મસાલાવાળા પાકો જે સુકા બીજ ધરાવે છે અને જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે તે પાકોનું ધનિષ્ઠ રીતે સુકા અને અર્ધસુકા વસ્તારમાં શિયાળુ ઋતુમા વાવેતર થાય છે. મસાલા પાકોમાં બીજ મસાલાના પાકો છેલ્લા વર્ષોમાં લોકપ્રીય થયેલ છે. જેમ કે જીરૂ, વરીયાળી, અજમા અને સુવા જેવા પાકો રાજ્યના સુકા અને અસુકા વિસ્તારો માટે ખુબ જ અનુકુળ છે.
તેમજ હાલના મરી-મસાલા પાકોના બજારભાવો જોતા ખુબ જ ફળદાયી પુરવાર થાય તેમ છે. દરેક પાકોમાં જમીનની તૈયારીથી માન્દીને કાપણી સુધીના દરેક તબક્કે તજજ્ઞતાની જાણકારી હોવી જરૂરી છે. ખેતિકાર્યો માટે નિષ્કાળજી અથવા બિનસમયસર થી ઉત્પાદનમાં મોટો ધટાડો થાય છે.
કેટલાક મુદાઓ જીરૂ, વરીયાળી અને મરચી જેવા પાકો માટે ખુબ જ અગત્યાના છે. દરેક પાકોની જેમ મસાલાના પાકોમાં પણ વિવિધ સંશોધનને આધારે એવી પદ્ધતિઓ વિકસાવવામાં આવેલ છે કે જેમાં બિલકુલ ખર્ચ વગર અથવા નહીત્વત ખર્ચે વધુમાં વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે નીચે જણાવેલ મુદાઓ પર ધ્યાન આપી ખેતી કરવાથી મસાલા પાકોનું ચોક્કસપણે નફાકારક રીતે ઉત્પાદન વધારી શકાય છે.
વાવેતર સમય
પાકના મહત્વ અને નફાકારક ઉત્પાદન માટે વાવણીનો સમય અગત્યનોભાગ ભજવે છે. યોગ્ય સમયે વાવની કરવાથી છોડની સાનુકુળ હવામાન મળતા બીજનો ઉગાવો પુરતા પ્રામાણમાં થાય છે અને છોડની સંખ્યા પણ પુરતા પ્રમાણમાં મળી રહે ચી. ઉપરાંત છોડને વનસ્પતિક વૃદ્ધિ સારી થાય છે, તેમજ પ્રજનન અવસ્થા અને દાણા બેસવાની અવસ્થાએ દાણાની સંખ્યા વધારે મળે છે. પરીનામે વધુ ઉત્પાદન અને સારી ગુણવતાવાળા દાણાના કારણે નફામાં વધારો થાય છે.
Share your comments