Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

હળ-બળદ સાથે 6 એકરથી શરૂ કરી ખેતી, આજે આ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ખેડૂતની ખેતી 300 એકરમાં ફેલાયેલી છે

દેશમાં કૃષિ ક્ષેત્રે શું સંભાવનાઓ છે, તે બારાબંકીના એક કિસાન રામશરણ વર્માએ બધાની સામે સારી રીતે રજુ કરી એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. વર્માનુ કામ આજ એ વાતનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે કે ખેતીથી ના ખાલી ખેડુતોની આર્થીક હાલતમાં સુધારો આવશે, પણ મજુરોને પણ તેમના ગામમાં રોજગાર મળી શકે

KJ Staff
KJ Staff
Ram Sharan Verma
Ram Sharan Verma

દેશમાં કૃષિ ક્ષેત્રે શું સંભાવનાઓ છે, તે બારાબંકીના એક કિસાન રામશરણ વર્માએ બધાની સામે સારી રીતે રજુ કરી એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. વર્માનુ કામ આજ એ વાતનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે કે ખેતીથી ના ખાલી ખેડુતોની આર્થીક હાલતમાં સુધારો આવશે, પણ મજુરોને પણ તેમના ગામમાં રોજગાર મળી શકે છે.

બારાબંકીના દૌલતપુર ગામના રામશરણ વર્માએ મેટ્રિક કર્યા પછી 1980મા હળ અને બળદની મદદથી પોતાની ખાનદાની 6 એકર જમીન પર ડાંગર અને ઘઉંની પરંપરાગત ખેતીથી શરૂઆત કરી. ખેતી કરવાના થોડા સમય પછી જ રામશરણ વર્માને સમજાઈ ગયુ કે ડાંગર અને ઘંઉની ખેતીથી જોઈએ એવો ફાયદો નથી થઈ રહ્યો. તેમણે ક્યાંક સાંભળ્યુ હતુ કે ફળ અને શાકભાજીની ખેતી કરવાવાળા ખેડુતોને આવક વધારે થાય છે. ખાસ કરીને તેમને કેળા-કિસાનો વિશે જાણવાની ખુબ જ ઉત્સુકતા હતી.

કેળા કિસાનોની જાણકારી મેળવવા માટે રામશરણ વર્મા મહારાષ્ટ્રા જવા નિકળી પડ્યા. ત્યાં તેમણે કેળા કિસાનોની ખેતી જોઈ. ત્યાં તેમને એક વાત સમજાઈ ગઈ કે કેળાની ખેતી કરવાવાળા કિસાનો વધારે સમૃદ્ઘ છે. મહારાષ્ટ્રથી પાછા આવી તેમણે કેળાની ખેતી કરવાનુ શરૂ કર્યુ. શરૂઆતમાં તેમણે એક એકરમાં કેળાની ખેતી કરવાની શરૂઆત કરી. જેમાં તેમને ફાયદો દેખાયો. ધીરે ધીરે તેમણે કેળાની ખેતીના ક્ષેત્રફળને વધારવાનુ શરૂ કર્યુ.  1990 ના દાયકામાં, ટીશ્યુ કલ્ચરથી કેળાની ખેતીની નવી તકનીક બજારમાં આવી.  રામશરણ વર્માએ એ તકનીકને પણ અપનાવી અને ફાયદો થવા લાગ્યો. આ રીતે, 6 એકરમાં ખેતીની શરૂઆત કરનાર રામશરણ વર્મા ધીમે ધીમે 300 એકરમાં ખેતી કરતા ખેડૂત તરીકે ઉભરી આવ્યા, જેમને 6 રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. રામશરણ વર્માને 2019માં કૃષિ ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી પણ મળ્યો છે.

બનાવ્યુ નવુ પાકચક્ર

તેની સાથે જ રામશરણ વર્માએ બીજી એક વાત પર ધ્યાન આપ્યુ. જેને ખેતીની ભાષામાં પાક ચક્ર કહે છે. રામશરણ વર્માએ પોતાના અનુભવથી એક નવુ પાકચક્ર વિકસાવ્યુ. જેમાં કેળાની ખેતી પછી બટાકા, બટાકા પછી ટામેટા અને તેના પછી મેન્થાની ખેતી થાય છે. રામશરણ વર્માએ જે પાકચક્ર અપનાવ્યુ છે તેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે. રામશરણ વર્મા કહે છે કે યોગ્ય પાકચક્ર અપનાવવાથી, ખેડૂત ખાતરમાં 20% બચત કરે છે અને ઉપજમાં 40% વધારો કરે છે. આનાથી ખેડુતની આવક સીધી  50% થી વધી જાય છે. તેમના ગામની આસપાસના જે ખેડુતો પહેલા પ્રતિ એકર 10 હજાર રૂપિયા કમાતા હતા તે રામશરણના પાકચક્રને અપનાવીને, હવે પ્રતિ એકર એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે.

પાકની વિવિધતા

રામશરણ વર્માએ પાકચક્રની સાથે સાથે પાકમાં વિવિધતા લાવી જમીનની ફળદ્રુપતા અને ઊપજ વધારવામાં સફળતા મેળવી. પોતાના અનુભવથી રામશરણ વર્માએ ખેતીનુ એક એવુ મોડલ બનાવ્યુ જેમાં ખેતી, પશુપાલન અને બાગકામ માટે જમીનનો ઉપયોગ એક સંતુલિત ગુણોત્તરમાં કરવામાં આવે છે. રામશરણ વર્માના મોડલ મુજબ ખેડૂતોએ તેમની 25% જમીન પર અનાજની ખેતી કરવી જોઈએ. ખેડુત પોતાની જમીનના 15 થી 20% ભાગમાં શાકભાજીની ખેતી કરે, તે સિવાય 15થી 20 % જમીનનો ઉપયોગ પશુપાલન માટે કરે અને બાકીની જમીન પર ખેડુતોએ બાગકામ કરવુ જોઈએ. રામશરણ વર્મા કહે છે કે આનાથી ખેડૂતો માટે હવામાનમાં ફેરફારને કારણે ઉપજમાં ઘટાડો અને ઉપજ વધુ હોય તો ભાવમાં ઘટાડો જેવી સમસ્યાઓનો સામનો કરવો સરળ બનશે.

આ પણ વાંચો :ડાંગરની પરાળ પર ઉગાડાય છે ચાઈનીઝ મશરૂમ, અત્યારે જ વાંચો તેની ખેતીની અનોખી રીત

ખેડૂતોએ બજાર પર નજર રાખવી જોઈએ

રામશરણ વર્મા સ્પષ્ટપણે માને છે કે ખેડૂતોએ હંમેશા બજારને અનુસરવું જોઈએ. બજારમાં જે વસ્તુની જરૂરત હોય તેની જ ખેતી કરવી જોઈએ. આજે સમય અને બજારની માંગ છે કે ખેડૂતોએ ચોખા, ઘઉં જેવા અનાજની ખેતી કરવાને બદલે કઠોળ અને તેલીબિયાંના પાકની ખેતી કરવી જોઈએ, આમાં રોકાણ ઓછુ અને ફાયદો વધારે છે. થોડા સમય પહેલા જ્યારે ખેડૂતોને ડાંગર અને ઘઉંની ખેતીમાં સારા ભાવ મળ્યા તો તેઓ તે તરફ વળ્યા હતા પણ હવે એવું નથી.

30હજાર લોકોને આપે છે રોજગાર

રામશરણ વર્માને સૌથી વધારે ખુશી ત્યારે થાય છે જ્યારે તેઓ લોકોને શહેરમાં નોકરી કરવા જતા રોકે છે. તેઓ એક વર્ષમાં પોતાના ફાર્મ હાઉસ પર 30 હજારથી વધુ લોકોને રોજગાર આપે છે. તેઓએ અમુક લોકોની જમીન ભાડેથી લીધી છે. વર્મા તેનુ ભાડુ પણ આપે છે અને જો તેઓ તેમની સાથે કામ કરવા ઈચ્છતા હોય તો તેમને રોજગાર પણ આપે છે. તેમનું ખેતીનું કામ સંપૂર્ણપણે સહકારીતાના સિદ્ધાંત પર ચાલે છે. રામશરણ વર્માની સફળતાથી પ્રેરિત થઈ આસપાસના લગભગ 10 કિલોમીટર સુધિના વિસ્તારમાં હવે પરંપરાગત ખેતી બંધ થઈ ગઈ છે અને લોકો હવે બાગકામ અને શાકભાજીની ખેતી કરવા લાગ્યા છે. જ્યારે પહેલા અહી ફક્ત અનાજની ખેતી થતી હતી. એકલા બારાબંકી જિલ્લામાં 50,000 થી વધુ લોકો રામશરણ વર્માના બાગકામ અને પાકચક્રનો ઉપયોગ કરીને લાભ મેળવી રહ્યાં છે. રામશરણ વર્માએ જણાવ્યું કે તેમની પડોશમાં આવેલા ટેસુઆ ગામના લોકો પહેલા મજૂરી કરવા લખનઉ જતા હતા. પરંતુ હવે તેના મોડલને અપનાવ્યા બાદ હાલત એવી છે કે ટેસુઆ ગામમાં ઘણા મજૂરો કામ કરવા આવે છે.

અનુભવમાંથી મેળવેલી માહિતી નિઃસ્વાર્થ ભાવે ખેડૂતોમાં વહેંચી

રામશરણ વર્માને પોતાના અનુભવથી મેળવેલી ખેતીની જાણકારી તેમણે નિસ્વાર્થ ભાવે ખેડુતોમાં વહેંચી અને ખેડુતોમાં જાગૃતતા ફેલાવી. રામશરણ શર્માના ખેતીના મોડલને જોવા માટે દરરોજ 50 થી 100 લોકો તેમના ફાર્મ હાઉસ પર આવે છે. તેમના વિઝીટર રજીસ્ટરમાં અત્યાર સુધી 30 લાખ લોકોના નામ નોંધાઈ ગયા છે.

જોકે રામશરણ વર્માની આ સફર એટલી સરળ ન હતી. રામશરણ વર્મા પાસે જમીન ઓછી હતી. જ્યારે તેઓ પોતાની જમીન પર સારી રીતે ખેતી કરી શક્યા ત્યારે તેમને વધારે જમીનની જરૂર પડી. તેના માટે તેમણે પોતાના નજીકના એવા લોકોનો સંપર્ક કર્યો જે ખેતી નહોતા કરતા અથવા તો પરંપરાગત ખેતી કરતા હતા.

રામશરણ વર્માએ આવા લોકોને કહ્યુ કે તમને પરંપરાગત ખેતીમાં જે પણ ફાયદો થાય છે તેનાથી ડોઢ ગણા પૈસા લઈ જાવ અને ખેતી કરવા માટે તમારી જમીન આપો અને જો તમે એવુ ન કરવા માંગતા હોવ તો અમારી સાથે સહકારીતાના આધાર પર જેવી ખેતી અમે કરીએ છીએ તેવી ખેતી કરો. જેથી તમારી પણ આવક વધે. ધીરે ધીરે લોકોને તેમની વાત સમજાવા લાગી. લોકોએ તેમના આ પ્રસ્તાવ પર સકારાત્મક પ્રતીક્રીયા આપી. અમુક લોકોએ તેમને ભાડેથી જમીન આપી તો અમુક લોકોએ તેમના મોડલને અપનાવી તેમની સાથે ખતી કરી અને પોતાની આવક વધારી. રામશરણ વર્માને એ વાતની ખુબ જ ખુશી થાય છે કે ગામના લોકો તેમના સહયોગથી આગળ વધે છે. રામશરણ વર્માનુ કહેવુ છે કે આસપાસના લોકો ખુશ રહે તેમા જ તેમની ખુશી છે.

ખેડૂતોએ સરકારી મદદ પર નિર્ભર રહેવાનુ ટાળવું જોઈએ

આજ રામશરણ વર્માને ખેતી કરતા 42 વર્ષ થઈ ગયા છે. આજે પણ તેમની સૌથી મોટી તાકાત તેમની જમીન સાથેનો લગાવ અને તેમના ખેડુત ભાઈઓ સાથેનો લગાવ છે. સરકારી મદદથી દૂર રહેવા વાળા રામશરણ વર્માનુ સ્પષ્ટપણે માનવુ છે કે સરકારી સહયોગ વગર પણ ખેડુત આગળ વધી શકે છે. તેઓ કહે છે કે સરકાર ખાતર, બિયારણ અને સિંચાઈની વ્યવસ્થા કરી રહી છે તો ખેડૂતોએ આનાથી વધારે સરકાર પર નિર્ભર ન રહેવું જોઈએ. ખેડુતોએ ખુદ આગળ આવી પોતાની ખેતીમાં નવા નવા પ્રયોગો કરવા જોઈએ અને નવા બજારોને શોધવા જોઈએ. ખેડૂતો ચોક્કસપણે સરકારી અનુદાન, તકનીકી સહાય અથવા નિષ્ણાતોની મદદ લઈ શકે છે. તેનાથી નાના ખેડૂતોને ઘણો ફાયદો થાય છે.

પ્રોસેસિંગ, ઓનલાઈન માર્કેટિંગ ટાળવું

રામશરણ વર્મા ઓનલાઈન માર્કેટિંગ અને પ્રોસેસિંગ તરફ આગળ વધવા તરફ વલણ ધરાવતા નથી. વર્મા કહે છે કે તેઓ પહેલા પણ ખેડુત હતા અને અંતિમ સમય સુધી ખેડુત બની રહેશે. તેમને વૃક્ષો અને છોડ માટે ઘણો લગાવ છે અને તે હંમેશા તેના વિશે જ વિચારતા રહે છે. ઓનલાઈન માર્કેટિંગ અને પ્રોસેસિંગમાં નિપુણતા ધરાવતા લોકોએ જ તે કરવું જોઈએ. વર્માનુ માનવુ છે કે માર્કેટિંગ અને પ્રોસેસિંગમાં વ્યસ્ત થયા પછી ખેડૂતનું ધ્યાન ખેતીથી ભટકી જશે, ખેડૂતો કેટલીક સરળ વસ્તુઓ જેમ કે ચિપ્સ અથવા ટામેટાની પ્યુરી વગેરે બનાવી શકે છે અને સ્થાનિક સ્તરે તેનું માર્કેટિંગ પણ કરી શકે છે. તેનાથી નાના ખેડુતોને ઘણો ફાયદો થશે.

ખેડૂતે દેશને મજબૂત બનાવ્યો

રામશરણ વર્માનુ કહેવુ છે કે ખેડુતનુ કામ ખેતી કરવાનુ છે. ખેડુતે પોતાનુ સંપુર્ણ ધ્યાન તેમા જ લગાવવુ જોઈએ. ખેડુતે  દિવસ-રાત વિચારવું જોઈએ કે તે કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચમાં મહત્તમ અને શ્રેષ્ઠ ગુણવત્તાનો પાક ઉગાડી શકે જેથી દેશ મજબૂત બને. ખેડૂતે ખાદ્ય સુરક્ષા આપીને દેશને મજબૂત બનાવ્યો છે. રામશરણ વર્મા કહે છે કે તેમણે તેમના જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે, તે તેમણે ખેતી પર સતત ધ્યાન આપીને મેળવ્યું છે. પહેલા તે કેળાના એક છોડમાંથી 15 કિલો કેળા ઉગાડતા હતા જ્યારે આજે તે 35 કિલો કેળાનું ઉત્પાદન કરે છે. સાથે જ  તેઓએ તેની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. તેમનું સમગ્ર ધ્યાન ખેડૂતોને સતત શિક્ષિત અને તાલીમ આપવા પર છે. આ માટે તેઓ સતત વર્કશોપનું આયોજન કરે છે જેથી ખેડુત તેમના ખેતીના મોડલ અને પાકચક્રને અપનાવી પોતાની આવક વધારે.

ખેતીમાં તકો અપાર

રામશરણ વર્મા માને છે કે ભારતમાં ખેતી માટે અપાર તકો છે. ખેતી માટે જેવુ ઉપયોગી વાતાવરણ ભારતમાં છે તેવુ દુનિયામાં બીજે ક્યાય નથી. આ વાતાવરણથી ખેતીની ઊપજ પર ખુબ જ અસર પડે છે. રામશરણ વર્માએ પાક પર હવામાનની અસરનું ઉદાહરણ આપતા કહ્યું કે આ વખતે માર્ચમાં ગરમી એપ્રિલ કરતાં વધુ હતી, તેથી ઘઉં પાકવાના સમયે તેની ઉપજમાં ઘટાડો થયો અને તેના કારણે તેની કિંમત વધી છે. વર્માનુ માનવુ છે કે આજ પણ દેશની લગભગ 70% જનસંખ્યા ખેતી પર નિર્ભર છે. તેથી ખેતીને ઉન્નત બનાવવી અને ખેતીને નફાકારક બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમનું સમગ્ર જીવન આ કાર્ય માટે સમર્પિત છે.                                                 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More