ માનવામાં આવે ચે. યોગ્ય જળ નિકાલવાળા બલુવાર દોમટ જમીન તેની ખેતી માટે યોગ્ય માનવામાં આવે છે. જે જમીનનું પી.એચ. પ્રમાણ 7 થી 7.5 વચ્ચે હોય તે જમીન હજારીગલ માટે સૌથી સારી માનવામાં આવે છે. ક્ષારીય જમીન તેના માટે અવરોધક માનવામાં આવે છે.

હજારીગલની ખેતી સમગ્રવર્ષમાં તમામ પ્રકારના જળવાયુમાં કરવામાં આવે છે. ખાસ કરીને શીષોષણ તથા સમ-શીતોષ્ણ જળવાયુ ઉપયુક્ત હોય છે. ભેજયુક્ત ખુલ્લા આકાશવાળા જળવાયુ તેની વૃદ્ધિ તથા પુષ્પન માટે ખૂબ જ ઉપયોગી છે, જોકે ઠાર ની સ્થિતિ તેને માટે નુકસાનકારક છે.

તેની ખેતી ઠંડી, ગરમી અને વરસાદની ત્રણેય મૌસમમાં કરવામાં આવે છે. તેની ખેતી માટે 14.5-28.6 ડિગ્રી સે. તાપમાન ફુલોની સંખ્યા અને ગુણવત્તા માટે ઉપયુક્ત છે, જ્યારે ઉંચુ તાપમાન 26.2 ડિ.સે.થી 36.4 ડિ.ગ્રી સે. પુષ્પોત્પાદન પર વિપરીત અસર કરે છે.

હજારીગલના બીજનું પ્રમાણ

શંકર જાતોમાં 700-800 ગ્રામ બીજ પ્રતિ હેક્ટર તથા અન્ય જાતોમાં  આશરે 1.25 કિ.ગ્રા બીજ પ્રતિ હેક્ટર પૂરતા પ્રમાણમાં હોય છે. ઉત્તર પ્રદેશમાં બીજ માર્ચથી જૂન,ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વાવેતર કરવામાં આવે છે.

હજારીગલનું વાવેતરઃ

સારી જાતોની પસંદગી કરી બીજની પથારી પર સાવચેતીપૂર્વક વાવેતર કરવું. તેની ઉપર યોગ્ય માટીની પરત ચડાવવી જોઈએ. ફુવારાથી ધીમે ધીમે પાણી છોડવું જોઈએ.

હજારીગલના બીજનું પ્રમાણઃ

800 ગ્રામથી 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનું અંકુરણ 18થી 30 ડિગ્રી સે.તાપમાન પર વાવેતર કરી 5-10 દિવસમાં થાય છે.

હજારીગલની ઉપજઃ

આફ્રિકન હજારીગલથી 20-22 ટન તાજા ફુલ તથા ફ્રેંચ હજારીગલ 10-12 ટન તાજા ફળ પ્રતિ હેક્ટર સરેરાશ ઉપજ મેળવી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More